સોમવારે (29 એપ્રિલ, 2024) માલદીવના હુલહુમલેમાં 2 ભારતીયો અને સ્થાનિક લોકો વચ્ચે વિવાદના સમાચાર સામે આવ્યા છે. આ ઘટના શહેરના સેન્ટ્રલ પાર્કમાં બની હતી, જે માલેથી 7 કિલોમીટર ઉત્તર-પૂર્વમાં સ્થિત છે. રાત્રે 9 વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનામાં ઘાયલ થયેલા બે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસે આ હુમલાના આરોપસર માલદીવના એક સ્થાનિક વ્યક્તિની ધરપકડ કરી છે. ઇજાગ્રસ્તોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ દર્શાવે છે કે, હવે માલદીવ પણ ઇસ્લામી કટ્ટરપંથનો ગઢ બની ચૂક્યો છે.
આ ઘટનાના બીજા જ દિવસે માલદીવના સ્થાનિક લોકોએ ઇઝરાયેલી મહિલા સાથે દુર્વ્યવહાર કર્યો અને તેની સાથે મારપીટ કરીને ખદેડી દીધી. માલદીવ મલ્ટી પાર્ટી ડેમોક્રેટિક સિસ્ટમના સ્થાપક માઉદ મોહમ્મદ ઝકીએ ગર્વ સાથે તે વિડીયો શેર કર્યો છે. ઇઝરાયેલી મહિલાની બ્લર કરેલી તસવીર શેર કરતા તેમણે લખ્યું કે, ઇઝરાયેલ નરસંહાર કરે છે જ્યારે ત્યાંની એક મહિલા માલદીવના એક ટાપુમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહી હતી. તેમણે લખ્યું કે, મહિલા એરપોર્ટ માટે રવાના થઈ ગઈ કારણ કે, તેને સમજાયું કે માનવતા તે લોકોનું સ્વાગત નહીં કરી શકે.
માલદીવમાં હમાસ આતંકીઓ અને પલેસ્ટાઇનનું સમર્થન
તાજેતરમાં જ હમાસના આતંકવાદીઓ ઇઝરાયેલમાં ઘૂસી ગયા હતા અને ત્યાં 1100 લોકોની હત્યા કરી હતી. આ પછી ઈઝરાયેલે પણ જવાબી કાર્યવાહી કરી હતી. મુસ્લિમ બહુમતી ધરાવતા માલદીવે આ મામલે પેલેસ્ટાઇનને સમર્થન આપ્યું હતું. ઓક્ટોબર 2023માં થયેલા આ હુમલામાં બાળકો અને પાલતુ પ્રાણીઓને પણ બક્ષવામાં આવ્યા ન હતા, મહિલાઓ પર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તેમની નગ્ન પરેડ પણ કરવામાં આવી હતી. ઈરાન અને અલ્જીરિયા જેવા દેશોએ પણ પેલેસ્ટાઇનને સમર્થન આપ્યું હતું. માલદીવે ગાઝા પટ્ટીમાં હિંસા પર ચિંતા વ્યક્ત કરી હતી.
માલદીવે કહ્યું કે, 1967 પહેલાંની ભૌગોલિક પરિસ્થિતિના હિસાબે આ સમસ્યાનો એકમાત્ર ઉકેલ દ્વિ-રાષ્ટ્રીય વ્યવસ્થા છે, જેના હેઠળ પૂર્વ જેરુસલમને પેલેસ્ટાઇનની રાજધાની બનાવવામાં આવે. ઇઝરાયેલના પ્રવાસીઓ અને ત્યાંથી આવતા ઉત્પાદનો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યાંની સંસદમાં ઠરાવ પસાર કરીને આ નિયમ બનાવવામાં આવ્યો હતો. 14 ઓક્ટોબર, 2023ના રોજ, વિલ્લિંગિલીના સાંસદ સઉદ હુસૈન આ પ્રસ્તાવ લાવ્યા, જેને 41 સાંસદોનું સમર્થન મળ્યું હતું.
માલદીવે આરોપ લગાવ્યો હતો કે, ઇઝરાયેલી દળો વેસ્ટ બેન્ક અને ગાઝા પટ્ટીમાં અત્યાચાર કરી રહ્યા છે અને તેની નિંદા પણ કરી હતી. મોટાભાગના સાંસદોએ દેશમાં ઇઝરાયેલી પાસપોર્ટ ધરાવતા લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા જણાવ્યું હતું. ઈઝરાયેલથી આવતા માલસામાન પર પણ પ્રતિબંધ લાદવાનું કહેવામાં આવ્યું હતું, સરકારને ઇઝરાયેલ સાથેના તમામ રાજદ્વારી સંબંધો તોડવાની સલાહ આપવામાં આવી હતી. વિશ્લેષકો માને છે કે, માલદીવ ઇસ્લામી કટ્ટરપંથનો ગઢ બની ગયો છે. માત્ર ISIS જ નહીં પરંતુ જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાએ પણ અહીં પોતાનો અડ્ડો બનાવ્યો છે .
પત્રકાર ગૌરવ સાવંતે કહ્યું કે, ઈઝરાયેલની તે મહિલાએ પોતાને ભાગ્યશાળી ગણવી જોઈએ કે, તે ત્યાંથી જીવતી બહાર નીકળવામાં સફળ રહી, નહીં તો માલદીવમાં યુવાનોને ઉચ્ચ સ્તરે કટ્ટરપંથી બનાવવામાં આવી રહ્યા છે. અહેવાલો અનુસાર, 2004ની સુનામી બાદ માલદીવમાં કટ્ટરવાદ ઝડપથી ફેલાવા લાગ્યો હતો. 2022ની વસ્તી ગણતરી પર એક નજર કરીએ તો માલદીવની 5.15 લાખ વસ્તીમાંથી 1.32 લાખ વિદેશી છે. તેમાંથી મોટાભાગના દક્ષિણ એશિયાઈ અને પડોશી દેશોના છે જેઓ બ્લુ કોલર્ડ (ફેક્ટરી વગેરેમાં) જોબમાં કામ કરે છે.
સાંપ્રદાયિક ઇસ્લામિક વિચારધારાથી ઘેરાયું માલદીવ
માલદીવમાં 189 ટાપુઓ, 18 એટોલ્સ અને 4 શહેરો છે. સેંકડો વર્ષો સુધી માલદીવમાં બૌદ્ધ ધર્મનું વર્ચસ્વ હતું. 12મી સદીમાં મોટા પાયે ઇસ્લામિક ધર્માંતરણ થયું. પાકિસ્તાન અને સાઉદી અરેબિયામાંથી મોટી સંખ્યામાં લોકો 2004માં સ્થાનિક વસ્તીને મદદ કરવાના નામે રાજધાની માલેમાં સ્થાયી થયા હતા. તેમાંથી મોટાભાગના કોમી અને સશસ્ત્ર જૂથોનો ભાગ હતા, જેમ કે ખિદમત-એ-ખલ્ક અને લશ્કર-એ-તૈયબા ચેરિટી વિંગ. તેણે કોમી ઇસ્લામનો જોરશોરથી પ્રચાર શરૂ કર્યો હતો.
જ્યારે આ સમૂહોએ માલદીવ છોડ્યું, ત્યારે ત્યાંથી મોટી સંખ્યામાં કિશોરો અને યુવાનોને કટ્ટરતાની તાલીમ માટે પાકિસ્તાન અને સાઉદી અરેબિયા લઈ ગયા હતા. અમેરિકાએ પણ એપ્રિલ 2006માં આ કહેવાતા ચેરિટેબલ યુનિટને આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું. ડિસેમ્બર 2011માં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં પ્રકાશિત થયેલા એક રિસર્ચ પેપર મુજબ, રાજધાની માલે કટ્ટરપંથનો સૌથી વધુ શિકાર બની છે. આ રિસર્ચ પેપરને પ્રકાશિત કરનાર હસ્સન આમિર હવે માલદીવની નેશનલ ફોર્સમાં વરિષ્ઠ અધિકારી છે.
તેમનું માનવું છે કે, 1990ના દાયકાથી જ માલદીવના લોકોમાં ઇસ્લામિક કટ્ટરવાદનું ઝેર રોપવાનું શરૂ થયું હતું. તેમણે કહ્યું કે, પાકિસ્તાન જામિયા-અલ-સલફિયા દ્વારા પાકિસ્તાનમાં સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓમાં દાખલ થયેલા એક ડઝનથી વધુ યુવાનોને કયૂમની સરકાર વિરુદ્ધ ઉશ્કેરવામાં આવ્યા હતા. શરિયા પર આધારિત સરકાર સ્થાપવા માટે તેમનામાં બળવાના વિચારો પ્રસ્થાપિત કરવામાં આવ્યા હતા. માલદીવના આ યુવાનોની પાકિસ્તાનમાં ધરપકડ પણ કરવામાં આવી હતી, પરંતુ બાદમાં તેમણે કોઈપણ ડર વગર ટાપુઓમાં ઈસ્લામિક કટ્ટરવાદનો પ્રચાર શરૂ કર્યો હતો.
Think twice before you holiday in the #Maldives.
— GAURAV C SAWANT (@gauravcsawant) April 30, 2024
* Maldives between 2014-18 sent more people to fight Jihad for the Islamic State than any other country in the world, according to reports.
* 250 men & women from Maldives (a country of 500,000) went to fight for ISIS.
* Many died https://t.co/CpJtSZOnKE pic.twitter.com/zKuX0BdhLY
અફઘાન યુદ્ધ દરમિયાન પાકિસ્તાની મદરેસાઓમાં ભણતા ઘણા વિદ્યાર્થીઓ તેનો ભાગ બન્યા હતા. 2004ની સુનામીએ માલદીવમાં ભારે તબાહી મચાવી હતી અને તેનો ફાયદો આતંકવાદી સંગઠનોએ લીધો હતો. ચેરિટીની આડમાં તેણે લોકોને આર્થિક મદદ કરી અને રાહત કાર્યમાં મદદ કરી. તેની અસર લામુ એટોલ વિસ્તારમાં વધુ જોવા મળી હતી. આપત્તિગ્રસ્ત યુવાનોને પાકિસ્તાની શૈક્ષણિક સંસ્થાઓમાં દાખલ કરવામાં આવ્યા અને તેમનું બ્રેનવોશ કરવામાં આવ્યું. આ રીતે માલદીવના યુવાનો સંપૂર્ણપણે તેમની ચુંગાલમાં આવી ગયા હતા. તેથી જ માલદીવ ઇસ્લામી કટ્ટરપંથનો ગઢ બની ગયો છે.
1400 કટ્ટરપંથી, જે ઇસ્લામ માટે હત્યા કરવા પણ તૈયાર
2007ના સુલ્તાન પાર્ક બૉમ્બ બ્લાસ્ટના આતંકવાદીઓમાંનો એક મૂસા ઈનાસ આ દુર્ઘટનાના મદદગારો પૈકીનો એક હતો, જેની પાછળ કેટલીક રહસ્યમય નાણાકીય શક્તિ હતી. આ હુમલામાં 12 આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ ઘાયલ થયા હતા. ઈદ્રા ખિદમત-એ-ખલ્ક જેવી ચેરિટી સંસ્થાઓની રચના કરવામાં આવી હતી. IKKનું કનેક્શન અહલ-એ-હદીથ સાથે છે, તેણે પણ માલદીવમાં પોતાની સ્થાપના કરી. IKK તબ્લીગ સમર્પિત જમાત-ઉલ-દાવા સાથે પણ જોડાયેલું છે. તે લશ્કર-એ-તૈયબા કરતાં પણ વધુ ખતરનાક છે જેણે ભારતમાં ઘણા હુમલા કર્યા હતા.
માલદીવના ઇસ્લામિક મંત્રાલયે ડિસેમ્બર 2019માં આતંકવાદી વિચારધારા ફેલાવનારા 3 પ્રોફેસરોને સસ્પેન્ડ કર્યા હતા. આરોપ લગાવવામાં આવ્યો હતો કે, તે નફરત ફેલાવી રહ્યા હતા, અમાનવીય કૃત્યોને પ્રોત્સાહન આપી રહ્યા હતા અને અન્ય દેશોમાં ગૃહયુદ્ધ માટે ઉશ્કેરતા હતા. આ દરમિયાન તે ઘટસ્ફોટ પણ થયો કે, માલદીવમાં 1400 કટ્ટરપંથી ઇસ્લામ માટે લોહી રેડવા તૈયાર છે. સીરિયા અને ઈરાકમાં ISIS માટે લડનારા મોટાભાગના લોકો માલદીવના હતા. આ સ્થિતિ 2013-18 સુધી વધુ ભયાનક રહી.
નોંધનીય છે કે, કેટલાક મહિના પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી લક્ષદ્વીપ પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ત્યાં ગયા હતા, ત્યારબાદ માલદીવના ત્રણ મંત્રીઓએ તેમના પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. વિરોધ બાદ ત્રણેયને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. ત્યારબાદ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ ભારતીય સેનાની ટુકડીને ત્યાંથી જવાનો આદેશ આપ્યો હતો. ભારતીય પ્રવાસીઓએ પણ માલદીવનો બહિષ્કાર કર્યો હતો. હાલમાં જ ત્યાં ભગવાનની મૂર્તિ રાખવા બદલ 3 ભારતીયોની ધરપકડ કરવામાં આવી હતી.