Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઉત્તર પ્રદેશઃ ફતેહપુર ધર્માંતરણ ષડયંત્રનો મામલો ઠંડો પડ્યો ન હતો ત્યાં જ...

    ઉત્તર પ્રદેશઃ ફતેહપુર ધર્માંતરણ ષડયંત્રનો મામલો ઠંડો પડ્યો ન હતો ત્યાં જ હવે તેના બાજુના જિલ્લા કૌશંબીમાં ધર્મ પરિવર્તનનો વિડીયો વાયરલ

    સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો, જે કૌશંબીનો છે તેવો દાવો કરવામાં આવ્યો હતો. જેમાં કેટલીક મહિલાઓ જમીન પર આળોટી રહી છે, સાથે સંગીત વાગી રહ્યું છે અને ખ્રિસ્તી ધર્મના નારા લગાવવામાં આવી રહ્યા છે.

    - Advertisement -

    છેલ્લા થોડા સમયથી દેશભરમાંથી ગેરકાયદેસર ધર્માંતરણના ઘણા મામલા સામે આવી રહ્યા છે, જેના વિરોધમાં બહુમતી સમાજ પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યો હોવાના કિસ્સા પણ બન્યા છે. તાજેતરમાં જ ઝારખંડમાં આદિવાસીઓએ ધર્માંતરણ કરાવનારા લોકો સામે બાંયો ચડાવી હતી. ઉત્તર પ્રદેશ ફતેહપુરમાંથી પણ હિંદુઓને ખ્રિસ્તી બનાવવાનું આંતરરાષ્ટ્રીય ષડ્યંત્ર સામે આવ્યું હતું અને હવે તેની બાજુના જ કૌશંબીમાંથી ધર્માંતરણનો મામલો સામે આવ્યો છે. જેનો વિડીયો પણ વાયરલ થયો છે.

    સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો, જે કૌશંબીનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં કેટલીક મહિલાઓ જમીન પર આળોટી રહી છે, સાથે સંગીત વાગી રહ્યું છે અને ખ્રિસ્તી ધર્મના નારા લગાવવામાં આવી રહ્યા છે. આ વિડીયો વાયરલ થતા સ્થાનિક હિંદુવાદી નેતાઓએ આક્રમક વલણ દાખવ્યું હતું. 

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મામલો પિપરી વિસ્તારના મોહમ્મદપુર પુરૈની ગામનો છે. અહીં બપોરના સમયે કેટલાક લોકો દ્વારા કોઈ પણ પ્રકારની મંજુરી લીધા વગર જીસસ દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં વિડીઓમાં દર્શાવ્યા મુજબ લોકોને લોભ, લાલચ અને ફોસલાવીને ધર્માંતરણ કરવામાં આવી રહ્યા હતું એવો આરોપ હિંદુવાદી સંગઠનોએ મુક્યો હતો. 

    - Advertisement -

    કાર્યક્રમ દરમિયાન લગભગ 4 વાગે હિન્દુ મહાસભાના કેટલાક કાર્યકરો કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જેઓએ પોતાની રજૂઆત કરતાં ઉગ્ર બોલાચાલી પણ થઇ હતી. જે બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. હિંદુ સંગઠનોએ આયોજકો પર અંધશ્રદ્ધા અને ધર્માંતરણને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો હતો. સ્થાનિક SDMએ આયોજકોને કાર્યક્રમ બંધ કરવા અને પરવાનગી વિના ફરીથી આવા કાર્યક્રમોનું આયોજન ન કરવા ચેતવણી આપી હતી. 

    કૌશંબીમાંથી ધર્માંતરણનો મામલો સામે આવ્યા બાદ અને વિડીયો વાયરલ થયા બાદ હિંદુ જાગરણ મંચના અધ્યક્ષ વેદ પાંડેયએ એક વિડીયો જાહેર કરીને કહ્યું હતું કે અહીં કેટલાક લોકો દ્વારા લાલચ આપી, ભૂત પ્રેતનો દર બતાવીને ધર્માંતરણ કરાવી રહ્યા છે. જો આ લોકોને રોકવામાં નહિ આવે તો હિંદુ જાગરણ મંચ આખા જીલ્લામાં રસ્તા ઉપર ઉતરીને પ્રદર્શન કરશે. આ મામલે અમે પોલીસ અધિક્ષકને પણ ફરિયાદ કરી છે. 

    ઉલ્લેખનીય છે કે હાલમાં જ એક મીડિયા રિપોર્ટમાં સામે આવ્યું હતું કે તાપી જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોમાં મોટા પ્રમાણમાં ધર્મપરિવર્તન કરવામાં આવ્યું છે. પરંતુ સરકારી ચોપડે મળતા લાભો લેવા માટે તેઓ પોતાને હિંદુ જ બતાવી રહ્યા છે. મીડિયા રીપોર્ટ જાહેર થયા બાદ લોકોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં