Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે છૂટાછેડાની અટકળો વચ્ચે સાનિયા મિર્ઝાએ રહસ્યમય પોસ્ટ...

    પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે છૂટાછેડાની અટકળો વચ્ચે સાનિયા મિર્ઝાએ રહસ્યમય પોસ્ટ શેર કરી

    સોશિયલ મીડિયા અટકળો વહેતી થઇ, સાનિયા-શોએબે અત્યાર સુધી કોઈ સ્પષ્ટતા ન કરી.

    - Advertisement -

    ભારતની પૂર્વ ટેનિસ સ્ટાર ખેલાડી સાનિયા મિર્ઝા અને પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએબ મલિકના છૂટાછેડાના દાવાઓ વચ્ચે સાનિયાની એક વિચિત્ર પોસ્ટ સોશિયલ મીડિયા પર સામે આવી છે. આ પોસ્ટ જોઈને એવું લાગે છે કે કદાચ છૂટાછેડાની અફવાઓ સાચી હોય અને બંને વચ્ચે કંઈ પણ બરાબર નથી ચાલી રહ્યું, અને સાનિયા શોએબના છુટાછેડા થશે.

    સાનિયાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ” where Do Broken Hearts Go? To Find Allah”, એટલેકે : “તૂટેલા દિલ ક્યાં જાય છે… અલ્લાહની શોધમાં.”

    આ પોસ્ટથી લોકો સોશિયલ મીડિયા પર સતત પોતાની અટકળો લગાવવામાં વ્યસ્ત થઇ ગયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સાનિયા શોએબના છુટાછેડા થશે તે વાત સાચી હોઈ શકે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે આ પોસ્ટનો સ્ક્રીનશોટ બોલિવૂડ લાઈફના અહેવાલ પરથી લેવામાં આવ્યો છે. સમાચાર લખતા સમયે સાનિયાની સ્ટોરીમાં આવી કોઈ પોસ્ટ નહોતી. તેથી ઑપઇન્ડિયા તેના સાચા કે ખોટાની પુષ્ટિ કરતું નથી. પરંતુ અહેવાલો મુજબ, શોએબ મલિક અને સાનિયા મિર્ઝા વચ્ચેની અંતર ‘સ્પ્રેડ લાઈક કા વોલ્ડ ફાયર’ શો પછી શરૂ થઈ હતી જ્યાં શોએબ સાનિયાની છેતરપિંડી કરતો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

    લગ્ન 12 વર્ષ પહેલા થયા હતા

    ઉલ્લેખનીય છે કે સાનિયા મિર્ઝા ભારતની ટેનિસ સ્ટાર છે. શોએબ પાકિસ્તાનનો પ્રખ્યાત ક્રિકેટર છે. બંનેના લગ્ન 2010માં થયા હતા. આ લગ્નને કારણે સાનિયાની ઘણી ટીકા પણ થઈ હતી. જો કે ત્યારબાદ સાનિયા ખુશ હતી. પરંતુ હવે 12 વર્ષ પછી પણ સ્થિતિ એવી નથી લાગી રહી. બંનેના સંબંધોને લઈને સવાલો ઉઠી રહ્યા છે. મીડિયામાં સતત અટકળો ચાલી રહી છે. દરમિયાન, સાનિયાની આવી પોસ્ટ્સે એવી અટકળોને વધુ વેગ આપ્યો છે જેમાં દાવો કરવામાં આવીરહ્યો હતો કે સાનિયા અને શોએબ છૂટાછેડા લેશે. અહી તે વાત પણ ઉલ્લેખનીય છે કે બંનેને એક પુત્ર ઈઝાન મલિક પણ છે. શોએબ મલિકે તાજેતરમાં તેના જન્મદિવસ પર એક પોસ્ટ શેર કરી હતી. તેમાં તેણે કહ્યું હતું કે તે જ્યાં પણ રહે છે, તે ઇઝાનને પ્રેમ કરતો રહેશે.

    પાકિસ્તાની મીડિયામાં થઈ રહ્યા છે દાવા

    પાકિસ્તાની મીડિયામાં એવી ચર્ચા છે કે બંનેના લગ્ન જોખમમાં છે. લોકો બંનેના લગ્નજીવનમાં તિરાડ પડી હોવાની શંકા કરી રહ્યા છે કારણ કે તાજેતરમાં જ પુત્ર ઇઝાનનો જન્મદિવસ હતો, ત્યારબાદ શોએબ અને સાનિયા બંનેએ સાથે મળીને ઉજવણી કરી હતી. જો કે શોએબ મલિકે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ બર્થડે સેલિબ્રેશનની તસવીરો શેર કરી હતી પરંતુ સાનિયા મિર્ઝાએ એવું કર્યું નથી. પાકિસ્તાની મીડિયામાં એવા અહેવાલો છે કે શોએબ મલિકે એક શો દરમિયાન સાનિયા સાથે છેતરપિંડી કરી હતી. બંને વચ્ચે અલગ થવાના સમાચાર વધુ જોર પકડવા લાગ્યા છે કારણ કે તાજેતરમાં સાનિયા મિર્ઝાએ એક પોસ્ટ કરી છે જેમાં તે તેના પુત્ર સાથે જોવા મળી રહી છે. આ પોસ્ટ સાથે, તેણે કોમેન્ટમાં લખ્યું, ‘આ તે ક્ષણો છે જે મને મુશ્કેલ સમયમાંથી બહાર કાઢે છે’.

    ઉલ્લેખનીય છે કે સાનિયા મિર્ઝાએ વર્ષ 2010માં પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા તે વખતે જ ઘણો હોબાળો થયો હતો. વાસ્તવમાં બન્યું એવું કે બંનેના લગ્ન દરમિયાન અન્ય એક મહિલાએ આરોપ લગાવ્યો હતો કે તે શોએબની પહેલી પત્ની છે, પરંતુ તેમ છતાં બંનેએ પોતાના સંબંધો જાળવી રાખ્યા હતા.

    સાનિયા મિર્ઝાની પોસ્ટ જોયા બાદ તેમના અલગ થવાની અટકળોને વધુ વેગ મળ્યો છે, પણ સાનિયા અને શોએબ મલિક બંને તરફથી અત્યાર સુધી સ્પષ્ટપણે કંઈ કહેવામાં આવ્યું નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં