Saturday, October 12, 2024
More
    હોમપેજદેશ24 કલાકમાં ભારતીય નૌકાદળનું બીજું એક મોટું ઓપરેશન: અરબી સમુદ્રમાં 'INS સુમિત્રા'એ...

    24 કલાકમાં ભારતીય નૌકાદળનું બીજું એક મોટું ઓપરેશન: અરબી સમુદ્રમાં ‘INS સુમિત્રા’એ ઈરાની જહાજ સહિત 19 પાકિસ્તાની નાગરિકોને સોમાલી ચાંચિયાઓથી બચાવ્યા

    ઇન્ડિયન નેવીના પ્રવક્તાએ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે, "INS સુમિત્રાએ માછીમારી જહાજ અલ નૈમી પર ચાંચિયાગીરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે અને 19 પાકિસ્તાની ક્રૂ મેમ્બર્સને 11 સોમાલી ચાંચિયાઓથી બચાવ્યા છે."

    - Advertisement -

    અરબી સમુદ્રમાં ભારતનું પ્રભુત્વ ખૂબ વધી રહ્યું છે. ભારતીય નૌકાદળ આ વિસ્તારમાં સતત એક્ટિવ છે. સમુદ્રી લૂંટેરા (ચાંચિયાઓ) આ વિસ્તારમાં ઘણા વેપારી જહાજોને હાઈજેક કરતાં આવ્યા છે. સાથે જ ઘણા જહાજો પર હુમલો થયો હોવાની પણ ખબર આવતી રહી છે. તેવામાં ભારતીય નૌકાદળે આ માટે કડક વલણ અપનાવવાનું ચાલુ કર્યું છે. આ ચાંચિયાઓથી જહાજોને સુરક્ષિત રાખવા માટે અદનની ખાડીમાં સ્વદેશી યુદ્ધ જહાજ ‘INS સુમિત્રા’ તૈનાત કરાયું છે. INS સુમિત્રાએ 24 કલાકમાં જ બીજી વાર અરબી સમુદ્રમાં મોટું ઓપરેશન પાર પાડ્યું છે. ભારતીય નૌકાદળે સોમાલી ચાંચિયાઓને જડબાતોડ જવાબ આપ્યો છે અને તેના કબજામાંથી એક ઈરાની જહાજ સહિત 19 પાકિસ્તાની નાગરિકોને છોડાવ્યા છે.

    સોમવારે (29 જાન્યુઆરી) ભારતીય નૌકાદળે સોમાલિયાના પૂર્વ કિનારે અરબી સમુદ્રમાં માછલીઓ પકડનારા 19 પાકિસ્તાની ખલાસીઓના જીવ બચાવ્યા છે. ઈરાનના ધ્વજવાળા આ જહાજને સોમાલી ચાંચિયાઓએ હાઈજેક કરી લીધું હતું. જે બાદ ભારતીય નૌકાદળ એલર્ટ મોડ પર આવી હતી અને તુરંત જ પોતાના યુદ્ધ જહાજ INS સુમિત્રાને પાકિસ્તાની નાગરિકોની સુરક્ષા માટે મોકલ્યું હતું. જ્યાં 11 ચાંચિયાઓએ 19 પાકિસ્તાનીઓને બંધક બનાવી દીધા હતા. ભારતીય નૌકાદળના સૈનિકોએ થોડા જ સમયમાં તમામ ચાંચિયાઓને ઘૂંટણભેર લાવી દીધા અને ઈરાની જહાજ FV અલ નૈમી સહિત 19 પાકિસ્તાનીઓને સુરક્ષિત લવાયા.

    ઇન્ડિયન નેવીના પ્રવક્તાએ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે, “INS સુમિત્રાએ માછીમારી જહાજ અલ નૈમી પર ચાંચિયાગીરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે અને 19 પાકિસ્તાની ક્રૂ મેમ્બર્સને 11 સોમાલી ચાંચિયાઓથી બચાવ્યા છે. આ કાર્યવાહી અદનની ખાડીમાં કોચીના સમુદ્ર કિનારાની નજીક આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 28 જાન્યુઆરીએ ઈરાની ધ્વજવાળા માછીમારી જહાજના હાઈજેક વિશેની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે બાદ ભારતીય યુદ્ધ જહાજ INS સુમિત્રાએ મોરચો સંભાળ્યો અને 19 પાકિસ્તાની નાગરિકોને લઈ જનારા જહાજને બચાવ્યું હતું. તેને સોમાલિયાના પૂર્વ કિનારે સશસ્ત્ર સોમાલી ચાંચિયાઓએ હાઈજેક કર્યું હતું.”

    - Advertisement -

    નોંધનીય છે કે, ઇન્ડિયન નેવીએ 24 કલાકની અંદર અરબી સમુદ્રમાં આ બીજું એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે. આ પહેલાં 28 જાન્યુઆરીએ ભારતીય નૌકાદળે અરબી સમુદ્રમાં વધુ એક સફળ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS સુમિત્રાએ ઈરાની જહાજ એમવી ઈમામને સોમાલી ચાંચિયાઓથી બચાવી લીધું હતું અને 17 ઈરાની નાગરિકોને પણ સુરક્ષિત બહાર લવાયા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં