Monday, September 9, 2024
More
    હોમપેજગુજરાતખેડા: માતરમાં ગરબા પર પથ્થરમારો કરનાર આરોપીઓને માર મારનાર 4 પોલીસકર્મીઓને સજા;...

    ખેડા: માતરમાં ગરબા પર પથ્થરમારો કરનાર આરોપીઓને માર મારનાર 4 પોલીસકર્મીઓને સજા; હાઈકોર્ટે 14 દિવસ માટે જેલમાં જવાનો કર્યો આદેશ

    ગત વર્ષે ખેડા જિલ્લાના માતરના ઉંઢેરામાં નવરાત્રીમાં પથ્થરમારાના આરોપીઓને જાહેરમાં થાંભલે બાંધીને માર મારવાના કેસમાં પોલીસકર્મીઓની મુશ્કેલી વધી છે. કોર્ટના હુકમના તિરસ્કારના દોષિત 4 પોલીસકર્મીઓને ગુજરાત હાઈકોર્ટે સજા ફટકારી છે.

    - Advertisement -

    ગુજરાત હાઈકોર્ટનો આજે એક મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે. જેમાં ખેડાના માતરના ઉંઢેરામાં ગરબા પર પથ્થરમારો કરનાર તોફાનીઓને માર મારનાર 4 પોલીસકર્મીઓને કોર્ટે 14 દિવસની સાદી જેલની સજા 2000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ચારેય પોલીસકર્મીઓને કોર્ટનો ઓડર મળે તેના 10 દિવસમાં હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે.

    ગત વર્ષે ખેડા જિલ્લાના માતરના ઉંઢેરામાં નવરાત્રીમાં પથ્થરમારાના આરોપીઓને જાહેરમાં થાંભલે બાંધીને માર મારવાના કેસમાં પોલીસકર્મીઓની મુશ્કેલી વધી છે. કોર્ટના હુકમના તિરસ્કારના દોષિત 4 પોલીસકર્મીઓને ગુજરાત હાઈકોર્ટે સજા ફટકારી છે. હાઈકોર્ટે ચારેય પોલીસ કર્મીઓને 14 દિવસની કેદની સજા અને 2000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ પહેલા તેઓએ પીડિત મુસ્લિમ યુવકોને વળતર ચૂકવવાની ઓફર આપી હતી, પરંતુ તેઓએ તે નકારી કાઢી હતી.

    ‘શાંતિ અને સુલેહ જાળવવા કાર્યવાહી જરૂરી હતી’: એસપીએ દાખલ કર્યું હતું સોગંદનામું

    નોંધનીય છે કે ચાલુ ગરબામાં પથ્થરમારો કરનારાઓને પાઠ ભણાવવા મામલે ખેડાના જિલ્લા પોલીસ અધિક્ષકે સોગંદનામું દાખલ કર્યું હતું. તેમાં પોલીસે કહ્યું કે, કાયદો-વ્યવસ્થા અને શાંતિ જાળવવા આ પ્રકારની કાર્યવાહી જરૂરી હતી. નોંધનીય છે કે ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઢેલા ગામમાં નવરાત્રીની ઉજવણી દરમિયાન મુસ્લિમો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં 6 લોકો ઘાયલ થયા હતા.

    - Advertisement -

    આ મહિનાની શરૂઆતમાં ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરતાં ખેડા જીલ્લા પોલીસ અધિક્ષક રાજેશ કુમાર ગઢિયાએ નોંધ્યું હતું કે, ડર અને હિંસા ફેલાવવા માટે ગરબામાં પથ્થરમારો કરનારાઓને પાઠ ભણાવવો જરૂરી હતો અને આ કાર્યવાહી માત્ર શાંતિ, સુલેહ, કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે કરવામાં આવી હતી. તેના માટે જ શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી હતી.

    આરીફ અને ઝહીર સહિતના મુસ્લિમ ટોળાએ ખેલૈયાઓ પર પથ્થર વરસાવ્યા હતા

    ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 3 ઓક્ટોબરના રોજ ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઢેરા ગામમાં નવરાત્રીની ઉજવણી દરમિયાન પથ્થરમારો થયો હતો, જેમાં 6 લોકો ઘાયલ થયા હતા. આ બાબતે ડીએસપી ખેડાએ જણાવ્યું હતું કે ઉંધેલા ગામમાં નવરાત્રિની ઉજવણી દરમિયાન આરિફ અને ઝહીર નામના બે લોકોની આગેવાનીમાં મુસ્લિમ ટોળાએ હંગામો મચાવ્યો હતો. બાદમાં તેઓએ પથ્થરમારો કર્યો હતો જેમાં 6 ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે તુરંત માતર પોલીસ, LCB અને SOG સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો.

    આ ઘટના બાદ પોલીસે સઘન કાર્યવાહી આદરી હતી, જેમાં આરોપીઓને ઝડપી પાડીને જાહેરમાં મેથીપાક આપ્યો હતો, જેથી અન્ય કોઇ તોફાનીઓ ભવિષ્યમાં આવી કોઇ ગહતનને અંજામ ના આપી શકે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં