Thursday, April 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવિજય દેવરકોંડાની ડેબ્યુ ફિલ્મ લાઈગર પણ લાલ સિંહ ચઢ્ઢાના માર્ગે? તાજા રિવ્યુઝ...

    વિજય દેવરકોંડાની ડેબ્યુ ફિલ્મ લાઈગર પણ લાલ સિંહ ચઢ્ઢાના માર્ગે? તાજા રિવ્યુઝ તો એવું જ ચિત્ર ઉપસાવી રહ્યાં છે

    ફિલ્મ ઉપર મેકર્સ અને એક્ટર્સને આશાઓ ઉપર ખરા ન ઉતરવા બદલ દર્શકોની આકરી પ્રતિક્રિયાનો સામનો કરવો પાડી રહ્યો છે.

    - Advertisement -

    સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોંડાની બોલીવુડ ડેબ્યુ ફિલ્મ ‘લાઈગર’ રીલીઝ થઈ ગઈ છે. પરંતુ હવે આ ફિલ્મ લાઈગર પણ લાલ સિંહ ચઢ્ઢાના માર્ગે જતી જોવા મળી રહી છે. ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મમાં વિજય સાથે બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે છે, જ્યારે બાહુબલીની માતા શિવગામી દેવીનું પાત્ર ભજવનાર રામ્યા કૃષ્ણન તેની માતાની ભૂમિકામાં જોવા મળી છે. આ ફિલ્મનું નિર્દેશન પુરી જગન્નાથ દ્વારા કરવામાં આવ્યું છે અને તેનું નિર્માણ ધર્મા પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ કરવામાં આવ્યું છે. વિજય ધર્મા પ્રોડક્શન હેઠળ બનેલી ફિલ્મ લાઈગર બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહ્યો છે, જ્યારે અનન્યા પાંડે આ ફિલ્મ દ્વારા તેલુગુ સિનેમામાં ડેબ્યૂ કરી રહી છે.

    ફિલ્મ ઉપર “દુરથી ડુંગરા રઢિયામણા” જેવી પ્રતિક્રિયાઓ

    ફિલ્મ રીલીઝ થયા બાદ તરત જ નોટીજન્સે પ્રતિક્રિયાઓ આપવાની શરૂ કરી દીધી છે. અને તે જોયા બાદ સમજી શકાય છે કે ખુબ જ આશાઓ સાથે બનેલી આ ફિલ્મે દર્શકોની આશા ઉપર પાણી ફેરવી નાંખ્યું છે. આકર્ષક પોસ્ટર અને કાસ્ટિંગ બાદ રખાયેલી અપેક્ષઓ ઉપર ખરી ન ઉતરતા ફિલ્મને આકરી પ્રતિક્રિયાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

    - Advertisement -

    તેલુગુ ફિલ્મોના રિવ્યૂ માટે પ્રખ્યાત મિર્ચી9 એ ફિલ્મ ઉપર પોતાની પ્રતિક્રિયા આપી છે. ફિલ્મ વિશે વાત કરતાં મિર્ચી9 ટ્વીટર પર લખે છે કે “લાઈગરનો રિવ્યૂ…. ખુબ..ખુબ..ખુબ જ ખરાબ, મિર્ચી રેટિંગ 1.75/5.” મિર્ચી9 આગળ લખે છે કે, ‘લાઈગર ફિલ્મ તકનો લાભ ઉઠાવી શકી નથી તેમાં કોઈ શંકા નથી અને અભિનેતાએ સંપૂર્ણપણે તેનો દોષ સ્વીકારવો જોઈએ અને પટકથા માટે દિગ્દર્શકે ભૂલ સ્વીકારવી જોઈએ.’

    ફિલ્મ ઉપર બીજી પ્રતિક્રિયા આપી છે પ્રશાંત રંગાસ્વામી નામના યુઝરે. ફિલ્મ વિશે તીખો પ્રતિસાદ આપતા અભિનેતા વિજયને ટાંકીને તેઓ લખે છે કે, “વિજય દેવરકોંડાને ટેગ કરીને લખ્યું છે કે, તેમની બધી મહેનત વ્યર્થ ગઈ છે અને સ્ક્રીન પર તેમનું અટકી-અટકીને બોલવું બિલકુલ કામ આવ્યું નહીં. તેમણે અભિનેતાને સલાહ આપી કે તેઓ બોલીવુડથી દૂર રહે અને તેલુગુ ફિલ્મો કરે. તો આ ફિલ્મો આપોઆપ ભારતભરમાં ખ્યાતિ પામશે.”

    CK Review લાઈગર ફિલ્મની ત્રુટિઓ વિશે પ્રતિક્રિયા આપતા લખે છે કે, “વીડી (વિજય દેવરકોંડા)ના ફિઝિકલ ટ્રાન્સફોર્મેશન સિવાય આ ફિલ્મમાં કોઈ જ ખાસ બાબત નથી. અનન્યા તરફથી ભયાનક પ્રદર્શન. સાથે જ ફિલ્મમાં કોઈ વિલન પાત્ર નથી (જોકે પુરી ડી વિલન છે). ઇન્ટરવલ પહેલાં કમસેકમ સહન કરી શકાય તેવી છે, પણ ફિલ્મનો સેકંડ હાલ્ફ તો સાવ વાહિયાત છે. પરાણે માઈક ટાઈસનને બહાર લાવવાની કોશિશ દેખાઈ આવે છે. ભરપૂર આઉટડેટેડ સીન સાથે ફિલ્મ ખૂબ જ ખરાબ!”

    પોતાને ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર અને અમેરિકન ફિલ્મ રિવ્યૂઅર જણાવતા Venky Reviews નામનું ટ્વીટર હેન્ડલ ફિલ્મ ઉપર પોતાનો બળાપો કાઢતા લખે છે કે, “લાઈગર એક એવી ફિલ્મ જેના સફળ જવાની સંભાવનાઓ ખૂબ હતી, પણ ખૂબ જ ખરાબ લેખન અને નબળા ચિત્રણ બાદ આખી ફિલ્મ એળે ગઈ, વીડી (વિજય દેવરકોંડા)નું બોડી રૂપાંતરણ ખૂબ જ સારું છે. પણ તેનું સ્ટમરિંગ ચીઢ ચઢાવે તેવું છે. અભિનેત્રીનું કામ પણ ભયાનક લાગ્યું, બીજું કશું જ નોંધપાત્ર નથી.” ટ્વીટમાં Venky Reviews ફિલ્મને 2.25/5 રેટિંગ આપે છે.

    ટૂંકમાં, સાઉથના સુપર સ્ટાર વિજય દેવરકોંડાની બોલીવુડ ડેબ્યુ ફિલ્મ લાઈગર લાલ સિંહ ચઢ્ઢાના માર્ગે જતી એટલે કે ફ્લોપ થતી જોવા મળી રહી છે. સાથે જ ફિલ્મ ઉપર મેકર્સ અને એક્ટર્સને આશાઓ ઉપર ખરા ન ઉતરવા બદલ દર્શકોની આકરી પ્રતિક્રિયાનો સામનો કરવો પાડી રહ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં