Monday, October 7, 2024
More
    હોમપેજદુનિયાવધુ એક આતંકવાદીનું કામ તમામ, આ વખતે પણ કામ અજાણ્યા બંદૂકધારીઓનું…: કરાંચીમાં...

    વધુ એક આતંકવાદીનું કામ તમામ, આ વખતે પણ કામ અજાણ્યા બંદૂકધારીઓનું…: કરાંચીમાં મૌલાના રહીમુલ્લા તારિકની હત્યા, મસૂદ અઝહરનો સાથી હતો

    તારિકની હત્યા કરાંચીના ઓરંગી ટાઉનમાં થઈ. તે સંગઠનના ચીફ મસૂદ અઝહરનો નજીકનો માણસ ગણાતો હતો. કાયમ ભારતવિરોધી નિવેદનો આપીને ઝેર ઓકવા માટે જાણીતો હતો. હાલ પણ તે આવા જ એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા શખ્સોએ આવીને ગોળીઓ ચલાવી હતી. 

    - Advertisement -

    પાકિસ્તાનમાં વધુ એક આતંકવાદી માર્યો ગયો છે અને આ વખતે પણ કામ અજ્ઞાત વ્યક્તિઓનું જ છે. આતંકવાદી જૈશ-એ-મોહમ્મદના ચીફ મૌલાના મસૂદ અઝહરનો નજીકનો સાથી માનવામાં આવે છે, જેની ઓળખ મૌલાના રહીમુલ્લા તારિક તરીકે થઈ છે. કરાંચીમાં તેને ઠાર કરી દેવામાં આવ્યો. 

    મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, તારિકની હત્યા કરાંચીના ઓરંગી ટાઉનમાં થઈ. તે સંગઠનના ચીફ મસૂદ અઝહરનો નજીકનો માણસ ગણાતો હતો. કાયમ ભારતવિરોધી નિવેદનો આપીને ઝેર ઓકવા માટે જાણીતો હતો. હાલ પણ તે આવા જ એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા શખ્સોએ આવીને ગોળીઓ ચલાવી હતી. 

    આજતકના રિપોર્ટમાં પાકિસ્તાન પોલીસને ટાંકીને કહેવામાં આવ્યું કે, “તારિક ઓરંગી ટાઉનમાં આયોજિત એક ભારતવિરોધી કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યો હતો. તે જ સમયે અજ્ઞાત લોકોએ આવીને તેની ઉપર ગોળીબાર કર્યો. મામલો ટાર્ગેટ કિલિંગનો લાગી રહ્યો છે. મૃતકની ઓળખ મૌલાના રહીમુલ્લા તારિક તરીકે થઈ છે.” રિપોર્ટ્સ અનુસાર, તે સ્થળ પર જ માર્યો ગયો હતો. 

    - Advertisement -

    2 દિવસ પહેલાં માર્યો ગયો હતો લશ્કરનો આતંકી

    ઉલ્લેખનીય છે કે હજુ 2 દિવસ પહેલાં જ પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાના એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો હતો. જેને પણ અજાણ્યા બંદૂકધારીઓએ જ અંજામ આપ્યો હતો. અકરમ ગાઝી નામના આ આતંકીને ખૈબર પખ્તુનખ્વામાં નિશાન બનાવવામાં આવ્યો હતો અને ધોળા દહાડે ગોળી મારીને મારી નાખવામાં આવ્યો હતો. 

    અકરમ ગાઝી લશ્કર-એ-તૈયબાના મુખ્ય કમાંડરો પૈકીનો એક હતો અને આતંકવાદીઓની ભરતી કરતો હતો. આ જ આતંકવાદીઓ પછીથી કાશ્મીર ખીણ મારફતે ભારતમાં ઘૂસણખોરી કરતા હતા અને સેના અને નાગરિકો પર હુમલા કરતા હતા. તે લશ્કરના સેન્ટ્રલ રિક્રૂટમેન્ટ સેલનો મુખ્ય સભ્ય હતો. તે પાકિસ્તાનમાં બેસીને અવારનવાર ભારત વિરુદ્ધ ઝેર ઓકતો રહેતો હતો. તે પહેલાં રવિવારે 2018ના કાશ્મીરમાં થયેલા એક આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ ખ્વાજા શાહિદનો મૃતદેહ LOC પાસેથી મળી આવ્યો હતો. થોડા દિવસ પહેલાં અજાણ્યા લોકો તેને ઉઠાવી લઇ ગયા હતા અને પછીથી મારીને લાશ ફેંકી દીધી હતી. આખરે રવિવારે મળી આવી હતી. 

    છેલ્લા 1 વર્ષમાં પાકિસ્તાનમાં સંખ્યાબંધ આતંકવાદીઓ માર્યા ગયા છે અને તમામને અજાણ્યા શખ્સોએ જ ઠાર કર્યા છે. આ તમામ આતંકવાદીઓ એવા હતા જેઓ પાકિસ્તાનમાં શરણ લઈને ભારતવિરોધી ગતિવિધિઓને અંજામ આપતા હતા અને કાશ્મીર માર્ગે આતંકવાદીઓ પહોંચાડતા હતા. એક પછી એક સૌનો હિસાબ થઈ રહ્યો છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં