પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરી એક વાર નિવેદન આપીને વિવાદ સર્જ્યો છે. પોતાની પાર્ટી TMCના વાર્ષિક શહીદ દિવસના રેલી કાર્યક્રમમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પુલવામા આતંકવાદી હુમલા વિશે વિવાદિત ટિપ્પણી કરી હતી. ભાષણની 14મી મિનિટ અને 37મી સેકન્ડે બેનર્જીને દાવો કરતા સાંભળી શકાય છે કે, “હું વિદ્યાર્થીઓ અને યુવાઓને કહીશ કે ભાજપ પુલવામા (આતંકવાદી હુમલા) જેવા પૂર્વનિયોજિત કાંડ કરવાની યોજના બનાવી રહ્યો છે.”
મમતા બેનર્જીએ જ્યાં પુલવામા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કર્યો હતો ત્યાં તૃણમૂલ કોંગ્રેસના વાર્ષિક દિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી. વર્ષ 1993માં કલકત્તા ખાતે પોલીસના ગોળીબારમાં TMCના 13 કાર્યકર્તાઓ મૃત્યુ પામ્યા હતા, જેમની યાદમાં દર વર્ષે પાર્ટી દ્વારા આ દિવસ મનાવવામાં આવે છે. તે સમયે મમતા બેનર્જી ભારતીય યુવા કોંગ્રેસનાં પ્રદેશ અધ્યક્ષ હતાં. તાજેતરના કાર્યક્રમમાં મમતાએ કહ્યું હતું કે, “ભાજપ ફિલ્મોની જેમ ખોટા અને બનાવટી વિડીયો બનાવવાની યોજના બનાવી રહ્યો છે. તેઓ નાટકો કરશે, વિડીયો શૂટ કરશે અને બંગાળને બદનામ કરશે. આ તેમનું કાવતરું છે.”
પુલવામાં આતંકવાદી હુમલો અને હિંદુઓ માટે પાઠ
ઉલ્લેખનીય છે કે વર્ષ 2014ના 14 ફેબ્રુઆરીના દિવસે જમ્મુ-કાશ્મીરના નેશનલ હાઈ-વે 44 પર CRPF(સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)ના જવાનોને શ્રીનગર લઇ જતા કાફલા પર આત્મઘાતી બોમ્બ હુમલો કરવામાં આવ્યો હતો. જમ્મુ-કાશ્મીરના કાકાપોરાના રહેવાસી અને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી 22 વર્ષીય આદિલ અહમદ ડારે વિસ્ફોટક ભરેલી ગાડી જવાનોને લઇ જતી બસમાં અથડાવી દીધી હતી, જેમાં ભારતીય સેનાના 40 જવાનો વીરગતિ પામ્યા હતા.
એક તરફ આખો દેશ 40 જવાનોના વીરગતિ પામવા ઓર શોક મનાવી રહ્યો હતો, તો બીજી તરફ આતંકવાદી આદિલનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો. આત્મઘાતી હુમલા પહેલાં બનાવવામાં આવેલા આ વિડીયોમાં આદિલે કહ્યું હતું કે આ આતંકવાદી હુમલો માત્ર સરકારને સંદેશ આપવા પૂરતો સીમિત નહતો, પરંતુ હિંદુ બહુસંખ્યકો વિરુદ્ધ બદલાનું કામ હતું. આ વિડીયોમાં જૈશ-એ-મોહમ્મદનો આતંકવાદી આદિલ હિંદુઓને ‘હિન્દુસ્તાનના નામાપ મુશરિકોં’ (ભારતના અપવિત્ર મૂર્તિપૂજકો) અને ‘ગાયના પેશાબ પીવાવાળા’કહ્યા હતા.
Pulwama suicide bomber Adil Dar also cracked a Gaumutra joke before blowing himself apart https://t.co/iOkCBrNAiZ pic.twitter.com/ufdTZUSTsY
— Gems of Bollywood बॉलीवुड के रत्न (@GemsOfBollywood) April 1, 2021
ગાયને પવિત્ર માનતા હિંદુ સમુદાયને ટાર્ગેટ કરીને કરવામાં આવેલી આ વાંધાજનક ટિપ્પણીથી એ સ્પષ્ટ થઇ ગયું હતું કે પુલવામાનો હુમલો એ પાકિસ્તાન પોષિત આતંકવાદના કારણે થયેલો એકમાત્ર હુમલો ન હતો પરંતુ હિંદુઓ પર પણ એક હુમલો હતો.
ભાજપે મમતા પર વળતો પ્રહાર કર્યો
મમતા બેનર્જીની ટિપ્પણી બાદ ભાજપે વળતો પ્રહાર કર્યો હતો. બંગાળ ભાજપના પ્રમુખ સુકાન્તા મજમુદારે કહ્યું કે, મમતા બેનર્જીએ જે વલણ અપનાવ્યું છે તે પાકિસ્તાન સાથે મેળ ખાય છે. તેમના કોઈ સંપર્કો છે કે નહીં એ મને ખબર નથી પરંતુ તેની તપાસ થવી જોઈએ. પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ કહ્યું હતું કે બંગાળમાંથી મહિલા સુરક્ષા પર સવાલ થાય તેવા વિડીયો સામે આવી રહ્યા છે, જે ઘટનાઓ પર કાર્યવાહી કરવાને બદલે મમતા આ બધામાં વ્યસ્ત છે.