Wednesday, June 26, 2024
More
    હોમપેજદેશ1નું મોત, 10 ઘાયલ, 23ની ધરપકડ: 'પાકિસ્તાન ઝિંદાબાદ'ની પોસ્ટને લઈને મહારાષ્ટ્રના સતારામાં...

    1નું મોત, 10 ઘાયલ, 23ની ધરપકડ: ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ની પોસ્ટને લઈને મહારાષ્ટ્રના સતારામાં ભારે હિંસા બાદ કલમ 144 લાગુ

    હાલ મહારાષ્ટ્ર પ્રસાશન અને પોલીસ ખાતું પરિસ્થિતિ પર નજર રાખી કાર્યવાહી કરી રહ્યું છે. તાજા અહેવાલો અનુસાર, આ મામલે કુલ 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અનુસાર વિસ્તારમાં હાલ શાંતિ છે.

    - Advertisement -

    15 ઓગસ્ટથી વાયરલ થઈ રહેલી ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના સ્લોગનવાળી પોસ્ટને લઈને મહારાષ્ટ્રના સતારામાં ભારે હિંસા ભડકી ઉઠી છે. રવિવારે (10 સપ્ટેમ્બર) વાતાવરણ વધુ તંગ બન્યું હતું. અનેક જગ્યાએ આગચંપી અને પથ્થરમારાની ઘટનાઓ સામે આવી રહી હતી. રવિવારે એક મંદિર પર પથ્થરમારો કર્યા બાદ પરિસ્થિતિ વધુ વકરી હતી. પોલીસે 100થી વધુ લોકો પર ધારા 295 અને 34 અંતર્ગત ગુનો નોંધ્યો હતો. હિંસાના આ સિલસિલામાં 1 વ્યક્તિનું મોત અને 10 લોકો ઘાયલ થયા છે. હાલ પોલીસે 23 લોકોની ધરપકડ કરી છે. જિલ્લા કલેકટર દ્વારા ઇન્ટર સેવાઓને સ્થગિત કરવામાં આવી છે અને કલમ 144 લાગુ કરાઈ છે.

    અહેવાલોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રના સતારામાં પાકિસ્તાન સમર્થક પોસ્ટથી ભારે હિંસા ભડકી ઉઠી છે. આ હિંસામાં એક 32 વર્ષીય યુવકની મોત થઈ છે. જ્યારે 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. કોલ્હાપુરના વિશેષ IG સુનિલ ફુલારીએ લોકોને અફવાઓ અને વિવાદિત પોસ્ટનો શિકાર ન બનવા માટે અપીલ કરી છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે સતારા જિલ્લામાં સશસ્ત્ર ગાર્ડ અને મોબાઈલ પેટ્રોલિંગ તૈનાત કરવામાં આવ્યા છે. સાથે IG સુનિલ ફુલારીએ એ પણ કહ્યું છે કે, પોલીસ વિભાગે હમણાં સુધીમાં 23 લોકોની ધરપકડ કરી છે.

    શું હતી સમગ્ર ઘટના?

    ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના સતારામાં ગત 15મી ઓગસ્ટથી સતત ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ જેવાં પોસ્ટરો સોશિયલ મીડિયામાં શૅર કરવામાં આવી રહ્યાં હતાં. ત્યારથી જ ત્યાં વાતાવરણ તંગ હતું. તેવામાં રવિવારે (10 સપ્ટેમ્બર 2023) તણાવ વધી ગયો હતો. અનેક જગ્યાઓ પર આગચંપી અને પથ્થરમારાની ઘટનાઓ સામે આવવા લાગી હતી. લોકોનાં ટોળાં પણ રસ્તા પર ઉતરી આવ્યાં હતાં. જોકે, પરિસ્થિતિ વધુ વણસે તે પહેલાં જ પોલીસ એક્શનમાં આવી હતી અને ટોળાંને વિખેરી દીધાં હતાં.

    - Advertisement -

    એ ઉપરાંત રવિવારે એક મંદિર પર કેટલાક અજાણ્યા ઈસમો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જે બાદ આ હિંસા વધુ વકરી હતી. પરિસ્થિતિ પામી જતાં પ્રશાસને સતારાને પોલીસ છાવણીમાં ફેરવી દીધું હતું. કેટલીક જગ્યાએ પોલીસને બળપ્રયોગ પણ કરવો પડ્યો હોવાના અહેવાલો છે.

    આ દરમિયાન પોલીસે 100થી વધુ લોકો વિરુદ્ધ ધારા 295 અને 34 અંતર્ગત ગુનો નોંધી FIR પણ કરી છે. હાલ હિંસાવાળા સ્થળ પર પોલીસે કર્ફ્યુ જાહેર કરી દીધો છે. હાલ સતારામાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ છે, સાથે જ પ્રસાશન અને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. સાથે જ મોટાભાગના વિસ્તારને SRP દ્વારા કોર્ડન કરી દેવામાં આવ્યો છે. હાલ મહારાષ્ટ્ર પ્રસાશન અને પોલીસ ખાતું પરિસ્થિતિ પર નજર રાખી કાર્યવાહી કરી રહ્યું છે. તાજા અહેવાલો અનુસાર, આ મામલે કુલ 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અનુસાર વિસ્તારમાં હાલ શાંતિ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં