Monday, May 6, 2024
More
    હોમપેજગુજરાતગુજરાત માટે ગોઝારો દિવસ: હરણી તળાવ અકસ્માતમાં 12 બાળકો અને 2 શિક્ષકોના...

    ગુજરાત માટે ગોઝારો દિવસ: હરણી તળાવ અકસ્માતમાં 12 બાળકો અને 2 શિક્ષકોના મોત, 18 સામે ગુનો નોંધ્યો; CM અને ગૃહરાજ્યમંત્રી પહોંચ્યા હતા ઘટનાસ્થળે

    દુર્ઘટનાની જાણ થતા જ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી મોડી રાત્રે વડોદરા સ્થિત દુર્ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. તેઓએ હોસ્પિટલમાં જઈ ઈજાગ્રસ્તોની મુલાકાત પણ લીધી હતી.

    - Advertisement -

    વડોદરામાં બનેલી ગોઝારી ઘટનાથી સમગ્ર ગુજરાત શોકમાં છે. બોટ દુર્ઘટનામાં અત્યાર સુધી 12 બાળકો અને 2 શિક્ષકોના મોતના થયા છે, જયારે બીજા બચાવ થયેલા બાળકોની સારવાર ચાલી રહી છે. આ મામલે દોષિતો પર પગલાં લેતા પ્રશાસને 18 વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો છે. મોડી રાત્રે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ઘટના સ્થળે નિરીક્ષણ માટે પહોંચ્યા હતા.

    મળતી માહિતી પ્રમાણે હરણી બોટ દુર્ઘટનામાં મૃતકનો આંકડો 14 સુધી પહોંચ્યો છે, જેમાં 12 બાળકો અને 2 શિક્ષકોના મોત થયા છે. વડોદરા સ્થિત ન્યૂ સનરાઈઝ સ્કૂલમાંથી વિદ્યાર્થીઓ અને સ્ટાફ સાથે કુલ 82 લોકો હરણી તળાવના પ્રવાસે ગયા હતા. જ્યાં બોટની ક્ષમતા 14 સીટની હોવા છતાં બોટ સંચાલકોએ નિયમોનું ઉલ્લંઘન કરતા કુલ 31 લોકોને બોટમાં બેસાડ્યા હતા. જેમાં 23 બાળકો, 4 શિક્ષકો અને બીજો 4 સ્ટાફ હતો. ક્ષમતા કરતા વધારે વ્યક્તિઓ હોવાથી બોટનું સંતુલન ખોરવાઈ જતા તે પાણીમાં પલટી ગઈ હતી. જે પછી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તત્કાલ રેસ્ક્યુ કરાતા 13 બાળકો અને 2 શિક્ષકોને બચાવવામાં આવ્યા હતા, જયારે 2 શિક્ષકો સહિત 12 બાળકો મૃત્યુ પામ્યા હતા.

    દુર્ઘટનાની જાણ થતા જ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી મોડી રાત્રે વડોદરા સ્થિત દુર્ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. તેઓએ હોસ્પિટલમાં જઈ ઈજાગ્રસ્તોની મુલાકાત પણ લીધી હતી. રાજ્ય સરકારે તત્કાલ જિલ્લા મેજિસ્ટ્રેટને દુર્ઘટનાની તપાસના આદેશ આપ્યા હતા. આ ઉપરાંત રાજ્ય સરકારે દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પ્રત્યેક મૃતકના પરિવારજનને ₹4 લાખ અને ઈજાગ્રસ્તોને ₹50,000 હજારની સહાય કરવાની જાહેરાત કરી છે. ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં ઘટના અને દોષિતો પર કાર્યવાહીની માહિતી આપી હતી.

    - Advertisement -

    હર્ષ સંઘવીએ જણાવ્યું કે, “ઘટના બનતા જ રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા તંત્રને કડક સૂચના આપી દેવામાં આવી છે. બોટ દુર્ઘટનામાં જે આરોપીઓ છે તેમની સામે કડક પગલાં લેવામાં આવશે. મુખ્યમંત્રીએ મજબૂત FIR દાખલ કરવા પણ સૂચના આપી દીધી છે. આ ઘટનામાં અત્યાર સુધી IPC 304, 308 અને 114 મુજબ ફરિયાદ દાખલ કરી લેવામાં છે. આ ઉપરાંત બે આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે. એક આરોપી હાલ હોસ્પિટલમાં દાખલ છે. તો અન્ય આરોપીઓને પકડી પાડવા માટે પોલીસની અલગ અલગ 9 ટીમો બનાવવામાં આવી છે”

    આ મામલે પોલીસે હરણી બોટ દુર્ઘટનામાં મેસર્સ કોટીયા પ્રોજેકટના સંચાલકો વિરુદ્ધ બેદરકારીનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે કલમ 304, 308, 337,338, 114 હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી હતી. ઘટનામાં કુલ 18 લોકો સામે ગુનો નોધવામાં આવ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં