Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘પોલ્સ આ ગઈ, પોલ્સ…’: પંજાબ પોલીસના હાથે અમૃતપાલ સિંઘની ધરપકડના સમાચાર બાદ...

    ‘પોલ્સ આ ગઈ, પોલ્સ…’: પંજાબ પોલીસના હાથે અમૃતપાલ સિંઘની ધરપકડના સમાચાર બાદ ટ્વિટર પર શૅર થયાં મીમ્સ

    ટ્વિટર યુઝર અમિત કુમારે ફિલ્મ ‘ફિર હેરા ફેરી’નું જાણીતું દ્રશ્ય એડિટ કરીને મૂક્યું હતું, જેમાં આગળ અમૃતપાલ અને તેના સાથીઓ ભાગતા દેખાય છે અને પાછળ પંજાબ પોલીસના અધિકારીઓ પકડવા દોડતા જોવા મળે છે. 

    - Advertisement -

    વારિસ પંજાબ દે સંગઠનના ચીફ અને ખાલિસ્તાની નેતા અમૃતપાલ સિંઘની શનિવારે (18 માર્ચ, 2023) પંજાબ પોલીસે ધરપકડ કરી લીધી હોવાના અહેવાલો મીડિયામાં ફરી રહ્યા છે. જ્યારથી આ સમાચાર સામે આવ્યા છે ત્યારથી બીજી તરફ સોશિયલ મીડિયા ઉપર ચર્ચા થઇ રહી છે અને લોકો મીમ્સ શૅર કરીને મજા લઇ રહ્યા છે. 

    હમણાં સોશિયલ મીડિયા પર ‘પોલ્સ આ ગઈ’નાં મીમ્સ ખૂબ વાયરલ થઇ રહ્યાં છે. આ વીડિયોમાં એક વ્યક્તિ પોતાની બાઈક મોડિફાઇડ કરાવીને તેમાં પોલીસનું સાયરન વગાડીને તેમના મિત્રોને ડરાવે છે. આ જ સમયગાળામાં અમૃતપાલની પંજાબ પોલીસના હાથે ધરપકડ થતાં સોશિયલ મીડિયા પર આ ઘટનાઓને જોડીને મીમ્સ શૅર કર્યાં હતાં. 

    જાણીતા ટ્વિટર યુઝર અમિત કુમારે ફિલ્મ ‘ફિર હેરા ફેરી’નું જાણીતું દ્રશ્ય એડિટ કરીને મૂક્યું હતું, જેમાં આગળ અમૃતપાલ અને તેના સાથીઓ ભાગતા દેખાય છે અને પાછળ પંજાબ પોલીસના અધિકારીઓ પકડવા દોડતા જોવા મળે છે. 

    - Advertisement -

    રાધે નામના એક યુઝરે મીમ શૅર કરીને દેશના લિબરલો અને ખાલિસ્તાનીઓની અત્યારની સ્થિતિ વર્ણવી હતી. 

    Meme Farmer આઈડી ધરાવતા એક વ્યક્તિએ એક બાળકને અમૃતપાલસિંઘ તરીકે દર્શાવ્યું હતું જે ભૂલ થઇ ગયા બાદ પકડાઈ જતાં પગે પડીને માફી માંગતો જોવા મળે છે. 

    અન્ય એક યુઝરે ‘બસ..નિકલ ગઈ હવા’વાળું મીમ શૅર કર્યું હતું. 

    નવીન તિવારી નામના એક વ્યક્તિએ ફિલ્મ સિંઘમનું દ્રશ્ય પોસ્ટ કર્યું હતું અને તેને અમૃતપાલ સિંઘની ધરપકડ સાથે સરખાવ્યું હતું. આ દ્રશ્યમાં પોતાને પકડવા આવેલા પોલીસ અધિકારીને ‘તું ચીટિંગ કરતા હૈ..’ કહીને વિલન રડતો જોવા મળે છે. 

    એક મીમમાં અમૃતપાલ સિંઘ અને પંજાબ પોલીસ વચ્ચેનો કાલ્પનિક સંવાદ દર્શાવવામાં આવ્યો હતો. 

    અમૃતપાલ સિંઘની શનિવારે બપોરે પંજાબ પોલીસે ધરપકડ કરી લીધી હતી. સવારે ખાલિસ્તાની નેતા અને તેના સાથીઓ સામે પોલીસે મોટું ઑપરેશન લૉન્ચ કર્યું હતું અને એક જગ્યાએ તેમના કાફલાને અટકાવવામાં આવ્યો હતો. જ્યાં અમૃતપાલના અમુક સાથીઓ પકડાઈ ગયા હતા પરંતુ તે ભાગી છૂટ્યો હતો. 

    ભાગેલા અમૃતપાલને પકડવા માટે પંજાબ પોલીસની 50થી 100 ગાડીઓ કામે લાગી હતી અને આખરે જાલંધરમાંથી અમૃતપાલની અટકાયત કરી લેવામાં આવી હતી. 

    29 વર્ષીય અમૃતપાલ સિંઘ ખાલિસ્તાન સમર્થક સંગઠન ‘વારિસ પંજાબ દે’નો પ્રમુખ છે. આ સંગઠન એક્ટર અને ‘એક્ટિવિસ્ટ’ દીપ સિદ્ધુએ સ્થાપ્યું હતું. સિદ્ધુના મોત બાદ દુબઇ રહેતો અમૃતપાલ ભારત આવી ગયો હતો અને સંગઠનનો ચીફ બની ગયો હતો. 

    અમૃતપાલ સિંઘ હજુ પણ ફરાર

    અમૃતપાલ સિંઘની ધરપકડ થઇ હોવાના અહેવાલો સામે આવ્યા બાદ પંજાબ પોલીસે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે હજુ પણ તે અને તેના કેટલાક સાથીઓ ફરાર છે અને તેમને શોધી કાઢવા માટે પંજાબ પોલીસ કાર્યવાહી કરી રહી છે. જોકે, પોલીસે સાત લોકોની ધરપકડ કરી હોવાનું જણાવ્યું હતું, પરંતુ અમૃતપાલ સિંઘ તેમાં સામેલ નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં