Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ40ના મોત, 3000થી વધુ ઘાયલ.. ઇઝરાયેલી PMના આદેશ પર જ થયા હતા...

    40ના મોત, 3000થી વધુ ઘાયલ.. ઇઝરાયેલી PMના આદેશ પર જ થયા હતા લેબનાનમાં પેજર બ્લાસ્ટ, નેતન્યાહુએ પ્રથમ વખત સ્વીકાર્યું

    પીએમ નેતન્યાહુના પ્રવક્તા ઓમર દોસ્તરીએ પણ આ મામલે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, વડાપ્રધાને રવિવારે તે વાતની પુષ્ટિ કરી છે કે, તેમણે આદેશ આપ્યા બાદ જ લેબનાનમાં પેજર હુમલો કરવામાં આવ્યો હતો.

    - Advertisement -

    ઇઝરાયેલના વડાપ્રધાને (Prime Minister of Israel) મોટું નિવેદન આપતા સ્વીકાર કર્યો છે કે, તેમણે જ હિઝબુલ્લાહ (Hezbollah) વિરુદ્ધ પેજર એટેકના (Pager Attack) આદેશ આપ્યા હતા. આ આદેશ ઇઝરાયેલી પીએમ હાઉસમાંથી જ આપવામાં આવ્યા હોવાના કેટલાક રિપોર્ટ પણ સામે આવ્યા છે. પીએમ નેતન્યાહુએ (PM Netanyahu) રવિવારે (10 નવેમ્બર 2024) સ્વીકાર્યું છે કે, તેમણે પેજર એટેકના આદેશ આપ્યા બાદ જ હિઝબુલ્લાહના હજારો પેજર-વોકીટોકીમાં વિસ્ફોટ થયા હતા. આ હુમલામાં 40 આતંકવાદીઓના મોત થયા હતા અને 3 હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા.

    પ્રાપ્ત માહિતી અનુસાર પીએમ નેતન્યાહુના પ્રવક્તા ઓમર દોસ્તરીએ પણ આ મામલે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, વડાપ્રધાને રવિવારે તે વાતની પુષ્ટિ કરી છે કે, તેમણે આદેશ આપ્યા બાદ જ લેબનાનમાં પેજર હુમલો કરવામાં આવ્યો હતો. નોંધવું જોઈએ કે, હિઝબુલ્લાહ પહેલાંથી જ આ હુમલા માટે ઇઝરાયેલને જવાબદાર માનતું આવ્યું છે, જોકે તેમની પાસે તેને સાબિત કરવા કોઈ મજબૂત પુરાવા નહોતા.

    વિરોધ છતાં લીધો નિર્ણય: પીએમ નેતન્યાહુ

    ટાઈમ્સ ઓફ ઇઝરાયેલના એક અહેવાલમાં જણાવ્યા અનુસાર, પીએમ નેતન્યાહુએ રવિવારે તાજેતરમાં જ બરખાસ્ત કરવામાં આવેલા રક્ષામંત્રી યોઆવ પર નિશાનો સાધતા કહ્યું હતું કે, “પેજર ઓપરેશન અને હિઝબુલ્લાહ ચીફ હસન નસરલ્લાહના સફાયાનો નિર્ણય રક્ષા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને રાજકીય સત્ર પર તેના માટે જવાબદાર લોકોના વિરોધ બાદ પણ લેવામાં આવ્યો હતો.” પીએમ નેતન્યાહુના જણાવ્યા અનુસાર, તેમણે તેમના કેબિનેટના કેટલાક મંત્રીઓ અને રક્ષા મંત્રાલયના અધિકારીઓના વિરોધ છતાં આ મોટો નિર્ણય લીધો અને તેનું પરિણામ પણ મળ્યું.

    - Advertisement -

    પેજર એટેક હિઝબુલ્લાહ વિરુદ્ધ મહત્વપૂર્ણ સાબિત થયો

    નોંધનીય છે કે, આ પેજર એટેકે ઇઝરાયેલ-હિઝબુલ્લાહ યુદ્ધને એક નવો વળાંક આપી દીધો હતો. આ હુમલા બાદ જ હિઝબુલ્લાહ ભાંગી પડ્યું હતું. તેનું સૌથી મોટું કારણ તે હતું કે હિઝબુલ્લાહ માટે આ પેજર સિવાય સંચાર માટે અન્ય કોઈ સાધન નહોતું. તેઓ દોરીસંચાર માટે આ પેજર પર જ નિર્ભર હતા. તેવામાં પેજરમાં બ્લાસ્ટ થવાનું શરૂ થતા અફરાતફરી મચી ગઈ હતી.

    ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે 7 ઑક્ટોબરે આતંકવાદી સંગઠન હમાસે ઇઝરાયેલ પર ભીષણ હુમલો કરી દીધો હતો, જેમાં સેંકડો નિર્દોષ નાગરિકોના જીવ ગયા હતા. તેની જવાબી કાર્યવાહીમાં ઇઝરાયેલ પણ હમાસ પર તૂટી પડ્યું હતું. બાદમાં આતંકી સંગઠન હિઝબુલ્લાહ પણ હમાસની સાથે આવ્યું હતું અને ઇઝરાયેલ પર હુમલો કરી દીધો હતો. યુદ્ધ ચરમ પર પહોંચતા જ ઇઝરાયેલે પેજર એટેક ઓપરેશન લોન્ચ કરી દીધું, જેનાથી હિઝબુલ્લાહની કમ્યુનિકેશન સીસ્ટમ ભાંગી પડી. ઇઝરાયેલથી ડરીને ટેકનોલોજીથી બચવા માટે હિઝબુલ્લાહ પહેલાં જ મોબાઈલ કે અન્ય આધુનિક ઉપકરણો નહોતું વાપરતું. તેવામાં આ પેજર હુમલાએ યુદ્ધમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં