Thursday, May 9, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસાંગલી સામૂહિક હત્યાકાંડમાં ઈલ્મી-અબ્બાસની ધરપકડ, સેક્યુલર મીડિયાની મુસ્લિમ જાદુગરને તાંત્રિક કહી હિંદુ...

    સાંગલી સામૂહિક હત્યાકાંડમાં ઈલ્મી-અબ્બાસની ધરપકડ, સેક્યુલર મીડિયાની મુસ્લિમ જાદુગરને તાંત્રિક કહી હિંદુ વળાંક આપવાનો પ્રયાસ

    મીડિયા હમેશા આવી શાબ્દિક ચાલાકી કરી હિન્દુ ધર્મને બદનામ કરતું આવ્યું છે તેવો આરોપ હિન્દુઓ તરફથી લાગતો આવ્યો છે.

    - Advertisement -

    સાંગલી સામૂહિક હત્યાકાંડમાં ઈલ્મી-અબ્બાસની પરિવારને ઝેર આપવા બદલ ધરપકડ થઇ હતી, પરંતુ ભારતની મોટી મોટી મીડિયા એજન્સી અવાર નવાર આરોપીઓમાં ધાર્મિક રમત રમવાનું ચૂકતું નથી. સાંગલી પરિવારના નવ સભ્યોને કથિત રીતે ઝેર આપનાર એક મુસ્લિમ ઈલ્મીને ‘તાંત્રિક’ કહીને, આજ તક, ન્યૂઝ 18, હિન્દુસ્તાન ટાઈમ્સ અને ધ ઈન્ડિયન એક્સપ્રેસ જેવી ઘણી પ્રખ્યાત મીડિયા એજન્સીઓએ મંગળવારે આ ઘટનાને હિંદુ વળાંક આપવાની કોશીસ કરી હતી. સાંગલી સામૂહિક હત્યાકાંડમાં ઈલ્મી-અબ્બાસની ધરપકડ કરવામાં આવી હતી.

    સામાન્ય ભાષામાં, ‘તાંત્રિક’ શબ્દનો અર્થ “તંત્ર વિદ્યા”નો અભ્યાસ કરનાર તેવો થાય છે, અને આ શબ્દ મુખ્યત્વે હિંદુ ધર્મ સાથે સંકળાયેલો છે, આ જધન્ય અપરાધમાં અપરાધીને તાંત્રિક શબ્દથી ઉલ્લેખ કરવો તે એક હિંદુ વ્યક્તિએ ગુનો કર્યો હોવાની ધારણા તરફ દોરી જાય છે.

    20 જૂનના રોજ, એક જ પરિવારના નવ સભ્યો એટલે કે ડો. માણિક વનમોર (49) જેઓ એક પશુચિકિત્સક હતા, એક આર્ટ ટીચર પોપટ વનમોર (52), તેમની માતા, પત્ની અને બે યુગલોના ચાર બાળકો તેમના ઘરની અંદર મૃત હાલતમાં મળી આવ્યા હતા. મહારાષ્ટ્રના સાંગલીમાં. પ્રાથમિક તપાસ અને પુરાવાઓ મુજબ સ્થાનિક પોલીસને આ એક સામૂહિક આત્મહત્યાનો મામલો હોવાની શંકા હતી. એવું જાણવા મળ્યું હતું કે પરિવારની કથળેલી આર્થિક સ્થિતિને કારણે પરિવારના સભ્યોએ ઝેર પી લીધું હતું અને આત્મહત્યા કરી હતી. જો કે હવે આ કેસની વધુ તપાસમાં બહાર આવ્યું છે કે આ આત્મહત્યાનો કેસ નથી પરંતુ ઠંડા કલેજે થયેલી હત્યાનો મામલો છે.

    - Advertisement -

    સાંગલી પોલીસે માહિતી આપી હતી કે અબ્બાસ મોહમ્મદ અલી બાગવાન નામના એક મુસ્લિમ ઈલ્મી અને તેના સાથીઓએ સાંગલીમાં આખા પરિવારને ચામાં ઝેર આપીને હત્યા કર્યા બાદ ઘટનાને આત્મહત્યામાં ખપાવી દેવાની કોશિશ કરી હતી.

    આ ઘટના પર પોલીસ મહાનિરીક્ષક (કોલ્હાપુર રેન્જ) મનોજ કુમાર લોહિયાએ પીટીઆઈને જણાવ્યું હતું કે “અમે અબ્બાસ અને તેના ડ્રાઈવરની હત્યાના આરોપમાં ધરપકડ કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ બે લોકોએ કથિત રીતે પરિવારના નવ સભ્યોને ઝેર આપીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 302 (હત્યા માટેની સજા) લાગુ કરવામાં આવશે.

    અહેવાલો અનુસાર, અબ્બાસે મૃતકના પરિવાર પાસેથી તેમના માટે ગુપ્ત ધન શોધવાના બહાને એક મોટી એવી રકમ પડાવી લીધી હતી. જ્યારે તે ‘ગુપ્ત ધન’ શોધવામાં સફળ ન થયો ત્યારે પરિવારે અબ્બાસ પર પૈસા પરત કરવા દબાણ કરવાનું શરૂ કર્યું. અહેવાલો અનુસાર પૈસા પરત ન કરવા પડે તે માટે અબ્બાસે આખા પરિવારની હત્યા કરી દીધી હતી.

    ન્યૂઝ18 મુસ્લિમ ઈલ્મીને ‘તાંત્રિક’ માં ખપાવે છે

    ગુનાના ગુનેગારના નામ તેમના પોતાના અહેવાલમાં સ્પષ્ટપણે ઉલ્લેખ્યા હોવા છતાં, ન્યૂઝ 18 એ ગુનાને હિંદુ વળાંક આપવાના પ્રયાસમાં મુસ્લિમ ગુનેગારને ‘તાંત્રિક’ તરીકે ઓળખાવ્યો હતો.

    સાભાર News18

    ન્યૂઝ 18 એ તેના અહેવાલમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે કે આરોપી અબ્બાસ મોહમ્મદ અલી બાગવાન નામનો મુસ્લિમ ઈલ્મી છે. જો કે ગુનાને ‘ધર્મનિરપેક્ષ’ બનાવવાના પ્રયાસમાં, ન્યૂઝ18, તેના અહેવાલમાં, આરોપીને ‘તાંત્રિક’ તરીકે ઉલ્લેખીને દેશની જનતાને ગેરમાર્ગે દોરી જવાનો પ્રયાસ કરતું નજરે પડે છે.

    માત્ર ન્યૂઝ 18 જ નહીં, પણ ટીવી ટુડે નેટવર્કની છત્રછાયા હેઠળ કાર્યરત લોકપ્રિય હિન્દી ન્યૂઝ ચેનલ, આજ તક પણ આ સામૂહિક આત્મહત્યાના કેસમાં ધરપકડ કરાયેલ વ્યક્તિ તાંત્રિક હોવાનો દાવો કરીને ધાર્મિક વળાંક આપવાની કોશિશ કરતી જોવા મળી હતી.

    સાભાર Aajtak

    હિન્દુસ્તાન ટાઈમ્સ અને ધ ઈન્ડિયન એક્સપ્રેસ જેવા ‘સેક્યુલર’ મીડિયા હાઉસે મુસ્લિમ ઈલ્મીને ‘મંત્રિક’ અથવા ‘ગોડ મેન’ તરીકે ઓળખ આપી હતી.

    સાભાર Hindustan Times
    સાભાર Indian Express

    અન્ય ધર્મના ગુનેગરોનની ઓળખ છાવરવા સેક્યુલર મીડિયાના કાવતરા

    આ પહેલીવાર નથી જયારે ન્યુઝ ચેનલો અને સમાચાર એજન્સીઓ દ્વારા મુસ્લિમ કે અન્ય લઘુમતી ધર્મના ગુનેગારોને શબ્દોની માયાજાળ રાચીને ધાર્મિક વળાંક આપવામાં આવ્યો હોય, આવા અનેક કિસ્સાઓ છે જેમાં ગુનેગારની ધાર્મિક ઓળખ છુપાવવા માટે હિંદુ ધર્મને લગતા શબ્દો પ્રયોજવામાં આવ્યા હોય, તેમના આ કૃત્યથી સમાજમાં ધર્મ પ્રત્યે ઘૃણા અને નફરતને વેગ મળે છે. અને અસંખ્ય લોકોની ધાર્મિક લાગણીઓ દુભાય છે, Opindia શરૂઆતથીજ આ પ્રકરના બેવડા વલણને ઉજાગર કરતું આવ્યું છે, અને કરતું રહેશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં