મોહરમ મહિનામાં પણ ઓમાનમાં હિંસા થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, ઓમાનની રાજધાની મસ્કતમાં એક શિયા મસ્જિદ પાસે અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. પહેલાં મસ્જિદ પર ફાયરિંગ થયું હતું અને ત્યારબાદ મસ્જિદની આસપાસ પણ ગોળીઓ વરસાવવામાં આવી હતી. આ ભયંકર ગોળીબારમાં 1 ભારતીય સહિત 6 લોકોના મોત થયા છે. ઓમાનમાં સ્થિત ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયાના માધ્યમથી આ જાણકારી આપી છે. રોયલ ઓમાન પોલીસના ઓનલાઈન પોસ્ટ કરાયેલા એક નિવેદનમાં કહેવાયું છે કે, ગોળીબારની ઘટના ઓમાનની રાજધાની મસ્કતના વાડી અલ કબીર વિસ્તારમાં બની છે.
મંગળવારે (16 જુલાઈ) ભારતીય દૂતાવાસ દ્વારા આ ઘટના વિશેની માહિતી આપવામાં આવી હતી. ભારતીય દૂતાવાસ અનુસાર, 15 જુલાઈના રોજ ઓમાનની રાજધાની મસ્કતમાં શિયા મસ્જિદ નજીક ફાયરિંગ થયું હતું. આ સાથે જ દૂતાવાસને ઓમાનના વિદેશ મંત્રાલય તરફથી જાણકારી આપવામાં આવી હતી કે, આ ફાયરિંગમાં 1 ભારતીયનું પણ મોત થયું છે. ભારતીય એમ્બેસીએ આ ઘટનાને લઈને મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી છે. આ સાથે પાકિસ્તાની એમ્બેસીએ પણ આ ઘટનાને લઈને શોક વ્યક્ત કર્યો છે. કારણ કે, મૃતકોમાં 4 પાકિસ્તાની નાગરિકો પણ હતા.
Following the shooting incident reported in Muscat city on 15 July, Foreign Ministry of Sultanate of Oman has informed that one Indian national has lost his life & another is injured. Embassy offers its sincere condolences & stands ready to offer all assistance to the families.
— India in Oman (Embassy of India, Muscat) (@Indemb_Muscat) July 16, 2024
રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના એક શોક સમારોહ દરમિયાન બનવા પામી હતી. શોક સમારોહમાં લગભગ 700 લોકો હાજર હતા. જેમાં મોટા ભાગના લોકો પાકિસ્તાની હતા. ઓમાની મીડિયા અનુસાર, શિયા મસ્જિદ પર ગોળીબાર કર્યા બાદ પોલીસ અધિકારીઓ સતર્ક થઈ ગયા હતા અને ત્રણ હુમલાખોરોને ઘટનાસ્થળે જ ઠાર કરી દેવામાં આવ્યા હતા. આ હુમલામાં 1 પોલીસ અધિકારી સહિત 6 લોકોના મોત થયા છે, જેમાં એક ભારતીય હોવાનું સામે આવ્યું છે.
BREAKING: Suspected terrorist attack at a Shia mosque outside #Oman’s capital #Muscat. One or more gunman are reported and firing at congregants. Locals say ~700 people are there.
— ViralVibes🔊 (@happyjohny2) July 16, 2024
Unconfirmed reports of several deaths.
pic.twitter.com/5zDRlhKM5N
હાલ ઓમાન પોલીસે બંદૂકધારીઓ વિશેની કોઈ માહિતી નથી આપી. ત્રણેય હુમલાખોરો કોઈ ‘મકસદ’ માટે નીકળ્યા હતા કે કેમ તે વિશેની તપાસ ચાલી રહી છે. તે સિવાય તેઓ કોઈ આતંકી સંગઠન સાથે જોડાયેલા છે કે કેમ તે વિશેનો ખુલાસો પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યો નથી. હાલ પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ આ ઘટનાને લઈને તપાસમાં લાગી ગઈ છે. નોંધનીય છે કે, 6 મૃતકોમાં 4 પાકિસ્તાની નાગરિક અને 1 ભારતીય નાગરિક હતા.