Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબજેટ સત્ર શરૂ થાય તે પહેલાં કોંગ્રેસને ગૃહમાં વિપક્ષનું પદ મળશે કે...

    બજેટ સત્ર શરૂ થાય તે પહેલાં કોંગ્રેસને ગૃહમાં વિપક્ષનું પદ મળશે કે કેમ? ‘વિપક્ષના નેતાની વ્યાખ્યા’ બદલવાની તૈયારીમાં ભાજપ

    ભાજપ બહુમતીના જોરે 1979ના ગુજરાત એક્ટ નંબર-16ના કાયદાની કલમ 2 (બી)માં વિપક્ષ નેતાની વ્યાખ્યા બદલવાની તૈયારી કરી લેતા કોંગ્રેસને ગૃહમાં વિપક્ષનું પદ મળશે કે કેમ તે સવાલ ઉભો થઇ રહ્યો છે.

    - Advertisement -

    વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ભૂંડી હાર થઇ હતી અને પાર્ટી માત્ર 17 બેઠકો પુરતી સમેટાઈ ગઈ હતી. વિધાનસભાની ચૂંટણીના પરિણામો 8મી ડિસેમ્બરે જાહેર થયા પછી સવા મહિનાની લાંબી ગડમથલ બાદ કોંગ્રેસ વિપક્ષના નેતાનું નામ માંડ-માંડ નક્કી કરી શકી હતી અને વિપક્ષી નેતા પદે અમિત ચાવડા અને ઉપનેતા તરીકે શૈલેષ પરમારની પસંગી કરી હતી. જો કે, હવે એ હદે મામલો પેચીદો બની રહ્યો છે કે કોંગ્રેસને ગૃહમાં વિપક્ષનું પદ મળશે કે કેમ તેના ઉપર સવાલ ઊઠી રહ્યા છે. ભાજપ કોંગ્રેસને વિપક્ષનું પદ આપવાના મૂડમાં નથી અને વિપક્ષ નેતાની વ્યાખ્યા બદલવાની તૈયારી કરી લીધી છે.

    ઝી24 કલાકના રીપોર્ટ મુજબ આગામી ૨૩મી ફેબ્રુઆરીથી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થવા જઇ રહ્યું છે અને જેમાં 25 બેઠકો મળવાની છે. ભાજપ બહુમતીના જોરે 1979ના ગુજરાત એક્ટ નંબર-16ના કાયદાની કલમ 2 (બી)માં વિપક્ષ નેતાની વ્યાખ્યા બદલવાની તૈયારી કરી લેતા કોંગ્રેસને ગૃહમાં વિપક્ષનું પદ મળશે કે કેમ તે સવાલ ઉભો થઇ રહ્યો છે. વિધાનસભા અધ્યક્ષે પણ કોંગ્રેસના સંસદીય દળના નેતાને નેતા વિપક્ષની માન્યતા હજુ પણ આપી નથી. ભાજપ કોંગ્રેસને વિપક્ષી દળની માન્યતા નહીં આપે તો પહેલીવાર એવું બનશે કે બજેટ સત્રમાં વિપક્ષ જ નહીં હોય. અગાઉ લોકસભાની ચૂંટણીમાં પણ કોગ્રેસનો સફાયો થતાં લોકસભામાં પણ કોંગ્રેસને વિપક્ષનું પદ મળ્યું નહોતું.

    ગુજરાતમાં આવું બનશે તો પહેલીવાર વિપક્ષ વિના જ બજેટ સત્ર મળશે. કોંગ્રેસને વિપક્ષની માન્યતા આપવી કે નહીં એ હવે ભાજપ ઉપર આધારિત છે. તાજેતરમાં જ અમિત ચાવડાએ વિપક્ષી નેતાનો પદભાર સંભાળ્યો હતો પણ હવે જો ભાજપ કોંગ્રેસને વિપક્ષનું પદ નહીં આપે તો અમિત ચાવડા ના ઘરના કે ના ઘાટના જેવા થઇને રહી જશે.

    - Advertisement -

    ભાજપ સુધારા વિધેયક લાવી શકે છે

    રિપોર્ટ પ્રમાણે 15 મી વિધાનસભામાં 156 ધારાસભ્યોવાળા પક્ષ ભાજપે વિપક્ષમાં 26 પૈકી સૌથી વધુ 17 સભ્યોવાળા કોંગ્રેસના સંસદીય દળના નેતાને વિપક્ષના નેતાનું પદ ન આપવાનું નક્કી કર્યુ છે. જેના માટે સરકારે 1979 ના ગુજરાત એક્ટ નંબર-16 ના કાયદાની કલમ 2 (બી) માં ‘વિપક્ષના નેતાની વ્યાખ્યા’ બદલવાની તૈયારી કરી લીધી છે. એટલા માટે જ અધ્યક્ષે હજી સુધી કોંગ્રેસના સંસદિય દળના નેતાને ‘નેતા વિપક્ષ’ની માન્યતા આપી નથી. આ પદ માટે સરકાર કાયદામાં ‘વિપક્ષોમાં સૌથી વધુ સંખ્યા’ એ શબ્દોને બદલે વિધાનસભાના કુલ સભ્યોના 10 ટકા’ મૂકવા સુધારા વિધેયક લાવશે. જો આ સુધારા વિધેયક પસાર થયું તો અમિત ચાવડા માટે મોટી સમસ્યા સર્જાઈ શકે છે.

    અમે પહેલાજ શક્યતાઓ જતાવી ચુક્યા છીએ

    નોંધનીય છે કે આ બાબતે ઑપઈન્ડિયાએ ગત 19 જાન્યુઆરી 2023ના રોજ એક લેખ પ્રકાશિત કર્યો હતો, જેમાં અમે લખ્યું હતું કે કઈ રીતે ગુજરાત વિધાનસભાના સેક્રેટરીએટ તરફથી મળેલા પત્ર બાદ માંડ માંડ પ્રદેશ કોંગ્રેસે પૂર્વ પ્રમુખ અમિત ચાવડાને વિધાનસભા પક્ષનાં નેતા તરીકે નીમ્યા હતા, પરંતુ હવે પક્ષને જે પદની લાલચ છે એ પદ તેને આ વિધાનસભામાં તો નહીં મળે તે લગભગ નક્કી થઇ ગયું છે.

    આ સિવાય અમિત ચાવડાને વિપક્ષનાં નેતાનું પદ નહીં જ મળે તે બાબતને પાક્કી કરતી એક ઘટનાનો પણ ઉલ્લેખ અમે તે લેખમાં કર્યો છે, જેમાં અમે લખ્યું છે કે કેવીરીતે ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષ શંકર ચૌધરીએ રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને વિપક્ષી નેતાને મળનારો બંગલો ફાળવી દીધો હતો. આ ઘટના એવી છે જે અમિત ચાવડાને વિપક્ષનાં નેતાનું પદ નહીં જ મળે તે બાબતને પાક્કી કરે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં