Monday, May 6, 2024
More
    હોમપેજદુનિયાઆતંકના અડ્ડા બની ગયેલી 7 મસ્જિદો ઈઝરાયેલે ધ્વસ્ત કરી, હવાઈ હુમલાઓ સતત...

    આતંકના અડ્ડા બની ગયેલી 7 મસ્જિદો ઈઝરાયેલે ધ્વસ્ત કરી, હવાઈ હુમલાઓ સતત ચાલુ: ઇંધણ ખલાસ થઈ જતાં ગાઝાનો પાવરપ્લાન્ટ ઠપ, આખા શહેરમાં અંધારપટ

    શનિવારથી અત્યાર સુધીમાં અલ સૌસી, અલ યારમૂક, અલ અમીન મોહમ્મદ, અહમદ યાસીન, ધ વેસ્ટર્ન મૉસ્ક અને અલ-કરબી મસ્જિદો પણ તોડી પાડવામાં આવી હતી. આ એવી મસ્જિદો હતી જેને આતંકવાદીઓએ અડ્ડો બનાવી દીધી હતી. 

    - Advertisement -

    શનિવારે (7 ઓક્ટોબર) અચાનક આતંકવાદી સંગઠન હમાસે હુમલો કરી દીધા બાદ વળતો જવાબ આપવા માટે ઈઝરાયેલે યુદ્ધ જાહેર કર્યું છે. જેના ભાગરૂપે હવાઈ હુમલાઓ કરીને ગાઝામાં આતંકના અડ્ડાઓને સાફ કરવામાં આવી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, અત્યાર સુધીમાં ઈઝરાયેલે ગાઝામાં આતંકી ગતિવિધિઓમાં લિપ્ત અનેક ઠેકાણાં સાફ કરી નાખ્યાં છે, જેમાં 7 મસ્જિદો પણ સામેલ છે. 

    તાજેતરમાં ઇઝરાયેલી વાયુ સેના ગાઝાની અલ અબ્બાસ મસ્જિદને નિશાન બનાવી હતી અને બૉમ્બમારો કરીને જમીનદોસ્ત કરી નાખી હતી. આ ઉપરાંત, શનિવારથી અત્યાર સુધીમાં અલ સૌસી, અલ યારમૂક, અલ અમીન મોહમ્મદ, અહમદ યાસીન, ધ વેસ્ટર્ન મૉસ્ક અને અલ-કરબી મસ્જિદો પણ તોડી પાડવામાં આવી હતી. આ એવી મસ્જિદો હતી જેને આતંકવાદીઓએ અડ્ડો બનાવી દીધી હતી. 

    સૌથી પહેલાં ઈઝરાયેલે અલ અમીન મુહમ્મદ મસ્જિદને ધ્વસ્ત કરી હતી. આ મસ્જિદ દક્ષિણ ગાઝામાં આવેલી હતી. વાયુસેનાએ એરસ્ટ્રાઈક કરીને તેને તોડી પાડી. સેનાએ જણાવ્યું કે આતંકવાદીઓ અહીં હથિયારો છુપાવતા હતા. જેથી કાર્યવાહી કરીને આખી ઇમારત જ તોડી પાડવામાં આવી. તેની તસવીરો પણ સામે આવી હતી, જેમાં ધ્વસ્ત થયેલી મસ્જિદનો ગુંબજ અને કાટમાળ જોવા મળે છે. 

    - Advertisement -

    ત્યારબાદ ઇઝરાયેલી વાયુસેનાએ અલ-સૌસી મસ્જિદને નિશાન બનાવી, જ્યાં અનેક આતંકવાદીઓ આશરો લઈને બેઠા હતા. જેમાં 10 લોકો માર્યા ગયા અને બાકીના 60ને ઈજા પહોંચી હતી. આ કાર્યવાહી 9 ઓક્ટોબરના રોજ કરવામાં આવી હતી. એક વીડિયોમાં મસ્જિદ ધ્વસ્ત થયા પછી વિખેરાયેલો કાટમાળ જોઈ શકાય છે. 

    આ મસ્જિદ જ્યાં તોડવામાં આવી તેનાથી થોડા જ અંતરે આવેલી અલ-કરબી મસ્જિદને પણ ધ્વસ્ત કરી દેવામાં આવી. એરસ્ટ્રાઇક કરીને મસ્જિદ પર બૉમ્બ વરસાવવામાં આવ્યા હતા. 

    આ ઉપરાંત, ગાઝાની ‘ધ વેસ્ટર્ન મૉસ્ક’ પણ વાયુસેનાની ઝપટે ચડી ગઈ અને ક્ષણવારમાં જ જમીનદોસ્ત કરી દેવામાં આવી.

    ત્યારબાદ ગાઝા શહેર સ્થિત અહમદ યાસીન મસ્જિદ પણ તોડી નાખવામાં આવી. 

    અલ અબ્બાસ મસ્જિદની પણ એ જ હાલત થઈ. 

    અલ-યારમૂક મસ્જિદને પણ ઇઝરાયેલી વાયુસેનાએ ધ્વસ્ત કરી દીધી હતી. જેના વીડિયો પણ મીડિયા અને સોશિયલ મીડિયા પર જોવા મળે છે. 

    ઈઝરાયેલે સપ્લાય બંધ કર્યા બાદ હવે ગાઝામાં અંધારપટ

    ઈઝરાયેલે ગાઝા પટ્ટીને આપવામાં આવતાં પાણી, ઇંધણ, ભોજન અને વીજળીના સપ્લાય બંધ કરી દીધા બાદ હવે ગાઝા પાસે રહેલો પુરવઠો સમાપ્ત થતો જાય છે. ઇંધણ પૂર્ણ થઈ જતાં ગાઝાનો એકમાત્ર પાવરપ્લાન્ટ બંધ પડી ગયો છે, જેથી વીજળી હવે ત્યાં ભૂતકાળ બની ગઈ છે. હવે ગાઝા પાસે વીજળી માટે માત્ર જનરેટરો જ સહારો છે, પરંતુ તેના માટે પણ ઈંધણની જરૂર પડશે અને તેની ઉપર ઇઝરાયેલે પહેલેથી જ પ્રતિબંધ મૂકી દીધો છે. 

    ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં ઈઝરાયેલે ગાઝા મોકલવામાં આવતું પાણી, ઇંધણ, ભોજન તમામ બંધ કરી દીધું હતું અને સંપૂર્ણ ઘેરાબંધીના આદેશ આપ્યા હતા. ત્યારબાદ સેનાએ જણાવ્યું હતું કે તેમણે ગાઝા બોર્ડર સંપૂર્ણપણે સીલ કરી દીધી છે અને હવે આતંકવાદીઓનો સંપૂર્ણ સફાયો શરૂ કરવામાં આવશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં