Wednesday, November 6, 2024
More
    હોમપેજક્રાઈમવાપીના બલિઠાના શ્રમિક પરિવારની 15 વર્ષની દીકરીને લગ્નની લાલચ આપી ભગાવી ગયો...

    વાપીના બલિઠાના શ્રમિક પરિવારની 15 વર્ષની દીકરીને લગ્નની લાલચ આપી ભગાવી ગયો રોશન સૈયદ: પોલીસે મહારાષ્ટ્રના નાસિકથી ઝડપી પાડ્યો; અપહરણ, બળાત્કાર, POCSO અંતર્ગત ફરિયાદ

    ફરિયાદના આધારે પોલીસે તપાસ આદરીને આરોપી સુધી પહોંચવા મોબાઈલ લોકેશન જેવી ટેક્નિકલ માહિતી મેળવી અને સ્થાનિક બાતમીદારોને કામે લગાડ્યા હતા. તપાસના તાર મહારાષ્ટ્ર, કર્ણાટક અને તેલંગાણા સુધી જોડાયા હતા.

    - Advertisement -

    વલસાડ જિલ્લાના વાપી તાલુકાથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બલિઠા ખાતે રહેતા એક શ્રમિક પરિવારની 15 વર્ષની સગીર દીકરીને એક મુસ્લિમ યુવક લગ્નની લાલચ આપીને ભગાવી ગયો હતો. સગીરાના પરિવારે ફરિયાદ નોંધાવ્યા બાદ તપાસ કરતા યુવકને પોલીસે નાસિકથી ઝડપી પાડ્યો હતો. સગીરાને પણ પરિવારને સોંપવામાં આવી હતી. હાલ અપહરણ, POCSO સહિતના ગુનાહોમાં મુસ્લિમ યુવકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

    અહેવાલો અનુસાર આ ઘટના વાપી તાલુકાના બલિઠા ખાતે રહેતા એક શ્રમિક પરિવાર સાથે બની હતી. આ પરિવારમાં પતિ-પત્ની અને 4 બાળકીઓ છે. પતિ-પત્ની બંને મજૂરીએ જતા હોય છે અને ચારેય બાળકીઓ આખો દિવસ ઘરે એકલી હોય છે. તેવામાં આ પરિવારની એક 15 વર્ષની સગીરા સાથે રોશન સૈયદ નામના એક મુસ્લિમ યુવાને પહેલા મિત્રતા કરી અને બાદમાં લગ્નની લાલચ આપીને 4 જુલાઈના રોજ તેનું અપહરણ કરીને ભગાવી ગયો હતો.

    સગીરાના મા બાપ મજૂરીએથી ઘરે આવ્યા અને તેમણે એક દીકરીને ઘરે ના ભાળી. મોદી સાંજ સુધી દીકરી ઘરે ના આવતા તેઓએ આસ-પાડોશમાં, પરિવારમાં અને તેના મિત્રોના ત્યાં તાપસ કરી. પરંતુ કયાંયથી તેની ભાળ ના મળતા આખરે તેઓએ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં દીકરીના અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

    - Advertisement -

    ફરિયાદના આધારે પોલીસે તપાસ આદરીને આરોપી સુધી પહોંચવા મોબાઈલ લોકેશન જેવી ટેક્નિકલ માહિતી મેળવી અને સ્થાનિક બાતમીદારોને કામે લગાડ્યા હતા. તપાસના તાર મહારાષ્ટ્ર, કર્ણાટક અને તેલંગાણા સુધી જોડાયા હતા. આખરે કોઈક રીતે વાપી પોલીસે આરોપીને સગીરા સહિત મહારાષ્ટ્રના નાસિકથી ઝડપી પાડ્યો હતો અને વાપી પરત લઇ આવી હતી.

    રીક્ષાચાલક આરીફ મોહંમદે મહિલાની કરી છેડતી કરતા વાપી પોલીસે પાઠ ભણાવ્યો

    2 મહિના પહેલા પણ વાપીથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં વાપીના ગીતાનગરમાં રેલવે સ્ટેશન નજીક બુધવારે રીક્ષામાં પેસેન્જર ભરવાના મુદ્દે આરીફ મોહંમદ આબુસાદ સૈયદે મહિલા રીક્ષાચાલક સાથે બિભત્સ ભાષાનો ઉપયોગ કરી ધાકધમકી આપી હતી. લોકોએ ચાલકને સમજાવવા છતાં ગેરવર્તણૂંક કરતા તેને પોલીસ મથકે લઇ જવાયો હતો. 

    પોલીસે ધરપકડ કર્યા બાદ આરીફ સામે કાર્યવાહી કરી હતી. જે બાદ પોલીસ તેને ફરી ઘટનાસ્થળે લઇ આવી હતી જ્યાં તેને જાહેરમાં કાન પકડાવીને ઉઠક-બેઠક કરાવીને માફી મંગાવી હતી. આ વખતનો પણ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો હતો જેમાં એક મહિલા પત્રકાર જાણકરી આપે છે કે પોલીસથી ન ડરવાની વાત કરનાર આરીફ પોલીસ સામે 4 વાર પેન્ટમાં પેશાબ કરી ગયો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં