Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસ્વીડનમાં ફરી સળગાવાઈ કુરાન: OIC એ મુસ્લિમ દેશોને કહ્યું- 'કાર્યવાહી કરો', આર્થિક...

    સ્વીડનમાં ફરી સળગાવાઈ કુરાન: OIC એ મુસ્લિમ દેશોને કહ્યું- ‘કાર્યવાહી કરો’, આર્થિક તથા સાંસ્કૃતિક બહિષ્કાર કરવા ઇસ્લામિક સંગઠનનો નિર્દેશ

    કુરાન સળગાવવાના વિરોધમાં સોમવારે જ ઈસ્લામિક સહયોગ સંગઠન (OIC) એ એક તાત્કાલિક બેઠક બોલાવી હતી. જેમાં સાઉદી અરબના વિદેશમંત્રી ફૈસલ બિન ફરહાને કુરાન સળગાવવાની ઘટનાની નિંદા કરી હતી તથા સ્વીડન અને ડેનમાર્કની પ્રતિક્રિયા પર નિરાશા દર્શાવી હતી.

    - Advertisement -

    સ્વીડનમાં હવે ફરી એકવાર કુરાન સળગાવાઈ છે. સોમવારે મુસ્લિમોનું ધર્મગ્રંથ ગણાતું પુસ્તક કુરાન સળગાવાયુ હતું. જેને લઈને ઈસ્લામ સહયોગ સંગઠને (OIC) તાત્કાલિક બેઠક બોલાવી હતી. સંગઠને કુરાન સળગાવવાની ઘટના પર મુસ્લિમ દેશોને આગ્રહ કર્યો છે કે, તે સ્વીડનની વિરુદ્ધ રાજનીતિક સ્તર પર કાર્યવાહી કરે.

    ફરી એકવાર સ્વીડનમાં કુરાનને આગ ચાંપવાની ઘટનાનો કિસ્સો સામે આવ્યો હતો. ગત સોમવારના રોજ સ્વીડનમાં પોલીસની પરવાનગી સાથે કુરાન સળગાવાઈ હતી. આ વખતે રાજધાની સ્ટૉકહોમમાં સ્વીડનની સંસદની સામે કુરાન સળગાવામાં આવી હતી. કુરાન સળગાવવાના વિરોધમાં સોમવારે જ ઈસ્લામિક સહયોગ સંગઠન (OIC) એ એક તાત્કાલિક બેઠક બોલાવી હતી. જેમાં સાઉદી અરબના વિદેશમંત્રી ફૈસલ બિન ફરહાને કુરાન સળગાવવાની ઘટનાની નિંદા કરી હતી તથા સ્વીડન અને ડેનમાર્કની પ્રતિક્રિયા પર નિરાશા દર્શાવી હતી.

    બેઠક પૂરી થયા બાદ સંગઠને પોતાના તમામ મુસ્લિમ દેશોને આગ્રહ કર્યો હતો કે, જે દેશોમાં કુરાનનું અપમાન થઈ રહ્યું છે, મુસ્લિમ દેશો તેવા દેશો પર યોગ્ય રાજકીય કાર્યવાહી કરે. તેમને પોતાના રાજદૂતોને પાછા બોલાવી લેવા, આર્થિક તથા સાંસ્કૃતિક બહિષ્કાર કરવો વગેરે જેવી કાર્યવાહી કરવા આગ્રહ કરાયો હતો.

    - Advertisement -

    આ પહેલા પણ સળગાવાઈ હતી કુરાન

    ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સ્વીડનમાં કુરાન સળગાવાઈ હતી. ગત 28 જૂન,2023 ના રોજ સ્વીડનમાં આવેલી એક મસ્જિદની સામે એક શખ્સે કુરાન ફાડીને તેને સળગાવી દીધી હતી. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ફરતો થયો હતો. જેમાં એક વ્યક્તિને કુરાનને લાત મારતો, જમીન પર ફેંકતો અને પગ નીચે કચડતો દેખાયો હતો, આવું તે વારંવાર કરી રહ્યો હતો અને આખરે તે કુરાન સળગાવી દે છે. આ દરમિયાન 200 જેટલા લોકો ત્યાં હાજર હતા, જેમણે તેનું સમર્થન કર્યું હતું.

    કુરાન સળગાવવાની ઘટના બાદ એ વ્યક્તિ દ્વારા કહેવાયું હતું કે, તે અલ્લાહમાં માનતો નથી. તેણે એમ પણ કહ્યું હતું કે, આ પુસ્તકને (કુરાન) દુનિયાભરમાં પ્રતિબંધિત કરી દેવું જોઈએ, કારણ કે તે લોકતંત્ર, માનવીય મૂલ્યો, નૈતિકતા, માનવાધિકારો, મહિલા અધિકારો માટે એક જોખમ છે.

    સ્વીડનમાં કુરાન સળગાવવાની આ ઘટના બાદ ઈરાકમાં હજારો મુસ્લિમોએ સ્વીડનના દૂતાવાસ બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગત 20 જુલાઈ, 2023 ના રોજ મુસ્લિમોનાં ટોળાં દ્વારા સ્વીડનના દૂતાવાસમાં ઘૂસીને આગચંપી પણ કરવામાં આવી હતી. આ દરમિયાન શિયા ધ્વજ પણ ત્યાં ફરકાવવામાં આવ્યો હતો

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં