Monday, May 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવડનગરના જવાન સિક્કિમમાં વીરગતિ પામ્યા: અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા, સ્વયંભૂ બંધ...

    વડનગરના જવાન સિક્કિમમાં વીરગતિ પામ્યા: અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા, સ્વયંભૂ બંધ રહ્યું નગર

    શુક્રવારે (7 એપ્રિલ, 2023) તેમનો પાર્થિવ દેહ મહેસાણાના તેમના વતન સુલીપુર ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં વડનગરથી સુલીપુર સુધી તેમની અંતિમયાત્રા યોજવામાં આવી હતી.

    - Advertisement -

    મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાનું સુલીપુર ગામ શોકમગ્ન થઈ ગયું છે. આ નાનકડા એવા ગામનો 26 વર્ષીય જવાન વીરગતિને પ્રાપ્ત થયાના દુઃખદ સમાચાર મળ્યા છે. સુલીપુરથી આવતા જવાન રાયસંગજી ઠાકોર વીરગતિને પ્રાપ્ત થયા છે. તેઓ સિક્કિમમાં પોતાની ફરજ બજાવતા હતા. તેઓ જે આર્મી ટ્રક ચલાવતા હતા એ નદીમાં પલટી ગઈ હતી. ત્યારબાદ તેમનો મૃતદેહ સિક્કિમની તીસ્તા નદીમાંથી મળી આવ્યો હતો. આ સમાચાર મળતાં જ વીરગતિ પામેલ જવાનના પરિવારજનો અને સમગ્ર સુલીપુર ગામમાં ઘેરો શોક વ્યાપી ગયો છે.

    શુક્રવારે (7 એપ્રિલ, 2023) તેમનો પાર્થિવ દેહ મહેસાણાના તેમના વતન સુલીપુર ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં વડનગરથી સુલીપુર સુધી તેમની અંતિમયાત્રા યોજવામાં આવી હતી, જેમાં હજારોની સંખ્યામાં લોકો આવ્યા હતા અને જવાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વડનગરના તમામ વેપારીઓએ આજે ધંધા-રોજગાર બંધ રાખ્યા હતા અને બાળકોથી માંડીને વૃદ્ધો સુધીના સૌ કોઈ જવાનની અંતિમયાત્રામાં જોડાયા હતા. જેની તસ્વીરો-વિડીયો સોશિયલ મીડિયા પર ફરતા થયા છે. જેમાં હજારોની સંખ્યામાં લોકો જોવા મળે છે અને સાથે ‘વંદે માતરમ’ અને ‘ભારત માતા કી જય’ના નારા લગતા પણ સાંભળવા મળે છે.

    આર્મીની ટ્રક તીસ્તા નદીમાં ખાબકી હતી, 5 દિવસે મળ્યો મૃતદેહ

    વડનગર તાલુકાના સુલીપુર ગામના જવાન રાયસંગજી ઠાકોર સિક્કિમ ખાતે ભારતીય સેનામાં ફરજ બજાવતા હતા. 1 એપ્રિલ, શનિવારે સવારે 10:30 આસપાસ રાયસંગજી ઠાકોર બંગાળના સિલ્લીગુડીથી આર્મીની ટ્રક લઈને સિક્કિમના ગંગટોક જઈ રહ્યા હતા. આ દરમિયાન મંગન જિલ્લાની તીસ્તા નદીમાં ટ્રક પલટી ગઈ હતી. ત્યારથી તેઓ લાપતા હતા અને શોધખોળ માટે તીસ્તા નદીમાં 5 દિવસ સુધી સર્ચ ઓપરેશન ચાલ્યા બાદ 5 એપ્રિલે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.

    - Advertisement -

    દુર્ઘટના પહેલાં પત્ની સાથે વાત કરી હતી

    જવાન રાયસંગજી ઠાકોરની 2017માં આર્મીમાં પસંદગી થઈ હતી. ત્યારબાદ તેમને પ્રથમ પોસ્ટિંગ જમ્મુ ખાતે મળ્યું હતું. જમ્મુમાં ફરજ બનાવ્યા બાદ તેમને સિક્કિમમાં પોસ્ટિંગ આપવામાં આવી હતી. તેઓ સિક્કિમમાં યુનિટ-517, બટાલિયન ASCમાં ફરજ બજાવતા હતા. ઘટનાના દિવસે 1 એપ્રિલના રોજ રાયસંગજીએ પત્ની સાથે ફોન પર વાત કરી હતી. તેઓ દસ જ દિવસમાં વતન પરત ફરવાના હતા. રાયસંગજી ઠાકોર વીરગતિને પ્રાપ્ત થતાં તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. તેમને આઠ માસનો પુત્ર પણ છે, જેણે પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં