Sunday, April 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપુરી જગન્નાથ મંદિરમાં જબરજસ્તી ઘૂસી ગયો રહેમાન ખાન, પોલીસ સામે કરી ગાળાગાળી:...

    પુરી જગન્નાથ મંદિરમાં જબરજસ્તી ઘૂસી ગયો રહેમાન ખાન, પોલીસ સામે કરી ગાળાગાળી: ધાર્મિક લાગણી દુભાવવાના આરોપમાં થઈ ધરપકડ

    પોલીસે એવું જણાવ્યું હતું કે, રહેમાન ખાને આત્મહત્યા કરવા માટે ગુંબજ પર ચડવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, આત્મહત્યાનું કારણ પૂછવામાં આવતાં રહેમાન ખાન ચોક્કસ જવાબ આપી શક્યો ન હતો.

    - Advertisement -

    ઓરિસ્સાના જગન્નાથ પુરી મંદિરમાં એક બિન હિંદુ વ્યક્તિએ બળજબરીપૂર્વક ઘૂસવાનો પ્રયત્ન કરીને હોબાળો મચાવ્યો હતો. ગુરુવારે પોલીસે આ મામલે 25 વર્ષીય રહેમાન ખાનની ધરપકડ કરી છે.

    મંદિરના નિયમો અનુસાર, મંદિરમાં બિન હિંદુઓને પ્રવેશવાની મંજૂરી નથી. એટલે યુવક પર નિયમોનું ઉલ્લંઘન કરવાનો અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવો આરોપ મૂકવામાં આવ્યો છે.

    પશ્ચિમ બંગાળનો છે આરોપી

    - Advertisement -

    ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની એક રિપોર્ટ મુજબ, રહેમાન ખાન મૂળ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદનો રહેવાસી છે. બુધવારે 22 માર્ચ 2023ના રોજ રહેમાન ખાન જગન્નાથ પુરીમાં જબરજસ્તી ઘૂસી આવ્યો ત્યારે જ સુરક્ષા કર્મચારીઓએ તેને પકડી લીધો હતો. આ ઘટના રાત્રે 8:30 વાગ્યે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંદિરમાં પૂજા કર્યા બાદ બની હતી.

    એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “અમે તેની (રહેમાન ખાનની) મંદિરના નિયમોનું ઉલ્લંઘન કરવા અને ધાર્મિક લાગણીઓ દુભાવવાના આરોપમાં ધરપકડ કરી છે. તેણે સુરક્ષા કર્મચારીઓને ચકમો આપીને આ રીતે મંદિરમાં ઘૂસવાનો પ્રયત્ન શા માટે કર્યો, તેની તપાસ ચાલી રહી છે. તેનો મોબાઈલ ફોન પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે.”

    આત્મહત્યા કરવા માગતો હતો રહેમાન

    પોલીસે એવું જણાવ્યું હતું કે, રહેમાન ખાને આત્મહત્યા કરવા માટે ગુંબજ પર ચડવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, આત્મહત્યાનું કારણ પૂછવામાં આવતાં રહેમાન ખાન ચોક્કસ જવાબ આપી શક્યો ન હતો. ઓરિસ્સા પોલીસ, બંગાળ પોલીસની મદદથી આ મામલે તપાસ કરી રહી છે. રહેમાનના પરિવારને પણ આ ઘટનાથી અવગત કરાવવામાં આવ્યો છે.

    આ ઘટના બાદ મંદિરના અધિકારીઓએ ભક્તો માટે દર્શનની સુવિધા અસ્થાયી રૂપે બંધ કરી નાખી હતી. રિપોર્ટ્સ એવું કહે છે કે, રહેમાન ખાન સુરક્ષાકર્મીઓને ચકમો આપીને મંદિરના દક્ષિણ દ્વારથી અંદર ભાગ્યો અને જેવા પોલીસ અધિકારી તેની પાછળ ભાગ્યા, તે ગુંબજ પર ચડવા લાગ્યો અને બાદમાં પકડાઈ ગયો.

    પોલીસ અધિકારીએ ઉમેર્યું કે, “પકડાઈ ગયા બાદ રહેમાન ખાને પોલીસ સ્ટેશન લઈ જતાં કર્મચારીઓને ગાળો આપીને અભદ્ર વ્યવહાર કર્યો હતો. આરોપીને એ રાત્રે સિંહદ્વાર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. તેની વધુ પૂછપરછ કરવામાં આવશે.”

    તેમણે એવું પણ કહ્યું કે, તે માનસિક અસ્થિર હોય તેવું નથી લાગતું. તે નિયમો જાણતો હોવા છતાં મંદિરના પરિસરમાં ઘૂસી આવ્યો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં