Friday, May 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆંતરરાષ્ટ્રીય કારોબારનું નવું કેન્દ્ર બનશે ભારત: યુરોપ-અમેરિકા અને આરબ દેશોને જોડશે નવો...

    આંતરરાષ્ટ્રીય કારોબારનું નવું કેન્દ્ર બનશે ભારત: યુરોપ-અમેરિકા અને આરબ દેશોને જોડશે નવો રેલ શિપિંગ કૉરિડોર, ચીનને મળ્યો જવાબ

    આ એક ઉચ્ચ ગુણવત્તાવાળી, પારદર્શી અને ટકાઉ ઈન્ફ્રાસ્ટ્રક્ચર યોજના હશે, જે કોઈના પર લાદવામાં આવશે નહીં પરંતુ સ્વેચ્છાએ તેમાં ભાગ લઈ શકાશે. કયા વિસ્તારમાં કઈ ડિમાન્ડ છે, તેનું ધ્યાન રાખવામાં આવશે. આ મામલે તે ચીનના 'બેલ્ટ એન્ડ રોડ'થી અલગ હશે.

    - Advertisement -

    ચીને ‘બેલ્ટ એન્ડ રોડ’ યોજના હેઠળ આંતરરાષ્ટ્રીય વેપાર પર દબદબો બનાવવા માટે ઘણા દેશોને બાનમાં લીધા છે. હવે ભારતે પણ તેનો સામનો કરવા માટે કમર કસી લીધી છે, જેની શરૂઆત નવી દિલ્હીમાં ચાલી રહેલી G20 સમિટ દરમિયાન થઈ ગઈ છે. ભારતે અમેરિકા, યુરોપ, સાઉદી આરબ અને UAEની સાથે મળીને એક રેલવે અને શિપિંગ કોરિડોર ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસાવવાની યોજના બનાવી છે, જેનાથી માત્ર અમેરિકા અને ગલ્ફ દેશો જ નહીં પણ યુરોપમાં પણ ભારતનો ડંકો વાગશે અને ભારત આંતરરાષ્ટ્રીય વેપારનું એક નવું અને મોટું કેન્દ્ર બનીને ઉભરશે.

    આ પ્રોજેક્ટને હાલમાં I2U2 ફ્રેમવર્ક (ભારત, ઇઝરાયલ, યુએસ અને UAE) હેઠળ વિકસિત કરવામાં આવ્યો નથી, કારણ કે ઇઝરાયલ અને સાઉદી આરબ વચ્ચેના સંબંધોને સુધારવાની પ્રક્રિયા હજુ પણ ચાલુ છે. બાદમાં ઇઝરાયલને પણ તેની સાથે જોડવામાં આવશે. જાણવા મળી રહ્યું છે કે આ એક વ્યાપક રેલવે અને શિપિંગ કોરિડોર હશે, જેના હેઠળ કોમર્સ અને ઉર્જાની સાથે-સાથે ડિજિટલ કનેક્ટિવિટીના ક્ષેત્રમાં પણ વિકાસના નવા માપદંડ ઘડવામાં આવશે. અમેરિકાના પ્રિન્સિપલ ડેપ્યુટી નેશનલ સેક્રેટરી એડવાઈઝર જોન ફિનરે આ જાણકારી આપી છે.

    તેમણે જણાવ્યું હતું કે આનાથી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે ખાલી જગ્યા છે તે ભરાઈ જશે. આ એક ઉચ્ચ ગુણવત્તાવાળી, પારદર્શી અને ટકાઉ ઈન્ફ્રાસ્ટ્રક્ચર યોજના હશે, જે કોઈના પર લાદવામાં આવશે નહીં પરંતુ સ્વેચ્છાએ તેમાં ભાગ લઈ શકાશે. કયા વિસ્તારમાં કઈ ડિમાન્ડ છે, તેનું ધ્યાન રાખવામાં આવશે. આ મામલે તે ચીનના ‘બેલ્ટ એન્ડ રોડ’થી અલગ હશે. BRIમાં ના તો ગુણવત્તા છે, ઉપરથી ઘણા દેશો તેની ચુંગાલમાં ફસાઈને દેવાના બોજ હેઠળ ડૂબી ગયા છે. ઘણાને બળજબરીપૂર્વક કરાર દ્વારા આ હેઠળ લાવવામાં આવ્યા હતા. ઉપરાંત તેમાં પારદર્શિતાનો પણ અભાવ છે.

    - Advertisement -

    અમેરિકાનું કહેવું છે કે ત્યાંના રાષ્ટ્રપતિ જૉ બાયડનની પશ્ચિમી એશિયાને લઈને જે નીતિ છે, તે હેઠળ આ આકાર લઇ રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે દુનિયાના ત્રણ મોટા પ્રદેશો રેલવે અને શિપિંગ કોરિડોર દ્વારા જોડાશે અને તેનાથી સમૃદ્ધિ આવશે. આનાથી ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જે કમી છે. તેને આ પૂર્ણ કરશે. અમેરિકાએ આમાં સંપૂર્ણ સહયોગની ખાતરી આપી છે. સાથે જ દેશો વચ્ચે તણાવ ઓછો કરવામાં પણ મદદ મળશે. અમેરિકાનું કહેવું છે કે તે તેને સકારત્મક એજન્ડાના રૂપે જોઈ રહ્યું છે, જ્યાં તમામ કામ સહમતીથી કરવામાં આવશે.

    આ પ્રોજેક્ટથી ગલ્ફ દેશ અને ભારત વચ્ચે વેપારમાં જબરદસ્ત વધારો થશે. જોકે, હાલ તેની બ્લૂપ્રિન્ટ જ તૈયાર કરવામાં આવી રહી છે અને G20માં તેની ઘોષણા કરવામાં આવશે નહીં. આ અંગે મહિનાઓથી વાતચીત ચાલી રહી છે. આપણે તેને બહુરાષ્ટ્રીય રેલ-પોર્ટ અને રૂટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ કહી શકીએ. આ શિપિંગમાં સમય અને નાણાં બંનેની બચત થશે. ડિઝલની વપરાશ ઓછી થવાને કારણે પ્રક્રિયા ઝડપી અને સસ્તી બનશે. સાઉદી આરબ ભારતની સાથે-સાથે ઈટલીમાં પણ રોકાણ કરવાની યોજના બનાવી રહ્યું છે.

    નોંધનીય છે કે એક દિવસ પહેલાં જ રાહુલ ગાંધીએ યુરોપના બ્રસેલ્સમાં પત્રકારોને સંબોધિત કરતી વખતે ચીનનાં વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે તે આ ધરતી પર વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર કરી રહ્યું છે, જેનો જવાબ આપવા માટે ભારત પાસે કઈ નથી. જ્યારે સત્ય એ છે કે ભારત મહિનાઓથી આ માટેની તૈયારી કરી રહ્યું છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે તેમને આ બાજુથી કોઈ વિકલ્પ દેખાતો નથી. રાહુલ ગાંધી વિદેશમાં જઈને ભારત વિશે નકારાત્મકતા ફેલાવવમાં જ વ્યસ્ત છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં