Monday, September 16, 2024
More
    હોમપેજગુજરાતવડોદરામાં રામ મંદિરને લઈને હિંદુઓને 'સર તન સે જુદા'ની ધમકી આપનાર હમજા,...

    વડોદરામાં રામ મંદિરને લઈને હિંદુઓને ‘સર તન સે જુદા’ની ધમકી આપનાર હમજા, ફૈઝન, જુનેદ સહિત 6ની ધરપકડ: સોશિયલ મીડિયામાં કરી હતી વિવાદિત પોસ્ટ

    આ પોસ્ટમાં ભારતના બહુમતી ધરાવતા સમાજને ખુલ્લી ધમકી આપવમાં આવી હતી કે, જ્યારે તે લોકોનો સમય આવશે ત્યારે ‘સર તન સે જુદા’ કરી નાખવામાં આવશે.

    - Advertisement -

    અયોધ્યામાં થયેલ ભવ્ય રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાથી એકબાજુ જ્યાં હિંદુ સમાજ ખુબ જ ઉત્સાહિત અને આનંદિત હતો, ત્યાં જ ઘણા રાક્ષસી માનસિકતા ધરાવતા કટ્ટરવાદીઓના પેટમાં તેલ રેડાયું હતું. આવા જ એક કિસ્સામાં વડોદરાના સાધલી ગામના કેટલાક મુસ્લિમ યુવાનોએ ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયત્ન કેસીએ સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ મૂકી હતી. હમજા ખત્રી, ફૈઝન નાનિયો અને જુનેદ કુરેશી સહિતના લોકોએ હિંદુઓને ‘સર તન સે જુદા’ની ધમકી આપી હતી. તાજી જાણકારી મુજબ પોલીસે આ વિષયમાં 6 આરોપીઓની ધરપકડ કરી છે.

    TV9ના તાજા અહેવાલ મુજબ હાલ વડોદરા પોલીસે હમજા ખત્રી, ફૈઝન નાનિયો અને જુનેદ કુરેશી સહિત 6 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. હાલ તેઓને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા છે અને પૂછપરછ શરૂ કરી દેવાઈ છે.

    ‘જબ વક્ત હમારા આયેગા, સર ધડ સે અલગ કિયા જાયેગા’– આવી કરી હતી પોસ્ટ

    વડોદરાના આ ત્રણ મુસ્લિમ યુવાનોએ ઈન્સ્ટાગ્રામ પર બાબરી મસ્જિદના ફોટા સાથે એક પોસ્ટ કરી હતી. તે વિવાદિત પોસ્ટ પર લખ્યું હતું કે, ‘જબ વક્ત હમારા આયેગા, તબ સર ધડ સે અલગ કિયા જાયેગા.’ આ પોસ્ટમાં ભારતના બહુમતી ધરાવતા સમાજને ખુલ્લી ધમકી આપવમાં આવી હતી કે, જ્યારે તે લોકોનો સમય આવશે ત્યારે ‘સર તન સે જુદા’ કરી નાખવામાં આવશે. આ પોસ્ટ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ હતી. જે બાદ વડોદરાના શિનોર પોલીસ સ્ટેશને આ મામલે સંજ્ઞાન લઈને તપાસ શરૂ કરી દીધી હતી અને હવે ધરપકડ કરી લીધી છે.

    - Advertisement -

    નોંધનીય છે કે, તાજેતરમાં જ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન રામલલાની પ્રાણપ્રતિષ્ઠાના મહાઅવસરે આખા દેશમાં ઉજવણીઓ કરવામાં આવી રહી હતી, જેના ભાગરૂપે વડોદરા જિલ્લાના પાદરાના ભોજ ગામે ભગવાન શ્રીરામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા પર કટ્ટરપંથીઓના ટોળાંએ પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં 10 મહિલાઓ સહિત ઘણા લોકોને ઈજાઓ પહોંચી હતી. આ મામલે પોલીસે 26 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં