Friday, October 4, 2024
More
    હોમપેજદેશફેક હલાલ સર્ટિફિકેટ સાથે ઉત્પાદનો વેચતી 9 કંપનીઓ સામે ઉત્તર પ્રદેશમાં FIR:...

    ફેક હલાલ સર્ટિફિકેટ સાથે ઉત્પાદનો વેચતી 9 કંપનીઓ સામે ઉત્તર પ્રદેશમાં FIR: રિપોર્ટ્સમાં દાવો- હલાલ સર્ટિફાઈડ ઉત્પાદનોના વેચાણ પર રોક લગાવી શકે યોગી સરકાર

    ફરિયાદીએ આશંકા વ્યક્ત કરી છે કે આ બધાં પાછળ ગુનાહિત ષડયંત્ર હોય શકે છે, જેમાં હલાલ સર્ટિફિકેટના નામે થતી ગેરકાયદેસર કમાણીથી આતંકવાદી સંગઠન અને રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓ માટે ફન્ડિંગ કરવામાં આવતું હોય શકે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર હલાલ સર્ટિફિકેશન સંબંધિત ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ લગાવવાનું વિચારી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે સ્વયં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંજ્ઞાન લીધું હોવાનું કહેવાય છે. 

    રિપોર્ટ્સ અનુસાર, રાજ્યમાં તેલ, સાબુ, ટૂથપેસ્ટ તેમજ અન્ય શાકાહારી ઉત્પાદનોને પણ હલાલ પ્રમાણપત્ર આપતી અને હલાલ સર્ટિફિકેશનને ધંધો બનાવીને ચાલતી કંપનીઓ પર કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. આ મામલે હલાલ સર્ટિફિકેશન આપતી 9 કંપનીઓ સામે FIR દાખલ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. 

    ફરિયાદ એક શૈલેન્દ્ર શર્મા નામના વ્યક્તિએ અજ્ઞાત કંપનીઓ સામે કરાવી છે. જેમાં IPCની કલમ 120B, 153A, 298, 384, 420, 467, 468, 471 અને 505 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. FIRમાં હલાલ ઈંડિયા પ્રાઈવેટ લિમિટેડ ચેન્નઈ, જમીયત ઉલેમા હિન્દ હલાલ ટ્રસ્ટ દિલ્હી, હલાલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા મુંબઇ, જમિયત ઉલેમા મહારાષ્ટ્ર મુંબઈ વગેરેનું નામ છે. આ સંસ્થાઓ પર આરોપ છે કે તેઓ મઝહબના નામે અમુક ઉત્પાદનો પર હલાલ પ્રમાણપત્ર આપી રહ્યાં છે, જ્યારે તેનો તેમને કોઇ અધિકાર નથી. ઉલ્લેખનીય છે કે ખાવાપીવાની ચીજવસ્તુઓ સહિતનાં ઉત્પાદનો માટે પ્રમાણપત્ર આપવા માટે FSSAI અને ISI જેવી સંસ્થાઓને અધિકૃત કરવામાં આવી છે. 

    - Advertisement -

    ફરિયાદીએ આશંકા વ્યક્ત કરી છે કે આ બધાં પાછળ ગુનાહિત ષડયંત્ર હોય શકે છે, જેમાં હલાલ સર્ટિફિકેટના નામે થતી ગેરકાયદેસર કમાણીથી આતંકવાદી સંગઠન અને રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓ માટે ફન્ડિંગ કરવામાં આવતું હોય શકે. અથવા તેના દ્વારા એ કંપનીઓને આર્થિક નુકસાન પહોંચાડવાનો પ્રયાસ પણ હોય શકે, જે હલાલ સર્ટિફિકેશન સાથે સામાન વેચતી નથી. 

    હલાલ શું હોય છે? 

    ઈસ્લામ અનુસાર, હલાલનો અર્થ માન્ય થાય છે. ખાદ્ય કે સૌંદર્ય ઉત્પાદનો જ્યારે હલાલ સર્ટિફાઇડ કરવામાં આવે તો તેનો અર્થ એ થાય કે તેમાં એવું કશું જ વપરાયું નથી જે ઈસ્લામ અનુસાર હરામ (અયોગ્ય) છે અને તે મુસ્લિમો માટે વાપરવાયોગ્ય છે. ઇસ્લામી દેશોમાં કોઇ પણ પ્રોડક્ટ એક્સપોર્ટ કરવા માટે હલાલ સર્ટિફિકેશન જરૂરી હોય છે. પણ ભારતમાં શાકાહારી વસ્તુઓ પર તેનો ઉપયોગ શા માટે કરવામાં આવે તે હજુ સમજાયું નથી. 

    તાજેતરમાં જ ભારતીય રેલવેમાં યાત્રા કરતા એક યાત્રીએ પણ આ અંગે સવાલ કર્યા હતા અને પૂછ્યું હતું કે આખરે તેની ચાના પેકેટ પર હલાલ શા માટે લખવામાં આવ્યું છે. ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં