ગુજરાતભરમાં હાલ સરકારી શાળાઓમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ ચાલી રહ્યા છે. ગઇકાલે (25 જૂન) સુરતના મિનિબજાર, ભાતની વાડી ખાતે સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક નં. ૯૦માં પ્રવેશોત્સવ કાર્યક્રમમાં હાજર આપના મહિલા કોર્પોરેટર મનીષા કૂકડિયાના પતિ જગદીશ કૂકડિયાએ ભાષણ આપવા માટેની જીદ પકડતાં ભારે હોબાળો થયો હતો.
તે દરમિયાન ભારે તૂતૂ-મૈમૈ થતાં કાર્યક્રમમાં હાજર નાના ભૂલકાંઓ રડવા માંડ્યા હતા. પરિણામે આ બાળકોની માતાઓએ આગળ આવી આપના મહિલા કોર્પોરેટર અને તેમના પતિને બરાબરના ટપાર્યા હતા અને વાલીઓની ફટકારને પગલે આપના કોર્પોરેટરે ત્યાંથી મોઢું છુપાવીને ચાલ્યા જવાની ફરજ પડી હતી.
શાળામાં જઈ હોબાળો કરતા આમ આદમી પાર્ટીના નેતાઓને વાલીઓએ ઝાટક્યા, નાના બાળકો હંગામો થતા ગભરાઈ ગયા હતા. pic.twitter.com/eWZGfAKx1I
— ઑપઇન્ડિયા (@OpIndia_G) June 26, 2022
મળતી જાણકારી મુજબ શાળા ક્રમાંક નં. ૯૦માં પ્રવેશોત્સવ કાર્યક્રમમાં પ્રમુખ તરીકે ભાજપના સભ્ય રાકેશ ભીકડયા અને ઉદ્ઘાટક તરીકે મફત શિરોયા હાજર હતા. પ્રમુખ અને ઉદ્ઘાટક દ્વારા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન પોતાની સ્પીચ આપી દેવામાં આવી હતી અને ધોરણ-૧ના બાળકોના સ્વાગત બાદ કાર્યક્રમ પૂર્ણ થયાની જાહેરાત કરવામાં આવી હતી.
ત્યારે જ આપના મહિલા કોર્પોરેટર મનીષા કૂકડિયા અને તેમના પતિએ અમારે પણ ભાષણ આપવું છે તેવી જીદ પકડી હતી. સામાન્ય રીતે કોઇપણ કાર્યક્રમમાં પ્રમુખ અને ઉદ્દઘાટકને ભાષણની તક આપવામાં આવતી હોય છે. છતાં પણ મહિલા કોર્પોરેટરના પતિએ ભારે હોબાળો મચાવ્યો હતો.
આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મનીષા કૂકડિયા અને તેમના પતિએ આરોપ લગાવ્યો હતો કે તે શાળામાં માત્ર એક જ શિક્ષક હોય છે. પરંતુ ત્યાં હાજર વાલીઓ અને શાળાના અધિકારીઓએ તેમને ખોટા સાબિત કરતાં જણાવ્યુ કે શાળામાં હમેશાથી 6 શિક્ષકો હોય છે. અને ચાલુ કાર્યક્રમમાં તે 6 શિક્ષકો હાજર પણ હતા.
આપ મહિલા કોર્પોરેટર અને તેના પતિએ શિક્ષકોની ઘટને લઇ ઉહાપોહ મચાવી દેતા કાર્યક્રમમાં ઉપસ્થિત ડેપ્યુટી મેયર દિનેશ જોધાણીએ કહ્યું હતું કે, “આપના કાર્યકરોને રજૂઆત કરવી હોય તો કાર્યક્રમ પછી કરો. શાળામાં પૂરતા શિક્ષકો છે. તમે તાયફાઓ બંધ કરો.” બાદમાં તેમણે 6 શિક્ષકોને હાજર કરી ગણાવ્યા પણ હતા.
આપ કોર્પોરેટર અને તેમના પતિ દ્વારા આવો ખોટો હોબાળો કરતાં નાના ભુલકાઓ રડવા માંડ્યા હતા, જેથી કાર્યક્રમમાં હાજર વાલીઓએ આ કોર્પોરેટર અને તેના પતિને આડે હાથે લીધા હતા અને કહ્યું હતું કે ‘તમારે ખોટું રાજકારણ કરવું હોય તો બીજે જઈને કરો, અમારા બાળકોને બક્ષી દો.’
ઉપરાંત બાળકોને માતાઓ આગળ આવી અને આપની મહિલા કોર્પોરેટર તથા તેમના પતિને બરાબરની ફટકાર લગાવી હતી. ‘તમારા કારણે બાળકો ગભરાઇ ગયા છે અને તમને તમારા રાજકારણની પડી છે.’ તેવાં વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
આમ આ સમગ્ર મામલમાં ભોંઠા પડેલા આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર અને તેમના પતિએ ચૂપચાપ ત્યાંથી ચાલ્યા જવાની ફરજ પડી હતી.
હમેશાથી વિવાદોમાં રહ્યા છે આ આપ કોર્પોરેટર
भाजपा में शामिल होने वाली गुजरात की आप पार्षद मनीषा कुकड़िया की घर वापसी हो गई है. आम आदमी पार्टी में शामिल होने वाली मनीषा कुकड़िया के फिर से पार्टी में आने पर कार्यकर्ताओं में काफी खुशी है.#ManishaKukadiya #BJP #AAP https://t.co/HuRCTGwIea
— ABP News (@ABPNews) March 14, 2022
અત્રે નોંધનીય છે કે મનીષા કૂકડિયાઆ પહેલી વાર વિવાદોમાં નથી આવ્યા. તેઓ આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી જીતીને કોર્પોરેટર બન્યા હતા, બાદમાં થોડા સમય બાદ ભાજપમાં જોડાઈ ગયા હતા અને છેલ્લે ફરી પાછા આપમાં પાછા ફર્યા હતા.