Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ2008ની એક ઘટનાનો ખુલાસો: UPA સરકારને તૂટી પડતા બચાવવા માટે અતિકે મદદ...

    2008ની એક ઘટનાનો ખુલાસો: UPA સરકારને તૂટી પડતા બચાવવા માટે અતિકે મદદ કરી હતી; એના માટે ખાસ જેલમાંથી બહાર લાવવામાં આવ્યો હતો

    અતિક અહમદ સતત 15 વર્ષ ઉત્તર પ્રદેશનો વિધાનસભ્ય રહ્યો હતો. આમાંથી પહેલી ત્રણ વખત તે અપક્ષ અને ત્યારબાદ એક વખત સમાજવાદી પાર્ટી અને બીજી વખત અપના દલ તરફથી ચૂંટણી લડીને જીત્યો હતો.

    - Advertisement -

    માર્યો ગયેલો ગેંગસ્ટર ઉત્તર પ્રદેશના રાજકારણમાં અને બાદમાં ભારતના રાજકારણમાં પણ કેવું મહત્વનું સ્થાન ધરાવવા લાગ્યો હતો તેનો એક મહત્વનો ખુલાસો થયો છે. એક પુસ્તકમાં જણાવવામાં આવ્યું છેકે અતિક અહમદે UPA સરકારને તૂટી પડવા સામે મદદ કરી હતી. અહીં એ નોંધનીય છે કે ઉત્તર પ્રદેશનો માફિયા ડોન અતિક અહમદ શનિવારે રાત્રે પ્રયાગરાજમાં ત્રણ શખ્શો દ્વારા ઠાર મારવામાં આવ્યો હતો.    

    અતિક અહમદ સતત પાંચ વખત અલ્હાબાદ પશ્ચિમ બેઠકથી ઉત્તર પ્રદેશ વિધાનસભામાં ચૂંટાયો હતો. આ વર્ષો હતાં 1989, 1991, 1993, 1996 અને 2002. આમ તે સતત 15 વર્ષ ઉત્તર પ્રદેશનો વિધાનસભ્ય રહ્યો હતો. આમાંથી પહેલી ત્રણ વખત તે અપક્ષ અને ત્યારબાદ એક વખત સમાજવાદી પાર્ટી અને બીજી વખત અપના દલ તરફથી ચૂંટણી લડીને જીત્યો હતો. 

    2004ની લોકસભાની ચૂંટણીઓમાં સમાજવાદી પાર્ટીએ ગેંગસ્ટર અતિક અહમદને જ્યાંથી પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ ચૂંટણી લડતાં એ ફૂલપુર લોકસભા બેઠકથી પોતાનો ઉમેદવાર બનાવ્યો હતો અને જીતાડ્યો હતો. આ જ વર્ષે UPA દ્વારા પહેલીવાર કેન્દ્રમાં સરકાર બનાવી હતી. એ તો આપણે જાણીએ જ છીએ કે UPAમાં મુખ્ય પક્ષ કોંગ્રેસ હતો અને સોનિયા ગાંધીની મહેરબાનીથી ડો મનમોહન સિંહ ભારતના વડાપ્રધાન બન્યા હતાં. એક સમયે પ્રયાગરાજમાં ડરનું બીજું નામ બની ચુકેલા આ અતિક અહમદે UPA સરકારને એક સમયે તૂટી પડતા બચાવી લીધી હતી.

    - Advertisement -

    આ સરકારને દેશના વામપંથી પક્ષો બહારથી સમર્થન આપતા હતાં અને તેમનાં લોકસભામાં 43 સંસદ સભ્યો હતા. એક રીતે જોવા જઈએ તો આ સરકાર પર વામપંથી પક્ષોનો જબરો કંટ્રોલ હતો. તેમ છતાં મનમોહન સિંહે આ તમામ પક્ષોની ઈચ્છા અને હુકમ વિરુદ્ધ જઈને અમેરિકન રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશ સાથે 2008માં પરમાણુ સમજુતી કરી હતી. આ નિર્ણયથી ગુસ્સે થઈને વામપંથી પક્ષોએ સરકારને આપેલું સમર્થન પરત લઇ લીધું હતું. આ જ સમયે મુલાયમ સિંહનાં 36 સંસદ સભ્યોની મદદથી UPA સરકાર બચી ગઈ હતી. આ ઘટનાક્રમ રાજેશ સિંહ દ્વારા લખવામાં આવેલા એક પુસ્તક ‘Baahubalis of Indian Politics: From Bullet to Ballot’ માં વ્યવસ્થિત અને લંબાણપૂર્વક જણાવવામાં આવ્યો છે.

    આ પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે અતિક અહમદ સહીત 6 અપરાધી સંસદ સભ્યોને 48 કલાકની અંદર જ જેલમાંથી બહાર કાઢી દેવામાં આવ્યા હતાં જેથી તેઓ સંસદમાં આવીને UPAની સરકાર બચાવી લે. અતિક અહમદે UPA સરકારને બચાવી લેતાં તેના પક્ષમાં સંસદમાં મત આપ્યો હતો. એ સમયે UPAના 228 સંસદ સભ્યો હતાં અને બહુમત માટે તેને 44 સંસદ સભ્યોના મતની જરૂર હતી. સમાજવાદી પાર્ટી ઉપરાંત અજીત સિંહની રાષ્ટ્રીય લોકદળ અને એચડી દેવેગૌડાની જનતા દલ સેક્યુલરે આ સરકારના સમર્થનમાં મત આપીને તેને બચાવી લીધી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં