Wednesday, September 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઉત્તરાખંડની શાળામાં શુક્રવારની નમાજની રજા, દેહરાદૂનમાં બ્રાઈટ એન્જલ પબ્લિક સ્કૂલ સંચાલક એમકે...

    ઉત્તરાખંડની શાળામાં શુક્રવારની નમાજની રજા, દેહરાદૂનમાં બ્રાઈટ એન્જલ પબ્લિક સ્કૂલ સંચાલક એમકે હુસૈન સામે હિન્દુ સંગઠનો અને વાલીઓનો વિરોધ પ્રદર્શન

    આ પહેલાં બિહારના કિશનગંજ જિલ્લાની 19 શાળાઓમાં રવિવારની જગ્યાએ શુક્રવારે રજા આપવામાં આવે છે. અને તે અગાઉ ઝારખંડના એક જિલ્લામાં લગભગ 100થી વધુ શાળાઓમાં રવિવારને બદલે શુક્રવારે રજા અપાતી હોવાનું સામે આવ્યું હતું.

    - Advertisement -

    ઉત્તરાખંડની શાળામાં શુક્રવારની નમાજની રજા રાખવાનો કિસ્સો સામે આવ્યો છે. શાળાનું નામ બ્રાઈટ એન્જલ પબ્લિક સ્કૂલ છે જે રાજધાની દેહરાદૂનના વિકાસનગર વિસ્તારમાં આવેલી છે. આ શાળાના સંચાલક એમ કે હુસૈન છે અને આચાર્ય અઝરા હુસૈન છે. લોકોના ભારે વિરોધ બાદ ઉત્તરાખંડની શાળામાં શુક્રવારની નમાજની રજા આપવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર , બ્રાઈટ એન્જલ સ્કૂલના બાળકોનો નિયમિત સમય સવારે 8 થી 2 વાગ્યાનો છે. તેમાં ભણતા વિદ્યાર્થીઓ ગયા ગુરુવારે (21 જુલાઈ, 2022) ઘરે આવ્યા ત્યારે તેમની ડાયરીમાં લખ્યું હતું કે દર શુક્રવારે બપોરે 12 વાગ્યે શાળા બંધ થઇ જશે. વાલીઓને શાળાનો આ આદેશ વિચિત્ર લાગ્યો અને તેઓએ આદેશનો વિરોધ કર્યો. જ્યારે હિંદુ સંગઠનોને આ અંગેની જાણ થઈ તો તેઓએ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (DM)ને આ હુકમની ફરિયાદ કરી. ડીએમએ તરત જ એસડીએમને મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.

    હિંદુ જાગરણ મંચના પદાધિકારી રાકેશ તોમરે આરોપ લગાવ્યો હતો કે, “શાળાના મેનેજર મુસ્લિમ સમુદાયમાંથી છે. તેઓ ધાર્મિક કટ્ટરતા ફેલાવી રહ્યા છે. શાળામાં તમામ ધર્મના બાળકો અભ્યાસ કરે છે. સ્કૂલ મેનેજમેન્ટના આ પગલાથી ઉત્તરાખંડની શિક્ષણ વ્યવસ્થા પર ખરાબ અસર પડશે.” થોડી જ વારમાં સ્કૂલનું ફરમાન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું અને લોકોએ સ્કૂલ મેનેજમેન્ટ સામે કાર્યવાહીની માંગ શરૂ કરી.

    - Advertisement -
    શાળા સંચાલકોનું માફીપત્ર (તસ્વીર સાભાર Opindia Hindi)

    આ સમગ્ર મામલે જ્યારે SDM વિકાસનગરે સ્કૂલના મેનેજર અને પ્રિન્સિપાલને પોતાની ઓફિસમાં બોલાવીને જવાબ માંગ્યો ત્યારે બંનેએ બિનશરતી માફી માંગી હતી. ત્યારબાદ તરત જ સ્કૂલ મેનેજમેન્ટે પોતાનો આદેશ પાછો ખેંચવાની જાહેરાત કરી હતી. જયારે શાળાના ડિરેક્ટરે આ નિર્ણયને સ્ટાફની સુવિધા માટે લેવાયેલું પગલું ગણાવ્યું હતું.

    ડાયરેક્ટર એમ કે હુસેન (તસ્વીર સાભાર Opindia Hindi)

    ઉલ્લેખનીય છે કે બ્રાઈટ એન્જલ પબ્લિક સ્કૂલના મેનેજર એમ.કે.હુસૈનને સ્થાનિક લોકો મેજર સાહેબ કહીને બોલાવે છે. પ્રિન્સિપાલ અઝરા હુસૈન તેમનાજ પરિવારમાંથી આવે છે. તેઓ સેનામાં લેફ્ટનન્ટ કર્નલ તરીકે નિવૃત્ત થયા હતા. બાદમાં તેઓ ઉત્તરાખંડ મુસ્લિમ શૈક્ષણિક કાયદા બોર્ડના અધ્યક્ષ પણ બન્યા. જ્યારે ઓપઇન્ડિયાએ તેમનો પક્ષ જાણવા તેમને ફોન કર્યો ત્યારે તેમણે ફોન ઉપાડ્યો ન હતો.

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં બિહારના કિશનગંજ જિલ્લાની 19 શાળાઓમાં રવિવારની જગ્યાએ શુક્રવારે રજા આપવામાં આવે છે. અને તે અગાઉ ઝારખંડના એક જિલ્લામાં લગભગ 100થી વધુ શાળાઓમાં રવિવારને બદલે શુક્રવારે રજા અપાતી હોવાનું સામે આવ્યું હતું. ઝારખંડના જામતાડા જિલ્લામાં 100થી વધુ સરકારી શાળાઓ મુસ્લિમ બાળકોની સંખ્યા વધુ હોવાના કારણે રવિવારને બદલે શુક્રવારે રાજા આપવામાં આવતી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં