Sunday, October 6, 2024
More
    હોમપેજવગેરે...મનોરંજનલાલ સિંહ ચઢ્ઢાના બોક્સઓફિસ પર ચીંથરાં ઉડેલા જોઈ આમિરને 'મુગલ' બનાવવાનો વિચાર...

    લાલ સિંહ ચઢ્ઢાના બોક્સઓફિસ પર ચીંથરાં ઉડેલા જોઈ આમિરને ‘મુગલ’ બનાવવાનો વિચાર નિર્દેશકે માંડી વાળ્યો: ટી-સિરીઝનો પ્રોજેક્ટ ચડ્યો માળિયે

    અમર ઉજાલા અનુસાર, અક્ષય અને ભૂષણ વચ્ચે ફિલ્મ 'મુગલ'ના નફાની વહેંચણીને લઈને વાતચીત ચાલી શકી નથી. આ પછી અક્ષય કુમારે 'મુગલ'માં કામ કરવાની ના પાડી દીધી હતી. તે સમયે ભૂષણ કુમારને આ વાત ખૂબ જ ખરાબ લાગી હતી, તેથી તેણે આ ફિલ્મમાં અક્ષય કુમાર કરતાં મોટા સ્ટારને લેવાનું નક્કી કર્યું. આ પછી આમિર ખાને ફિલ્મમાં ગુલશન કુમારનો રોલ કરવા માટે સંમતિ આપી હતી.

    - Advertisement -

    દેશની સૌથી મોટી મ્યુઝિક કંપની ટી-સિરીઝની સ્થાપના કરનાર ગુલશન કુમારની બાયોપિક ‘મુગલ’ બંધ થઈ ગઈ છે. આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું ભાવિ જોયા બાદ ‘મુગલ’ને રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફિલ્મમાં આમિર ખાન ગુલશન કુમારનું પાત્ર ભજવવાનો હતો. પરંતુ, ‘લાલ સિંહ ચઢ્ઢા’ બોક્સ ઓફિસ પર તૂટી પડ્યા બાદ, ‘મુગલ’ નિર્દેશક સુભાષ કપૂરે તેમની આગામી ફિલ્મ ‘જોલી એલએલબી 3’ શરૂ કરવાનું મન બનાવી લીધું છે.

    વાસ્તવમાં ટી-સીરીઝના ફાઉન્ડર ગુલશન કુમારના પુત્ર ભૂષણ કુમાર પોતાના પિતાના મ્યુઝિક મુગલ બનવાની કહાણી આખી દુનિયાને બતાવવા માંગતા હતા. કહેવાય છે કે ગુલશન કુમારને પણ પોતાને સંગીતનો મુગલ કહેવાનું પસંદ હતું. આ બાયોપિકની સ્ક્રિપ્ટ ડિરેક્ટર સુભાષ કપૂરે તૈયાર કરી છે. આ ફિલ્મમાં તેઓ સૌથી પહેલા અક્ષય કુમારને લઈને આવ્યા હતા. ફિલ્મનું પહેલું પોસ્ટર 15 માર્ચ, 2017ના રોજ રિલીઝ થયું હતું.

    અમર ઉજાલા અનુસાર, અક્ષય અને ભૂષણ વચ્ચે ફિલ્મ ‘મુગલ’ના નફાની વહેંચણીને લઈને વાતચીત ચાલી શકી નથી. આ પછી અક્ષય કુમારે ‘મુગલ’માં કામ કરવાની ના પાડી દીધી હતી. તે સમયે ભૂષણ કુમારને આ વાત ખૂબ જ ખરાબ લાગી હતી, તેથી તેણે આ ફિલ્મમાં અક્ષય કુમાર કરતાં મોટા સ્ટારને લેવાનું નક્કી કર્યું. આ પછી આમિર ખાને ફિલ્મમાં ગુલશન કુમારનો રોલ કરવા માટે સંમતિ આપી હતી.

    - Advertisement -

    આમિરની ટીમે આ ફિલ્મ વિશે કહ્યું કે તે ‘લાલ સિંહ ચઢ્ઢા‘નું કામ પૂરું કર્યા પછી ‘મુગલ’ પર કામ શરૂ કરવાનો હતો. પરંતુ, આ ફિલ્મમાં નાણાંનું રોકાણ કરતી કંપની T-Seriesએ તેનું શૂટિંગ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધું છે. તે જાણીતું છે કે દેશમાં ‘લાલ સિંહ ચડ્ઢા’ના બહિષ્કારના એલાન પછી, ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ ખરાબ થઈ. થિયેટરમાં લોકોની ગેરહાજરીને કારણે, શુક્રવાર માટેના તેના 1300 શો દેશભરના ઘણા થિયેટરોમાં રદ કરવામાં આવ્યા હતા.

    T-Seriesના ફાઉન્ડર ગુલશન કુમારની બાયોપિક માટે કંપનીનો ઉત્સાહ પૂરો થઈ ગયો છે. આ વર્ષે અને આવતા વર્ષે ટી-સીરીઝની ફિલ્મોની સ્લેટમાંથી ‘મુગલ’નું નામ પણ હટાવી દેવામાં આવ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં