Monday, November 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજ્ઞાનવાપી વિવાદિત ઢાંચામાં શિવલિંગ છે ફુવારો નહી; IIT-BHUના પ્રોફેસરે કહ્યું- જૂના જમાનામાં...

    જ્ઞાનવાપી વિવાદિત ઢાંચામાં શિવલિંગ છે ફુવારો નહી; IIT-BHUના પ્રોફેસરે કહ્યું- જૂના જમાનામાં વીજળી નહોતી, 150 ફૂટ પરથી પાણી છોડવું પડતું હતું.

    વારાણસીની જ્ઞાનવાપીના વિવાદાસ્પદ માળખામાંથી મળેલા શિવલિંગ બાબતે મુસ્લિમ પક્ષે તે ફુવારો હોવાનું કહ્યું છે પરંતુ BHUના પ્રોફેસરે આ વાતને ખોટી સાબિત કરી બતાવી છે અને એ પણ તથ્યો સાથે.

    - Advertisement -

    જ્ઞાનવાપી વિવાદિત ઢાંચામાં શિવલિંગ છે ફુવારો નથી તેવું પ્રોફેસર સિંહ નું કહેવું છે એક તરફ, મુસ્લિમ પક્ષ વારાણસીના વિવાદિત જ્ઞાનવાપી વિવાદાસ્પદ માળખામાં મળેલા શિવલિંગને ફુવારો કહીને ઇતિહાસને ખોટો સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે IIT, BHUના પ્રોફેસરે તેનો ઇનકાર કર્યો છે. IIT, BHUમાં મટિરિયલ્સ અને કેમિકલ સાયન્સના પ્રોફેસર આરએસ સિંહે કહ્યું કે આ શિવલિંગજ છે, કારણ કે જૂના જમાનામાં વીજળી નહોતી. જેનાથી સાબિત થઇ શકે કે જ્ઞાનવાપી વિવાદિત ઢાંચામાં શિવલિંગ છે ફુવારો નથી

    પ્રોફેસર સિંહે કહ્યું કે જૂના જમાનામાં ફૂવારો ચલાવવા માટે ખૂબ ઊંચાઈએથી પાણી છોડવામાં આવતું હતું અને તે દબાણ હેઠળ ફુવારાનો આકાર લેતો હતો. તેમણે કહ્યું કે વિવાદિત જ્ઞાનવાપી સંકુલમાં આવી કોઈ વ્યવસ્થા જોવા મળી નથી, કે જ્યાંથી ઉંચાઈ પરથી પાણી છોડવામાં આવતું હોય. શિવલિંગની ઉપર દેખાતી ફુવારા જેવી આકૃતિ સિમેન્ટની હોઈ શકે છે.

    શિવલિંગ પન્નાનું હોવાની બાબત અંગે તેમણે કહ્યું કે શિવલિંગનું રાસાયણિક પૃથ્થકરણ કરવામાં આવ્યું નથી, તેથી તે પન્નાનું છે કે કેમ તે કહેવું થોડું મુશ્કેલ છે. આ શિવલીંગને જોઈને લાગે છે કે તે ખૂબ જ જૂનું છે અને ઘણા સમયથી પાણીમાં છે. તેમણે કહ્યું કે છેલ્લી વખત તે 400-500 વર્ષ પહેલા રાજા ટોડરમલ દ્વારા બનાવવામાં આવ્યું હતું અને તે સમયે વીજળી નહોતી

    - Advertisement -

    પ્રોફેસર આર.એસ.સિંઘે જણાવ્યું કે જૂના જમાનામાં પણ ફુવારા બનાવવામાં આવ્યા હતા, પરંતુ જ્યાં સુધી 100-150 ફૂટ ઉપરથી પાણી ન છોડાય ત્યાં સુધી ફુવારામાં પાણી આવતું ન હતું. તેમણે કહ્યું કે આવડી ત્રિજ્યાનો આવો કોઈ ફુવારો હોઈજ ન શકે. જો તે ફુવારો છે, તો તેની નીચે કોઈ મિકેનિઝમ હશે અને તેની સિસ્ટમ બેઝમેન્ટમાં બનાવવામાં આવી હોય. પરંતુ હાલ તેવી કોઈ વ્યવસ્થા ત્યાં જોવા મળતી નથી.

    આજતક ના અહેવાલ અનુસાર, તેમણે કહ્યું કે જે લોકો તેને ફુવારો કહી રહ્યા છે, તેઓએ તે ફુવારો ચાલું કરીને બતાવવો જોઈએ. અને જો તે ચાલુ થઇ જાય તો માની જઈશુ કે એ ફુવારો છે, નહીં તો તે શિવલિંગજ છે. તો બીજી તરફ બીજી તરફ, કેમિકલ વિભાગના એસોસિયેટ પ્રોફેસર ચંદન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે જો તે ફુવારો છે, તો તેમાં નોઝલ હોવી જોઈએ, જે તેમાં દેખાતી નથી. તેણે કહ્યું કે તેમાં પાણી હોવું જોઈએ, તે પણ દેખાતું નથી. તેમણે કહ્યું કે આ શિવલિંગ પન્નાનું હોઈ શકે, પરંતુ તે સાબિત કરવા માટે તેની રાસાયણિક પૃથ્થકરણની તપાસ થવી જરૂરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં