Sunday, May 19, 2024
More
    હોમપેજગુજરાતવડોદરાના હરણી ખાતેના મોટનાથ તળાવમાં નાવ પલટતા 9 બાળકોના મોતનો દાવો: શાળાના...

    વડોદરાના હરણી ખાતેના મોટનાથ તળાવમાં નાવ પલટતા 9 બાળકોના મોતનો દાવો: શાળાના 20થી વધુ વિદ્યાર્થીઓ હતા સવાર, બચાવકાર્ય ચાલુ

    બચાવકાર્ય હજુ ચાલુ હોવાથી ક્ષણેક્ષણે નવી અપડેટ આવી રહી છે. થોડા સમયમાં વધુ જાણકારી સાથે આ અહેવાલને પણ અપડેટ કરવામાં આવશે.

    - Advertisement -

    વડોદરા શહેરના હરણી ખાતેના જાણીતા મોટનાથ તળાવથી એક ગંભીર સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં એક ખાનગી શાળાના બાળકોને તળાવમાં રાઉન્ડ મારવા લઇ ગયેલી બોટ પલટી જતા તમામ બાળકો ડૂબી ગયા હતા. હમણાં સુધી 9 બાળકોના મોતની પુષ્ટિ થઈ છે, બચાવકાર્ય હજુ પણ ચાલુ છે. પ્રારંભિક અહેવાલોમાં દાવો કરાયો છે કે બોટમાં બેસ્ટ પહેલા કોઈને લાઈફ જેકેટ પહેરાવવામાં નહોતો આવ્યા.

    ભાસ્કરના અહેવાલ મુજબ હજુ સુધી 9 બાળકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. બચાવકાર્ય હજુ પણ ચાલુ છે.

    વડોદરાની ન્યુ સન રાઇઝ શાળાના 24 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો પિકનિક માટે હરણી ખાતેના મોટનાથ તળાવ પહોચ્યા હતા. જ્યાં તેઓ એક હોડીમાં બેસીને તળાવમાં રાઉન્ડ મારવા ગયા હતા ત્યારે આ કરૂણાંતિકા થઈ હતી.

    - Advertisement -

    દાવો એ પણ કરવામાં આવ્યો છે કે હોડીમાં કેપેસિટી કરતા વધુ વ્યક્તિઓ બેસાડવામાં આવ્યા હતા માટે આ દુર્ઘટના થઈ છે. હજુ પણ આ બાબતે વિગતો ધીમે ધીમે સામે આવી રહી છે. તેવામાં ગુજરાતના મુખ્યમંત્રીએ X પર પોસ્ટ કરીને આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા લખ્યું છે કે, “વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું.”

    નોંધનીય છે કે બચાવકાર્ય હજુ ચાલુ હોવાથી ક્ષણેક્ષણે નવી અપડેટ આવી રહી છે. થોડા સમયમાં વધુ જાણકારી સાથે આ અહેવાલને પણ અપડેટ કરવામાં આવશે.

    (અપડેટ: પછીથી આ ઘટનામાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોનાં મૃત્યુની પુષ્ટિ થઈ હતી. જ્યારે બાકીનાને બચાવી લેવામાં આવ્યા. વિગતો અહીંથી વાંચી શકાશે)

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં