Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપયગંબર મોહમ્મદની પુત્રી પર બનેલી ફિલ્મનો બ્રિટનમાં વિરોધ, મુસ્લિમ ભીડનું પ્રદર્શન, અનેક...

    પયગંબર મોહમ્મદની પુત્રી પર બનેલી ફિલ્મનો બ્રિટનમાં વિરોધ, મુસ્લિમ ભીડનું પ્રદર્શન, અનેક શૉ રદ: યુકેએ ઇમામને પદ પરથી હટાવ્યો 

    ઈંગ્લીશ ફિલ્મ લેડી ઓફ હેવનનો વિરોધ કરવા માટે સરકારી પદે રહેલા ઈમામને યુકે સરકારે તેના પદ પરથી હટાવી દીધો છે.

    - Advertisement -

    યુનાઇટેડ કિંગ્ડમે (યુકે સરકારે) પયગંબર મોહમ્મદની પુત્રી પર બનેલી ફિલ્મનો વિરોધ કરવા બદલ ઇમામને સલાહકાર પદ પરથી હટાવ્યો છે. બ્રિટનમાં હજારો મુસ્લિમો ફિલ્મ પર ‘ઇશ્વરનિંદા’નો આરોપ લગાવીને રસ્તા પર ઉતરી આવ્યા છે. આ જ ક્રમમાં ઈમામ કારી મુહમ્મદ આસીમે સિનેમા હોલને પણ આ ફિલ્મ ન લગાવવા માટે કહ્યું હતું. લીડ્ઝમાં મક્કા મસ્જિદના વડા ઇમામ કારી મુહમ્મદ અસીમને સરકાર દ્વારા ઇસ્લામોફોબિયા પર સલાહકાર નિયુક્ત કરવામાં આવ્યો હતો.

    આ ઉપરાંત તે એન્ટિ-મુસ્લિમ હેટેડ વર્કિંગ ગ્રૂપ (મુસ્લિમ વિરોધી ઘૃણા કાર્યકારી જૂથ)નો અધ્યક્ષ પણ હતો. આ પદ પરથી પણ યુકે સરકારે ઇમામને હટાવ્યો છે. આ સમગ્ર વિવાદ ફિલ્મ ‘ધ લેડી ઓફ હેવન’ને ​​લઈને થઈ રહ્યો છે, જેમાં પયગંબર મોહમ્મદની પુત્રી ફાતિમાની વાર્તા બતાવવામાં આવી છે. ઈંગ્લેન્ડના ઘણા શહેરોમાં મુસ્લિમ ભીડ આ ફિલ્મના પ્રદર્શન સામે પ્રદર્શન કરી રહી છે. ઈમામે આ ફિલ્મ ઈસ્લામનું અપમાન કરનારી ગણાવી હતી. 

    તેણે કહ્યું હતું કે આનાથી મુસ્લિમોને ઘણું દુઃખ થયું છે અને તેમની ભાવનાઓને ઠેસ પહોંચી છે. યુકે સરકારે એક પત્રમાં કહ્યું છે કે તેમની પાસે તેની સેવાઓ તાત્કાલિક સમાપ્ત કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. સરકારે કહ્યું છે કે ફિલ્મ વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનને કારણે સાંપ્રદાયિક તણાવ સર્જાયો છે અને ઈમામે અભિયાનને સમર્થન આપીને ફ્રી સ્પીચની વિરુદ્ધ કામ કર્યું છે. તેથી સાંપ્રદાયિક શાંતિ જાળવી રાખવાના સરકારના પ્રયાસોમાં તેનો કોઈ ફાળો ન હોવાના કારણે તેને પદમુક્ત કરવામાં આવે છે તેમ જણાવવામાં આવ્યું હતું. 

    - Advertisement -

    યુકે સરકારે કહ્યું, “ઘણા થીયેટરોની બહાર ધાર્મિક નારા લગાવીને શિયા સમુદાય વિરુદ્ધ નફરત ફેલાવવામાં આવી રહી છે. જો મુસ્લિમ વિરોધી નફરતનો સામનો કરવો હોય તો આપણે આનો વિરોધ કરવો જોઈએ. તમે આવા કૃત્યોની નિંદા કરી નથી.”

    યુકેમાં ‘સિનેવર્લ્ડ’ થિયેટર ચેને સૌથી પહેલા આ ફિલ્મનું સ્ક્રીનિંગ કરી રદ દીધું હતું. કારી ઇમામે અન્ય ઇમામો સાથે મળીને સિનેમાઘરો સાથે વાત કરીને પ્રદર્શન કરીને સ્ક્રીનિંગ રદ કરાવ્યાં હતાં.

    આ ફિલ્મમાં ઇરાકમાં યુદ્ધની વાર્તા કહેવાની સાથે 1400 વર્ષ પહેલાં પયગંબર મોહમ્મદની પુત્રી ફાતિમાની વાર્તા દર્શાવવામાં આવી છે. ફિલ્મના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર મલિક શિબાકને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. તેમણે કહ્યું કે આ દેશમાં વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, તેથી ફિલ્મને રોકવી યોગ્ય નથી. તેમને કાફિર કહેવામાં આવી રહ્યા છે. જોકે, તેમનું કહેવું છે કે તેઓ આ બધાથી ડરશે નહીં અને કામ ચાલુ રાખશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં