અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) ગાઝાના આતંકવાદી સંગઠન હમાસને (Hamas Gaza) સીધી ધમકી આપી દીધી છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તેમના શપથ ગ્રહણ વિધિ પહેલા જો હમાસ ઇઝરાયેલી બંધકોને (Israeli hostages) મુક્ત નહીં કરે તો તેના પરિણામો ખૂબ જ ખરાબ આવશે. તેમણે કહ્યું છે કે, બંધકોને મુક્ત નહીં કરવામાં આવે તો અમેરિકાના ઇતિહાસમાં નહીં લેવાયા હોય એવા કઠોર પગલા તેઓ લેશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રમ્પે સોશિયલ મીડિયા હેન્ડલ ‘ટ્રુથ’ (Truth Social) પર પોતાના સત્તાવાર હેન્ડલ પર લખ્યું હતું કે, “દરેક લોકો બંધકો વિષે વાત કરી રહ્યા છે જેમને મધ્ય પૂર્વમાં હિંસક, અમાનવીય અને વિશ્વની ઈચ્છા વિરુદ્ધ બંધક બનાવીને રાખવામાં આવ્યા છે. પણ માત્ર વાતો જ થઈ રહી છે, કાર્યવાહી નહીં. હું 20 જાન્યુઆરી 2025ના રોજ ગર્વ સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવાનો છું, પણ જો મારા શપથ ગ્રહણ પહેલા બંધકોને મુક્ત કરવામાં ન આવ્યા તો મધ્ય પૂર્વએ તેની બહુ મોટી કિંમત ચૂકવવી પડશે.”
Everybody is talking about the hostages who are being held so violently, inhumanely, and against the will of the entire World, in the Middle East – But it’s all talk, and no action! Please let this TRUTH serve to represent that if the hostages are not released prior to January…
— Donald J. Trump Posts From His Truth Social (@TrumpDailyPosts) December 2, 2024
ટ્રમ્પે આગળ લખ્યું કે, “જે લોકોએ માનવતા વિરુદ્ધ આ પ્રકારના અત્યાચારોને અંજામ આપ્યો છે, તે લોકોને પણ તેનું મૂલ્ય ચૂકવવું પડશે. જવાબદાર લોકોએ એટલી કઠોર સજા આપવામાં આવશે, જે અમેરિકાના ગૌરવશાળી ઇતિહાસમાં ક્યારેય પણ કોઈ વ્યક્તિને ન આપવામાં આવી હોય. તરત જ બંધકોને મુક્ત કરવામાં આવે.”
ટ્રમ્પના નિવેદન પર ઇઝરાયેલની પ્રતિક્રિયા
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદન પર ઇઝરાયેલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહુ કે પીએમ કાર્યાલય તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી, પરંતુ ઇઝરાયેલના રાષ્ટ્રપતિએ આ મામલે ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માન્યો છે. તેમણે X પર પોસ્ટ લખીને ટ્રમ્પનો આભાર માનતા લખ્યું હતું કે, “ધન્યવાદ અને બ્લેસિંગ, ઈલેક્ટેડ શ્રીમાન પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ. અમે તે ક્ષણ માટે પ્રાર્થના કરી રહ્યા છીએ જેમાં અમે અમારા ભાઈ-બહેનોને ઘરે પરત આવતા જોઈશું.”
Thank you and bless you Mr. President-elect @realDonaldTrump.
— יצחק הרצוג Isaac Herzog (@Isaac_Herzog) December 2, 2024
We all pray for the moment we see our sisters and brothers back home! pic.twitter.com/Vm2WwtMNYZ
ઇઝરાયેલ પર થયો હતો ઘાતકી હુમલો
નોંધવું જોઈએ કે 7 ઓકટોબર 2023ના રોજ ગાઝાના આતંકવાદી સંગઠન હમાસે ઇતિહાસનો સહુથી મોટો અને ઘાતક હુમલો કર્યો હતો. આ હુમલામાં 1208 લોકો માર્યા ગયા હતા. હમાસના આતંકવાદીઓએ ઇઝરાયેલની સીમમાંથી મહિલાઓ અને બાળકો સહિતના નાગરિકોના અપહરણ કરી તેમને બંધક બનાવ્યા, તેમના બળાત્કાર અને હત્યા કરવામાં આવી. હુમલામાં પીડિતોમાં કેટલાક વિદેશી નાગરિકો પણ હતા.
બીજી તરફ આ ક્રૂર હુમલાની પ્રતિક્રિયામાં ઇઝરાયેલ દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવ્યો અને હવાઈ હુમલામાં તેમણે ગાઝા અને હમાસ પર કહેર વરસાવ્યો હતો. હજારો આતંકવાદીઓને ઈઝરાયેલે મોતને ઘાટ ઉત્તરી દીધા. સતત એર સ્ટ્રાઈક અને જમીની હુમલાથી યુદ્ધ છેડાયું અને અને ગાઝા સહિતના વિસ્તારોને સમતળ કરી દેવામાં આવ્યા. આતંકવાદી સંગઠનોના કમાન્ડરોને ઠાર મારવામાં આવ્યા છે.