Thursday, September 12, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહરિદ્વારના શોએબે સચિન બનીને 2 બાળકોની માતાને ફસાવી, લગ્ન બાદ ધર્માંતરણ કરવા...

    હરિદ્વારના શોએબે સચિન બનીને 2 બાળકોની માતાને ફસાવી, લગ્ન બાદ ધર્માંતરણ કરવા માર મારીને ગૌમાંસ ખવડાવતો: ફરિયાદ દાખલ થતાં ફરાર

    મહિલાએ આરોપ લગાવ્યો કે ત્યાર બાદ સચિને પોતાની સાચી હકીકત જણાવી અને પોતાનું અસલી નામ શોએબ હોવાનું જણાવ્યું હતું. અને મહિલાનું ધર્મ પરિવર્તન કરાવી તેની સાથે નિકાહ કરી લીધા.

    - Advertisement -

    ઉત્તરાખંડથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં હરિદ્વારના શોએબે સચિન બનીને 2 બાળકોની માતાને ફસાવી અને ધર્મ છુપાવીને લગ્ન કર્યા હતા. ત્યાર બાદ આ મહિલા અને તેના 4 વર્ષના બાળક પર ધર્માંતરણ કરવા માર મારવાથી લઈને ગૌમાંસ ખવડાવવા સુધી એ હદે ત્રાસ ગુજાર્યો કે અંતે મહિલાને પોલીસ ફરિયાદ કરવાની ફરજ પડી. હાલ આરોપી શોએબ ફરાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

    અહેવાલો અનુસાર હરિદ્વારના શોએબે સચિન બનીને 2 બાળકોની માતાને ફસાવી હોવાની આ ઘટના પથરી પોલીસ સ્ટેશન વિસ્તારની છે. પીડિતાએ આપેલી ફરિયાદ મુજબ આ પહેલા તેના લગ્ન ભગવાનપુર ખાતે થયા હતા. પરિણીત મહિલાએ બે બાળકોને પણ જન્મ પણ આપ્યો હતો. પરંતુ પતિ સાથે વિવાદ થયા બાદ મહિલા અને તેનો પતિ અલગ રહેવા લાગ્યા હતા. હાલ મહિલા પોતાના પિયરમાં રહેતી હતી. મહિલાનું કહેવું છે કે થોડા સમય પહેલા તેની મુલાકાત જાટ બાહાદરપુરના રહેવાસી સોએબ માંથી સચિન બનેલા યુવક સાથે થઇ હતી. સોએબ ઉર્ફે સચિને તેને તેના પ્રેમ જાળમાં ફસાવી હતી અને જ્વાલાપુરની હરિલોક કોલોનીમાં એક મૌલવી સાથે તેની ઓળખાણ કરાવી હતી.

    મહિલાએ આરોપ લગાવ્યો કે ત્યાર બાદ સચિને પોતાની સાચી હકીકત જણાવી અને પોતાનું અસલી નામ શોએબ હોવાનું જણાવ્યું હતું. અને મહિલાનું ધર્મ પરિવર્તન કરાવી તેની સાથે નિકાહ કરી લીધા. એટલું જ નહીં શોએબે મહિલાના 4 વર્ષના દીકરાનું પણ ધર્મ પરિવર્તન કરાવ્યું અને મહિલાનું નામ રેશમા અને બાળકનું નામ અરમાન અલી રાખી દીધું હતું. આરોપી શોએબ તેના અબ્બુ સાથે મળીને મા-દીકરાને માર મારીને નમાઝ પણ પઢાવતા હતા.

    - Advertisement -

    એટલું જ નહીં શોએબે તેને ધર્માંતરણ સાથે સાથે ગૌમાંસ ખવડાવવા દબાણ કર્યું હતું અને થોડા દિવસ તેની સાથે રહ્યા બાદ શોએબે તે મહિલાને છોડી દીધી હતી. પથરી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પવન ડિમરીએ જણાવ્યું હતું કે, હાલ તેમને પીડિત મહિલાની ફરિયાદ મળી છે, આ મામલે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. આરોપી શોએબ ગુનો દાખલ થવાની ખબર મળતાની સાથે જ ફરાર થઇ ચુક્યો છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તેની શોધખોળ આદરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં