Saturday, May 4, 2024
More
    હોમપેજગુજરાત‘અમે પોલીસકર્મીઓ અને તેમના પરિવારની સાથે’: ઉંઢેરામાં પથ્થરબાજોને પાઠ ભણાવવા બદલ સજા...

    ‘અમે પોલીસકર્મીઓ અને તેમના પરિવારની સાથે’: ઉંઢેરામાં પથ્થરબાજોને પાઠ ભણાવવા બદલ સજા પામેલા પોલીસકર્મીઓના સમર્થનમાં VHP, કહ્યું- તેમનો ઉદ્દેશ્ય ખોટો ન હતો

    આ પોલીસ કર્મચારીઓની કાર્યવાહી કાયદાકીય રીતે કદાચ અયોગ્ય હોય શકે પરંતુ તેમનો ઉદ્દેશ્ય ક્યાંય ખોટો કે ગુનાહિત ન હતો અને તેમણે તો સમાજમાં સુરક્ષા જળવાય રહે તે માટે જ કાર્યવાહી કરી હતી: VHP નેતા

    - Advertisement -

    ખેડાના ઉંઢેરામાં નવરાત્રિ દરમિયાન પથ્થરમારો કરનારા તોફાની તત્વોને જાહેરમાં પાઠ ભણાવનારા પોલીસ કર્મચારીઓ સામે ચાલતા એક વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપીને 4 પોલીસ કર્મચારીઓને 14 દિવસની જેલની સજા ફટકારી. આ મામલે વિશ્વ હિંદુ પરિષદે (VHP) પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારોનું સમર્થન કર્યું છે. VHPએ કહ્યું કે, પોલીસ અધિકારીઓનો ઉદ્દેશ્ય ખોટો ન હતો અને તેમણે માત્ર કાયદો-વ્યવસ્થા જાળવવા માટે જે-તે સમયે પગલાં લીધાં હતાં. 

    સમગ્ર મામલે VHP પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂતે X (અગાઉનું ટ્વિટર) પર લખ્યું કે, “પથ્થરબાજોને કાયદાનું ભાન કરાવતી ખેડા પોલીસની કાર્યવાહી પર હાઈકોર્ટે જે સજા ફટકારી છે તેમાં પુનર્વિચારની જરૂર છે અને તે માટે સરકારે આગળ આવવું જોઈએ.” તેમણે ઉમેર્યું કે, “ક્યારેય કાયદો-વ્યવસ્થા જાળવવા અને સમાજમાં દાખલો બેસે તે માટે કાર્યવાહી કરતાં ચૂક થાય છે, પરંતુ તેનું પરિણામ એવી સજા ન હોવી જોઈએ જેનાથી પોલીસકર્મીઓના પરિવારોને ભોગવવાનું થાય.” સાથે લખ્યું કે, આવી ઘટનાઓ પોલીસના મોરલને ડાઉન કરે છે અને વિશ્વ હિંદુ પરિષદ આ તમામ પોલીસકર્મીઓ અને તેમના પરિજનોની સાથે છે. 

    આવનાર દિવસોમાં પોલીસ આવી કડક કાર્યવાહી કરતાં ખચકાશે: VHP નેતા

    ઑપઇન્ડિયાએ પણ હિતેન્દ્રસિંહ રાજપૂતનો સંપર્ક કર્યો. વાતચીતમાં તેમણે જણાવ્યું કે, “આ પોલીસને ડિમોરલાઈઝ કરવાની વાત છે અને એવું પણ બને કે આવનારા દિવસોમાં પોલીસ આ પ્રકારે સમાજમાં દાખલા બેસે તે પ્રકારની કાર્યવાહી કરતાં ખચકાશે. ખાસ કરીને હાલના સમયમાં જે રીતે અમુક પ્રકારની ઘટનાઓનો વ્યાપ વધી રહ્યો છે તેને જોતાં કડક કાર્યવાહી કરવી જરૂરી બની જાય છે.” 

    - Advertisement -

    VHP નેતાએ કહ્યું કે, આ પોલીસ કર્મચારીઓની કાર્યવાહી કાયદાકીય રીતે કદાચ અયોગ્ય હોય શકે પરંતુ તેમનો ઉદ્દેશ્ય ક્યાંય ખોટો કે ગુનાહિત ન હતો અને તેમણે તો સમાજમાં સુરક્ષા જળવાય રહે તે માટે જ કાર્યવાહી કરી હતી. જેથી આ મામલે પુનર્વિચાર થાય તે જરૂરી છે. 

    પોલીસકર્મીઓના પરિવારો વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, આ નિર્ણયની સીધી અસર આ કર્મચારીઓના પરિજનો પર પણ પડશે અને તેમણે પણ ભોગવવાનું આવશે. આવા સમયે વિશ્વ હિંદુ પરિષદ આ પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારોની સાથે છે. 

    મુસ્લિમ કટ્ટરપંથીઓએ ગરબા પર કર્યો હતો પથ્થરમારો, બીજા દિવસે પોલીસે ભણાવ્યો હતો પાઠ 

    ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર, 2022માં નવરાત્રિ નિમિત્તે ખેડાના ઉંઢેરા ગામમાં કટ્ટરપંથી મુસ્લિમોએ ચાલુ ગરબાએ પથ્થરો ફેંક્યા હતા. જેમાં અમુક લોકોને ઈજા પહોંચી હતી. ઘટના બાદ પોલીસે મુખ્ય આરોપીઓ સહિત પથ્થરમારામાં જે કોઇ સામેલ હતા તેમની ઓળખ કરીને પકડી લઈને આખા ગામની વચ્ચે ઉભા રાખીને મેથીપાક આપ્યો હતો. જેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર ફરતા થયા હતા. 

    આ ઘટના બાદ ગુજરાત હાઈકોર્ટમાં મામલો પહોંચ્યો હતો અને પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ થઈ હતી. જેને લઈને એક વર્ષથી કેસ ચાલી રહ્યો હતો. આખરે કેસમાં કોર્ટે સજા સંભળાવી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં