Saturday, October 5, 2024
More
    હોમપેજક્રાઈમમહેસાણાના વિસનગરમાં હસનઅલી મોમીને ઘરમાં ઘૂસીને પરિણીતા પર કર્યો બળાત્કાર, અપહરણ કરીને...

    મહેસાણાના વિસનગરમાં હસનઅલી મોમીને ઘરમાં ઘૂસીને પરિણીતા પર કર્યો બળાત્કાર, અપહરણ કરીને નેપાળ લઈ જઈને કર્યું શારીરિક શોષણ: સીરાઝ મોમીન સહિત 2 સામે નોંધાઈ ફરિયાદ

    હસનઅલીએ એક મહિના પહેલા તેનું અપહરણ કર્યું હતું અને તેને ભગાવીને નેપાળ લઇ ગયો હતો. જ્યાં એક ભાડાનું મકાન રાખીને ત્યાં તેને ગોંધી રાખવાના આવી હતી. આ દરમિયાન અનેકવાર તેની મરજી વિરુદ્ધ તેનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું.

    - Advertisement -

    ગુજરાતમાં હમણાંથી ઘણી પરિણીત મહિલાઓ છેડતી, બળાત્કાર સહિત શારીરિક શોષણનો ભોગ બનતી હોય તેવા કિસ્સા વધી ગયા છે. આવો જ એક કિસ્સો મહેસાણાના વિસનગરમાં સામે આવ્યો છે, જ્યા હસનઅલી મોમીન નામના આરોપીએ પરિણીત મહિલાના ઘરમાં ઘૂસીને તેને ધમકાવીને દુષ્કર્મ કર્યું હતું.

    એબીપી લાઈવના અહેવાલ અનુસાર પીડિત મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે એક મહિના પહેલા આરોપી હસનઅલી મોમીન બળજબરીથી તેના ઘરમાં ઘુસી આવ્યો હતો અને મારી નાખવાની ધમકી આપીને તેના પર દુષ્કર્મ આચર્યું હતું.

    મહિલાએ ફરિયાદમાં આગળ જણાવ્યું કે હસનઅલીએ એક મહિના પહેલા તેનું અપહરણ કર્યું હતું અને તેને ભગાવીને નેપાળ લઇ ગયો હતો. જ્યાં એક ભાડાનું મકાન રાખીને ત્યાં તેને ગોંધી રાખવાના આવી હતી. આ દરમિયાન અનેકવાર તેની મરજી વિરુદ્ધ તેનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું.

    - Advertisement -

    આ આખી ઘટના અંતર્ગત પીડિત મહિલાએ વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં હસનઅલી મોમીન અને તેને મદદ કરનાર સીરાઝ મોમીન સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ હાલ આ મામલાની તપાસ કરી રહી છે અને આરોપીઓને શોધી રહી છે.

    વડોદરામાં હિંદુ પરિણીતાને ધમકાવીને મહંમદ હુસૈન શેખે કર્યું હતું દુષ્કર્મ

    ગત મહિને અહેવાલો મળ્યા હતા એ મુજબ વડોદરા શહેરમાં એક હિંદુ પરિણીતાએ એક મુસ્લિમ યુવક સામે અડધી રાત્રે ઘરમાં ઘૂસીને પુત્રને મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ દાખલ કરાવી હતી. આરોપીની ઓળખ મહંમદ હુસૈન શેખ તરીકે થઇ હતી. દુષ્કર્મ ઉપરાંત તેની ઉપર મહિલાને દરગાહ પર લઇ જઈને દાગીના ઉતરાવીને તાવીજ પહેરાવી ધર્માંતરણ કરાવવા માટેના પ્રયાસો કર્યા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.

    બાદમાં હિંદુ પરિણીતાને ધમકાવીને દુષ્કર્મ આચરનારા મુસ્લિમ યુવકને ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યો હતો. આરોપી મહંમદ હુસૈન શેખે નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક મહિલાને એસિડ અટેકની અને તેના પુત્રને જાનથી મારી નાખવી ધમકી આપી હતી. જેથી મહિલાએ પોલીસમાં ફરિયાદ કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં