Monday, September 9, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટયુપી: ગુજરાત મૂળની અમેરિકન મહિલા ડોક્ટરે ભગવાન શિવને ચડાવ્યો સોનાનો મુગટ, વર્ષ...

    યુપી: ગુજરાત મૂળની અમેરિકન મહિલા ડોક્ટરે ભગવાન શિવને ચડાવ્યો સોનાનો મુગટ, વર્ષ પહેલાં ઈસ્લામ છોડીને સનાતન અપનાવ્યો હતો

    મહિલા દ્વારા ભેટ કરાયેલો સોનાનો આ મુગટ 19 તોલાનો છે. જેને ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાના બે કારીગરોએ તૈયાર કર્યો છે.

    - Advertisement -

    કહેવાય છે કે આસ્થા અને ભક્તિનો પોતાનો અલગ જ આનંદ હોય છે. તેનો અનુભવ જે-તે વ્યક્તિ માટે અવર્ણનીય હોય છે. તાજેતરમાં ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ (Ghaziabad)ના ડાસનામાં શ્રદ્ધાનો આવો જ અનોખો કિસ્સો જોવા મળ્યો છે, જેમાં અમેરિકામાં રહેતી ગુજરાત મૂળની મહિલા ડૉક્ટરે 19 તોલા સોનાનો મુગટ ભગવાન શિવને અર્પણ કર્યો છે. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે મુગટ દાન કરનારી આ મહિલા ડૉક્ટર પહેલા મુસ્લિમ હતી, પરંતુ એક વર્ષ પહેલાં જ તેણે ધર્માંતરણ કરીને હિંદુ ધર્મ અપનાવ્યો છે.

    મહિલા ડોક્ટરે શિવ શક્તિ ધામ ડાસનામાં પારદેશ્વર મહાદેવ માટે શુદ્ધ સોનાનો મુગટ અને શૃંગારનો સામાન ભેટ કર્યો હતો. મહિલા દ્વારા ભેટ કરાયેલો સોનાનો આ મુગટ 19 તોલાનો છે. જેને ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાના બે કારીગરોએ તૈયાર કર્યો છે. મંગળવાર સવારે શિવશક્તિ ધામ ડાસનામાં ધાર્મિક વિધિ મુજબ રુદ્રાભિષેક બાદ પંડિત સનોજ શાસ્ત્રી અને પંડિત કૃષ્ણ વલ્લભ ભારદ્વાજે પારદેશ્વર મહાદેવને મુગટ પહેરાવીને શણગાર્યા હતા.

    મૂળ ગુજરાતી છે અમેરિકન મહિલા ડૉક્ટર

    શ્રી પંચદશનામ જૂના અખાડાના મહામંડલેશ્વર અને ડાસના મંદિરના પીઠાધીશ્વર યતિ નરસિંહાનંદ ગિરિએ જણાવ્યું કે, ડૉક્ટર મૂળ ગુજરાતી છે. તે હાલ અમેરિકામાં રહે છે અને ત્યાં ડૉક્ટરની પ્રેક્ટિસ કરે છે. મહંતે કહ્યું કે, ચૈત્ર નવરાત્રિના એક દિવસ પહેલાં અમાસને ભગવાન શિવની પૂજા માટે વિશેષ દિવસ માનવામાં આવે છે. આ વિશેષ દિવસે ડોક્ટરે પારદેશ્વર મહાદેવને શુદ્ધ સોનાનું મુગટ અને શૃંગાર ચઢાવ્યા હતા.

    - Advertisement -

    તેમણે કહ્યું કે, મહિલા ડૉક્ટર લગભગ 5 વર્ષ પહેલાં સોશિયલ મીડિયાના માધ્યમથી તેમના સંપર્કમાં આવ્યા હતા. એ દરમિયાન, મહિલાએ એક વખત ડાસના મંદિરની મુલાકાત પણ લીધી હતી. મહંતની વાતોથી પ્રભાવિત થઈને મુસ્લિમ મહિલા ડોક્ટરે ધર્માંતરણનો નિર્ણય કર્યો હતો. મહંતે ઉમેર્યું કે, એકાદ વર્ષ પહેલાં મહિલાએ સનાતન હિંદુ ધર્મ અપનાવ્યો તેમજ ભગવાન શિવને ગુરુ અને જગદંબા મહાકાલી ડાસના દેવીને પોતાની માતા માન્યા હતા.

    અન્ય એક રિપોર્ટ મુજબ, મહિલા પુસ્તકો અને ઉપનિષદો દ્વારા સનાતન ધર્મને જાણવા લાગી હતી. એ પછી મહિલાએ હિંદુ ધર્મથી પ્રભાવિત થઈને ઈસ્લામ છોડીને સનાતન અપનાવ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં