રાજસ્થાન સરકારે રાજગઢ સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) કેશવ કુમાર મીના, રાજગઢ મ્યુનિસિપાલિટી બોર્ડના ચેરમેન સતીશ દુહરિયા અને સ્થાનિક મ્યુનિસિપલ એક્ઝિક્યુટિવ ઓફિસર (EO) બનવારી લાલ મીણાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. બુલડોઝર દ્વારા મંદિર તોડી પાડવામાં આવ્યા બાદ આ અધિકારીઓની ભૂમિકા પર સવાલો ઉઠી રહ્યા છે. SDM અને EO સામે ફરિયાદ પણ કરવામાં આવી હતી.
Rajasthan government has suspended Rajgarh Sub-Divisional Magistrate (SDM) Keshav Kumar Meena, Rajgarh Municipality Board’s chairman Satish Duharia and Executive Officer (EO) of the nagar panchayat, Banwari Lal Meena with immediate effect over temple demolition in Alwar
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) April 25, 2022
મહંત પ્રકાશ દાસે રાજગઢના એસડીએમ કેશવ કુમાર મીના અને સ્થાનિક મ્યુનિસિપલ એક્ઝિક્યુટિવ ઓફિસર (ઇઓ) બનવારી લાલ મીણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેના પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો અને અધિકારીઓ દ્વારા જૂતા પહેરીને મંદિર પરિસરમાં પ્રવેશ કરવાનો આરોપ હતો. આ સાથે ડ્રીલ મશીન અને હથોડી વડે મૂર્તિઓ તોડ્યાની પણ વાત થઈ હતી.
મંદિર તોડવામાં કોંગ્રેસના ધારાસભ્ય તેમજ અધિકારીઓની ભૂમિકા પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. આ મામલે ફરિયાદ કરતી વખતે બ્રજ વિકાસ પરિષદે SDM અને EO તેમજ કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્ય જોહરી લાલ મીણા પર આરોપ લગાવ્યો હતો. બ્રિજ વિકાસ પરિષદના પ્રમુખ અને ફરિયાદી પંકજ ગુપ્તાએ OpIndia સાથે વાત કરતા કહ્યું કે આ ઘટના માટે કોંગ્રેસના ધારાસભ્ય જોહરી મીણા મુખ્ય જવાબદાર છે. તે અને તેનો પુત્ર ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ભાજપના સાંસદ કિરોરી લાલ મીણાએ પણ મંદિર તોડી પાડવા માટે કોંગ્રેસના ધારાસભ્યને જવાબદાર ગણાવ્યા હતા. પરંતુ હજુ સુધી રાજ્યની કોંગ્રેસ સરકારે તેના ધારાસભ્ય સામે કોઈ કાર્યવાહી કરી નથી.
મંદિર તોડ્યાના થોડા દિવસો બાદ, અલવરના ભૂતપૂર્વ કલેક્ટર નન્નુમલ પહાડિયાને પાંચ લાખ રૂપિયાની લાંચ લેતા પકડવામાં આવ્યા હતા. એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે આરએએસ અધિકારી અશોક સાંખલા અને દલાલ નીતિન સાથે પૂર્વ કલેક્ટરની ધરપકડ કરી હતી. તલાશી દરમિયાન IAS પહાડિયાના બંગલામાંથી મોંઘીદાટ દારૂની 17 બોટલો પણ મળી આવી હતી.
નન્નુમલ પહાડિયાની 14 એપ્રિલે જ બદલી કરવામાં આવી હતી. સરકારે તેમને જિલ્લા કલેક્ટર પદ પરથી હટાવીને વિભાગીય તપાસ કમિશનર તરીકે નિયુક્ત કર્યા. આ પોસ્ટ પર બેઠેલા અધિકારી સરકારી અધિકારીઓ-કર્મચારીઓની ગેરરીતિની તપાસ કરે છે, જો કે તે પહેલા તેમની જ લાંચના કેસમાં ધરપકડ થઈ હતી.
ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના અલવર જિલ્લાના રાજગઢમાં જૂના હિન્દુ મંદિરને બુલડોઝર દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. માસ્ટર પ્લાનને ટાંકીને મ્યુનિસિપલ વહીવટીતંત્રે કહેવાતા 35 અતિક્રમણ દૂર કર્યા હતા. આ દરમિયાન 300 વર્ષ જૂના મંદિર પર બુલડોઝર પણ દોડ્યું હતું. આ સાથે નજીકના મકાનો પણ અતિક્રમણના આધારે તોડી પાડવામાં આવ્યા હતા. ભગવાનની અનેક પ્રતિમાઓ તોડી નાખવામાં આવી હતી.