મંગળવારે (10 ઓક્ટોબર) રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, હૈદરાબાદમાં વર્લ્ડકપ 2023ની એક મેચ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી. જેમાં પાકિસ્તાનનો વિજય થયો હતો પરંતુ જે વીડિયો વાયરલ થયો હતો તે કોઈ ખેલાડીનો નથી પરંતુ “જીતેગા ભાઈ જીતેગા, પાકિસ્તાન જીતેગા” ના નારા લગાવી રહેલા ભીડનો હતો.
Loud chants of "Jeetega bhai jeetega, Pakistan jeetega" in Hyderabad stadium.
— Aditya (@forwardshortleg) October 10, 2023
They did not start organically but DJ said "jeetega bhai jeetega" & left it to the crowd to finish the famous chant.
The chant went on for close to a minute due to the DJ.#PAKvsSL #CWC23 #Hyderabad pic.twitter.com/f5l54qmtsV
વર્લ્ડકપ 2023ની પાકિસ્તાન અને શ્રીલંકા મેચ દરમિયાન, જ્યારે હૈદરાબાદ સ્ટેડિયમમાં “જીતેગા ભાઈ જીતેગા, પાકિસ્તાન જીતેગા” ના નારા જોરજોરથી લગાવવામાં આવ્યા, ત્યારે ત્યાં બેઠેલા સામાન્ય ભારતીયો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જ્યારે તેનો વીડિયો વાયરલ થયો તો સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે સવાલો પણ પૂછવા માંડ્યા.
જે ભીડે “જીતેગા ભાઈ જીતેગા, પાકિસ્તાન જીતશે” ના નારા લગાવ્યા, તે પૂરા દિલથી લગાવ્યા હતા. તેની શરૂઆત ડીજે દ્વારા કરવામાં આવી હતી. ડીજેએ તેની શરૂઆત આ રીતે કરી – “જીતેગા ભાઈ જીતેગા”. ડીજે આટલું બોલતાની સાથે જ ભીડે સ્લોગન પૂરું કર્યું અને કહ્યું – “…પાકિસ્તાન જીતશે”. અહિં તેઓ શ્રીલંકા પણ બોલી શકતા હતા. પરંતુ મોટાભાગની ભીડ ત્યાં પાકિસ્તાન સમર્થક હોય તેમ લાગી રહ્યું હતું, માટે જ ત્યાં પાકિસ્તાનના નારા લાગ્યા.
Hyderabad stadium erupts with ‘jeetega bhai jeetega, Pakistan jeetega’ in the match against Sri Lanka.
— Brutal Truth (@sarkarstix) October 10, 2023
No surprises there. While Sri Lanka is geographically closer to Hyderabad, Pakistan is demographically closer to Hyderabad to receive such support. pic.twitter.com/MtDjAeMqI8
X પર એક યુઝરે લખ્યું કે હૈદરાબાદ ભૌગોલિક રીતે શ્રીલંકાની નજીક હોવા છતાં, હૈદરાબાદના લોકો પાકિસ્તાન સાથે હૃદયની નિકટતા ધરાવે છે, બંને વસ્તીના સ્તરે સાથે છે.
સવાલ એ થાય છે કે જે ભીડ “જીતેગા ભાઈ જીતેગા, પાકિસ્તાન જીતેગા” ના નારા લગાવી રહી હતી તે ખાલી હૈદરાબાદી ભીડ જ હતી? જવાબ છે – ના. ભારતમાં રહેતા કેટલાક ભારતીય નાગરિકો પાકિસ્તાની ટીમના ભારે પ્રશંસક છે. એટલા મોટા ચાહકો હતા કે તેઓ ભોપાલથી હૈદરાબાદ સુધી 850 કિલોમીટરનું અંતર કાપીને મેચ જોવા અને પાકિસ્તાનને સમર્થન કરવા આવ્યા હતા.
“એવું લાગ્યું કે હું રાવલપિંડીમાં રમી રહ્યો છું. ભીડે જે રીતે અમને પ્રેમ આપ્યો તે અદ્ભુત હતો. અમે ઘરેલુ મેચ રમી રહ્યા હોય એવું લાગ્યું.”
મોહમ્મદ રિઝવાન, પાકિસ્તાની ખેલાડી
131 રન બનાવીને અણનમ રહેલા મોહમ્મદ રિઝવાને આટલી મોટી વાત કારણ વગર નથી કહી. કેટલાક ભારતીય દર્શકોએ પાકિસ્તાની ટીમ પર જે પ્રેમ વરસાવ્યો તે વાયરલ વીડિયોમાં જોઈ અને સાંભળી શકાય છે… જો તમે ટીવી પર લાઈવ મેચ જોઈ હોય, તો તમને તે ક્લિપ પણ યાદ હશે જ્યારે “જીતેગા ભાઈ જીતેગા, પાકિસ્તાન જીતેગા” નારા સાંભળી પેવેલિયનમાં બેઠેલા બાબર આઝમ પણ આશ્ચર્ય સાથે હસવા લાગ્યા.
રાવલપિંડી જેવા પ્રેમ, ઉત્સાહના વાતાવરણમાં અને શ્રીલંકા સામેની મેચમાં રેકોર્ડ જીત બાદ પાકિસ્તાની ક્રિકેટરોએ હૈદરાબાદ સ્ટેડિયમના ગ્રાઉન્ડ સ્ટાફને પોતાની જર્સી પણ આપી હતી. આ સાથે ફોટો-સેલ્ફી જેવી દરેક વસ્તુ પણ કરવામાં આવી હતી. ખેલાડીઓ અને ગ્રાઉન્ડ સ્ટાફ વચ્ચે રચાયેલા ખાસ બોન્ડનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
જે દેશ ભારત સાથે પરોક્ષ કે પ્રત્યક્ષ યુદ્ધ કરી રહ્યો છે અને આતંકવાદીઓને આશ્રય આપે છે? તેવા પાકિસ્તાનને આ રીતે સમર્થન આપી રહેલા આ લોકો કોણ છે? ભીડનો કોઈ ચહેરો નથી હોતો, ભીડનું કોઈ નામ નથી હોતું. તેથી જ તેમની જાતિ, ધર્મ, ઉંમર વગેરે સામાન્ય રીતે છુપાયેલા હોય છે. નોંધનીય છે કે તેના સમયના પ્રખ્યાત પાકિસ્તાની ક્રિકેટર મુશ્તાક અહેમદે ભારતમાં પાકિસ્તાનીઓને સમર્થન આપતી ભીડ વિશે કંઈક કહ્યું હતું. મુશ્તાકે કહ્યું હતું કે હૈદરાબાદ અને અમદાવાદમાં મુસ્લિમોની વસ્તી વધુ છે, તેથી પાકિસ્તાની ખેલાડીઓને આ સ્થળોએ સમર્થન મળશે.