Monday, April 29, 2024
More
    હોમપેજદેશપહેલા ઝારખંડ અને હવે બિહાર: કિશનગંજ જિલ્લાની 19 સરકારી શાળાઓમાં રવિવાર નહીં...

    પહેલા ઝારખંડ અને હવે બિહાર: કિશનગંજ જિલ્લાની 19 સરકારી શાળાઓમાં રવિવાર નહીં પણ શુક્રવારે અપાય છે રજા

    બિહારમાં જે શાળાઓમાં શુક્રવારે રજા આપવામાં આવે છે તે ઉર્દુ શાળાઓ નથી પરંતુ સામાન્ય સ્કૂલો જ છે. મુસ્લિમ વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાના કારણે આ શાળાઓમાં શુક્રવારે નમાઝ પઢવાની રજા આપવામાં આવે છે.

    - Advertisement -

    ઝારખંડમાં મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં રવિવારને બદલે શુક્રવારે રજા રાખવામાં આવતી હોવાનું સામે આવ્યાં બાદ હવે બિહારમાં પણ અમુક શાળાઓમાં રવિવારની જગ્યાએ શુક્રવારે રજા આપવામાં આવી રહી હોવાનું ખૂલ્યું છે. બિહારના કિશનગંજ જિલ્લાની 19 શાળાઓમાં રવિવારની જગ્યાએ શુક્રવારે રજા આપવામાં આવે છે. 

    આ ખુલાસો દૈનિક જાગરણના એક રિપોર્ટમાં થયો છે. રિપોર્ટ અનુસાર, શિક્ષણ વિભાગનું માનવું છે કે મુસ્લિમ બહુમતી વિસ્તાર હોવાના કારણે અને શાળાઓમાં મુસ્લિમ બાળકોની સંખ્યા વધુ હોવાના કારણે આવી પરંપરા શરૂ થઇ ગઈ છે. જ્યારે આ મામલે ક્યાંયથી કોઈ અધિકારીક આદેશ પારિત કરવામાં આવ્યો નથી. 

    રિપોર્ટ અનુસાર, બિહારમાં જે શાળાઓમાં શુક્રવારે રજા આપવામાં આવે છે તે ઉર્દુ શાળાઓ નથી પરંતુ સામાન્ય સ્કૂલો જ છે. મુસ્લિમ વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાના કારણે આ શાળાઓમાં શુક્રવારે નમાઝ પઢવાની રજા આપવામાં આવે છે અને તેના બદલે રવિવારે શાળા ચાલુ રહે છે. 

    - Advertisement -

    લાઈન ઉર્દુ મધ્ય વિદ્યાલયના આચાર્યે આ મામલે જણાવ્યું હતું કે, આ હિંદી શાળા છે. અહીં મુસ્લિમ વિદ્યાર્થીઓની સંખ્યા 80 ટકાથી વધુ છે. શાળાના સ્થાપનાકાળથી અહીં શુક્રવારે નમાજ અદા કરવા માટે રજા રાખવામાં આવે છે અને રવિવારે શિક્ષણકાર્ય ચાલુ રાખે છે. શાળાની સ્થાપના 1901માં થઇ હતી. 

    આ મામલે કિશનગંજ જિલ્લાના શિક્ષણાધિકારી સુભાષ ગુપ્તાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં લઘુમતી વિસ્તારોમાં શાળાઓમાં જૂની પરંપરા અનુસાર શુક્રવારે રજા અને રવિવારે શિક્ષણ કાર્ય ચાલુ રહે છે. આવી શાળાઓ સ્થાપનાથી આ જ રીતે ચાલતી આવી છે. આ મામલે કોઈ આદેશ કરવામાં આવ્યા નથી. અન્ય શાળાઓઈ જેમ આ શાળાઓ પણ શુક્રવારે ચાલુ રાખવા માટે વાતચીત કરવામાં આવશે. બીજી તરફ, શિક્ષણ વિભાગના ડીપીઓ શૌકત અલીના જણાવ્યા અનુસાર, જિલ્લામાં કોઈ લઘુમતી શાળા નથી અને જે શાળાઓમાં શુક્રવારે રજા અને રવિવારે શિક્ષણ કાર્ય ચાલે છે, તે તમામ સામાન્ય શાળાઓ જ છે. 

    આ પહેલાં ઝારખંડના એક જિલ્લામાં લગભગ 100થી વધુ શાળાઓમાં રવિવારને બદલે શુક્રવારે રજા અપાતી હોવાનું સામે આવ્યું હતું. ઝારખંડના જામતાડા જિલ્લામાં 100થી વધુ સરકારી શાળાઓ મુસ્લિમ બાળકોની સંખ્યા વધુ હોવાના કારણે રવિવારને બદલે શુક્રવારે બંધ રહે છે. આ શાળાઓ ઉર્દુ વિદ્યાલયો નથી કે ન તેમને તંત્ર તરફથી શુક્રવારે શાળા બંધ કરવા માટેના નિર્દેશ આપવામાં આવ્યા છે. 

    સ્થાનિક લોકો અને શાળા મેનેજમેન્ટ સમિતિ દ્વારા આ સરકારી શાળાઓમાં રજા શુક્રવારે કરવા માટે દબાણ કરવામાં આવતું હોવાનું જણાવવામાં આવ્યું હતું. શરૂઆતમાં કેટલાંક બાળકોના વાલીઓએ શુક્રવારે જુમ્માનું કારણ આપીને શાળામાં તે દિવસે રજા આપવા માટે દબાણ કર્યું હતું. જે બાદ શાળા સમિતિએ બેઠક કરીને શુક્રવારે રજા અને રવિવારે શાળા ચાલુ રાખવાનું ફરમાન બહાર પાડી દીધું હતું. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં