Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગાઝાનો નકશો બદલવા મક્કમ ઇઝરાયેલ: IDF કઈ રીતે એકદમ ચોકસાઈથી હમાસનાં ઠેકાણાં...

    ગાઝાનો નકશો બદલવા મક્કમ ઇઝરાયેલ: IDF કઈ રીતે એકદમ ચોકસાઈથી હમાસનાં ઠેકાણાં જમીનદોસ્ત કરી રહ્યું છે, સમજો આ 10 વીડિયોથી

    IDFના પ્રવક્તા જોનાથન કોનરિકસે કહ્યું, "ગાઝા પટ્ટીની બહાર લગભગ 300,000 અનામત સૈનિક દળો તૈનાત છે. આ ઇઝરાયેલના ઇતિહાસમાં રિઝર્વ સૈનિકોને બોલાવવાનો સૌથી મોટો અને સૌથી ઝડપી આદેશ છે."

    - Advertisement -

    ઇઝરાયેલમાં હમાસ દ્વારા ઘાતકી આતંકવાદી હુમલામાં 1300થી વધુ લોકો માર્યા ગયાને 100 કલાકથી વધુ સમય થઈ ગયો છે. બદલામા, ઇઝરાયેલે હમાસ સાથે યુદ્ધની ઘોષણા કરી અને ગાઝામાં આતંકવાદી ઇમારતો પર બોમ્બ ધડાકા કરી રહ્યું છે. ઇઝરાયેલે 7મી ઓક્ટોબરે હમાસના આતંકવાદીઓ દ્વારા તેના નાગરિકોની ઘાતકી હત્યાનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. કાર્યવાહી પણ એ રીતની થઈ રહી છે કે જાણે ઇઝરાયેલ ગાઝાનો નકશો હંમેશા માટે બદલી દેવા માંગતું હોય.

    ગાઝામાં હમાસ પર ઇઝરાયેલનો જવાબી હુમલો છઠ્ઠા દિવસે પણ સતત ચાલુ રહ્યો છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF) એ તેમની દૈનિક બ્રીફિંગમાં જણાવ્યું છે કે તે ગાઝા પટ્ટીના બીજા સ્તર પર હુમલો કરી રહ્યું છે, જ્યાં હમાસ દ્વારા ઇઝરાયલી હુમલાઓ વચ્ચે ગાઝામાં મુસાફરી કરવા માટે આતંકવાદીઓ માટે ભૂગર્ભ ટનલ બનાવવામાં આવી છે.

    ઇઝરાયેલી વાયુસેના દ્વારા ખાસ રીતે ટાર્ગેટ કરાયેલો અન્ય વિસ્તાર અલ રિમલ છે, જે IDF અનુસાર, હમાસના માળખાકીય સુવિધાઓથી ભરેલો છે. ઈઝરાયલની સેના ઇઝરાયેલ પર હુમલો કરવા માટે આતંકી સંગઠન દ્વારા ઉપયોગમાં લેવાતી ચોક્કસ ઈમારતોને નિશાન બનાવી રહી છે. દરમિયાન, ઇઝરાયેલના ઉર્જા પ્રધાન કાત્ઝે ગાઝાને વીજળી, પાણી અને ઇંધણ રોકવાની જાહેરાત કરી છે.“અમે હમાસના તમામ આગેવાનોમાંથી સ્ટ્રાઇકિંગ કમાન્ડરો, વરિષ્ઠ અધિકારીઓને પ્રાથમિકતા આપી રહ્યા છીએ. જ્યારે પણ અમારી પાસે એવી ગુપ્ત માહિતી હોય છે જે હમાસના વરિષ્ઠ અધિકારી અથવા લશ્કરી કમાન્ડરના ઠેકાણાનો સંકેત આપે છે, ત્યારે અમે તે સ્થાન પર હુમલો કરીએ છીએ,” આઈડીએફના પ્રવક્તા, જોનાથન કોનરિકસે જણાવ્યું હતું.

    - Advertisement -

    એક્સ યુઝર મારિયો નૌફાલ દ્વારા શેર કરવામાં આવેલ વિડીયોમાં, ઇઝરાયલી દળોએ ગાઝા પટ્ટીમાં રાતોરાત હમાસની સંપત્તિ અને સભ્યોને નિશાન બનાવ્યા હતા. ઇઝરાયેલી દળોએ કથિત રીતે જણાવ્યું હતું કે તેઓએ હમાસના નૌકાદળ કમાન્ડર અબુ શમાલા પર હુમલો કર્યો અને તેને મારી નાખ્યો.

    24 કલાક પહેલાં, ઇઝરાયેલી સંરક્ષણ દળોએ ઇસ્લામિક યુનિવર્સિટીને જમીનદોસ્ત કરી હતી જેનો ઉપયોગ હમાસ દ્વારા તેના આતંકવાદી ઓપરેશન માટે કરવામાં આવતો હતો. IDF મુજબ, “હમાસે એક યુનિવર્સિટીને શસ્ત્રોના વિકાસ અને લશ્કરી ગુપ્તચર માટે તાલીમ કેમ્પમાં પરિવર્તિત કરી હતી”. હુમલાના ફૂટેજમાં જેહાદી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સંપૂર્ણ નાશ કરાયો હતો.

    9મી ઓક્ટોબરના રોજ, ઘણી ચેનલોએ અહેવાલ આપ્યો કે હમાસના વરિષ્ઠ કમાન્ડર રફત અબુ હિલાલ IDF હુમલામાં માર્યો ગયો છે.

    પીટીઆઈ દ્વારા શેર કરાયેલ અન્ય એક વિડિયોમાં ગાઝામાં હમાસના આતંકવાદીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી ઈમારતો પર આઈડીએફ દ્વારા કરવામાં આવેલ ડ્રોન હુમલા બતાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે, હમાસ રહેણાંક વિસ્તારોમાંથી પોતાના આતંકી હુમલાઓનું સંચાલન કરે છે અને નાગરિકોનો ઢાલ તરીકે ઉપયોગ કરે છે.

    X પર ધ બ્લોગરૂમ દ્વારા શેર કરવામાં આવેલ ફૂટેજમાં ઇઝરાયેલના જવાબી હવાઈ હુમલામાં નિશાન બનતી ઈમારત બતાવવામાં આવી છે. વીડિયોમાં લોકોને ભયાનક રીતે ચીસો અને બૂમો પાડતા સાંભળી શકાય છે.

    પત્રકાર આદિત્ય રાજ કૌલે X પર એક સેટેલાઇટ ફૂટેજ શેર કર્યા છે જેમાં IDF એરક્રાફ્ટ એક મસ્જિદમાં હમાસના ઓપરેશનલ કમાન્ડ સેન્ટર પર પ્રહાર કરે છે. સાથે જ એક આક્રમક ટનલ એન્ટ્રી પોઈન્ટ કે જેનો ઉપયોગ આતંકવાદીઓ દ્વારા ઇઝરાયેલ પર આક્રમણ કરવા માટે કરવામાં આવ્યો હતો તેને નિશાન બનાવે છે.

    ઇઝરાયેલની વાયુસેનાએ ગાઝા પટ્ટીમાં રાતોરાત થયેલા હુમલાઓનું સંકલન પણ પોસ્ટ કર્યું છે. આ પોસ્ટ ત્યારે આવી છે જ્યારે હવે કોઇ પણ સમયે ઇઝરાયેલ જમીન પરથી ગાઝા પર આક્રમણ શરૂ કરે તેવી શક્યતા દેખાઈ રહી છે.

    X યુઝર જિયોપોલિટિક્સ દ્વારા ઇઝરાયેલી રિકોનિસન્સ યુએવી દ્વારા ફિલ્માવવામાં આવેલો એક વિડીયો બતાવે છે કે ગાઝામાં એક બહુમાળી ઈમારત ધરાશાયી થઈ રહી છે.

    ગાઝાના રિમલ પ્રદેશના અન્ય ફૂટેજમાં ઇઝરાયેલના જવાબી હુમલાઓનું પરિણામ દેખાય છે. અહીં હમાસના આતંકીઓને શરણ આપનાર અને હમાસના સંચાલન માટે જગ્યા આપનાર દરેક ઈમારતનો એ હાલ કરાયો છે કે વિસ્તાર હવે ઓળખાય પણ નથી રહ્યો.

    IDFના પ્રવક્તા જોનાથન કોનરિકસે કહ્યું, “ગાઝા પટ્ટીની બહાર લગભગ 300,000 અનામત સૈનિક દળો તૈનાત છે. આ ઇઝરાયેલના ઇતિહાસમાં રિઝર્વ સૈનિકોને બોલાવવાનો સૌથી મોટો અને સૌથી ઝડપી આદેશ છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં