Sunday, April 28, 2024
More
    હોમપેજગુજરાત‘આ વાતો આજના જમાનામાં ‘કૉમન’, ‘સેટિંગ’ સહજ શબ્દ’: વિરોધ બાદ પણ ઉર્વશી...

    ‘આ વાતો આજના જમાનામાં ‘કૉમન’, ‘સેટિંગ’ સહજ શબ્દ’: વિરોધ બાદ પણ ઉર્વશી સોલંકીને કોઇ અફસોસ નહીં, વીડિયો બનાવીને સફાઈ આપી પણ માફી ન માંગી 

    વીડિયોના અંતે ઉર્વશીએ કોઇ પણ પ્રકારની માફી માંગવાની ના પાડતાં કહ્યું કે, હું સ્ટેજ પરથી શું બોલી છું, કે શું રમૂજ કરી છે, એ મને બરાબર ખબર છે. એક ગુજરાતી તરીકે, હિંદુ સ્ત્રી તરીકે મને ખબર છે મારે શું બોલવું અને શું ન બોલવું.

    - Advertisement -

    નવરાત્રિ પર આયોજિત ગરબા મહોત્સવમાં સ્ટેજ પરથી વાંધાજનક ટિપ્પણીઓ કરીને ચર્ચામાં આવેલ કલાકાર ઉર્વશી સોલંકીએ એક વીડિયો બહાર પાડીને નિવેદન આપ્યું છે. તેમણે પોતાનાં નિવેદનોને લઈને સ્પષ્ટતા કરવાના પ્રયાસો કર્યા છે, પરંતુ ક્યાંય પણ માફી માંગી નથી. તેમણે એમ પણ ઉમેર્યું કે, જે કાંઈ પણ કહ્યું હતું તેનો તેમને અફસોસ નથી. 

    ઉર્વશી વીડિયોમાં કહે છે કે, લોકો મારા શબ્દોને તોડીમરોડીને ખોટી રીતે રજૂ કરી રહ્યા છે. કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, “ગુજરાતમાં કોઇને ‘આઈ લવ યુ’ કહેવું હોય તો વેલેન્ટાઈનની નહીં પણ નવરાત્રિની રાહ જોવામાં આવે છે.” જેનો બચાવ કરતાં વીડિયોમાં કહ્યું કે, તેમાં મેં વેલેન્ટાઇનને વખોડી કાઢ્યું છે અને તેની નિંદા કરી છે. મેં નવરાત્રિનું અપમાન કર્યું નથી.

    ઉર્વશીએ આગળ કહ્યું કે, “21મી સદીનો જમાનો છે અને આજે સામાન્ય રીતે મા બાપ કહેતાં હોય છે કે સારી છોકરી હોય તો જોજે, તારો મેળ કરાવી દઈએ. છોકરીને પણ કહેતા હોય છે. નવરાત્રિ એ સમાજનો તહેવાર છે અને ગરબા રમવા જતી છોકરીને પણ મા-બાપ કહેતાં હોય છે કે તને કોઇ ગમે તો કહેજે, આપણે મેળ કરવી દઈશું….અને સાથે સેટિંગ પણ.” આગળ ઉર્વશી કહે છે કે, “સેટિંગ આજના જમાના અને ભાષા પ્રમાણે સહજ છે. બહેન ભાઇને પણ કહેતી હોય છે.” આગળ કહ્યું કે, મારો ભાવ બહુ સ્પષ્ટ હતો અને તેમાં ગંદકી ન હતી.

    - Advertisement -

    પોતાની વાતોનો બચાવ કરતાં આગળ કહ્યું કે, “આજે વેલેન્ટાઈન ડેની રાહ જોવા કરતાં કોઇ ગમે તો તેની સાથે ભગવાનની સાક્ષીએ પવિત્ર બંધનમાં બંધાવા માટે આનાથી સારી જગ્યા કે અવસર કયો હોય શકે. આગળ તેઓ કહે છે કે આ બધી વાતો આજના જમાનામાં બહુ કૉમન અને સામાન્ય છે.” 

    ‘શું બોલવું તે મને ખબર છે, કોઇ અફસોસ નથી’

    ઉર્વશી આગળ પોતાના સ્વભાવ વિશે કહે છે કે, પોતે ખૂબ ‘સહજ’ અને ‘રમુજી’ છે અને ગંભીર વાતોને સહજતાથી રજૂ કરી દે છે. જેથી તેમણે સહજ અને સામાન્ય રીતે પોતાની વાતો રજૂ કરી હતી. સાથે એમ પણ કહ્યું કે, વીડિયો વાયરલ થયો તે તેમને ગમ્યો કારણ કે તેનાથી આ વાતો પર ચર્ચા કરવાની તક મળી. 

    વીડિયોના અંતે ઉર્વશીએ કોઇ પણ પ્રકારની માફી માંગવાની ના પાડતાં કહ્યું કે, હું સ્ટેજ પરથી શું બોલી છું, કે શું રમૂજ કરી છે, એ મને બરાબર ખબર છે. એક ગુજરાતી તરીકે, હિંદુ સ્ત્રી તરીકે મને ખબર છે મારે શું બોલવું અને શું ન બોલવું. મને મારા એક પણ શબ્દનો અફસોસ નથી, કારણ કે મેં ન કોઇને ગાળ આપી છે કે ન કોઈનું અપમાન કર્યું છે કે ન વલ્ગારિટી કરી છે. મેં સહજ ભાવથી ખૂબ સુંદર વાતોની રજૂઆત કરી હતી, જેને ખોટી રીતે દર્શાવવામાં આવી. પણ મને કોઇ અફસોસ નથી.”

    શું છે વિવાદ?

    વાસ્તવમાં 2 દિવસ પહેલાં ઉર્વશી સોલંકીનો એક વીડિયો વાયરલ થયો હતો. જે નડિયાદના એક ગરબા ગ્રાઉન્ડનો હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં સ્ટેજ પરથી ઉર્વશીએ કહ્યું હતું કે, “ગુજરાતના ગરબા આખા વર્લ્ડમાં ફેમસ છે. ગુજરાતમાં કોઇ છોકરીને આઈ લવ યુ કહેવું હોય તો આપણે વેલેન્ટાઇન નહીં પરંતુ નવરાત્રીની રાહ જોતા હોઈએ છીએ.” તે આગળ કહે છે કે, “9 દિવસ તમે ગરબા રમો અને છેલ્લા દિવસે પણ તમે સિંગલ હોવને તો પાક્કું તમે ગરબા જ રમ્યા છો. એવા બોઉ બધા હશે જેનું નવમાં દિવસે સેટિંગ નહીં થાય તે આવતી નવરાત્રીની રાહ જોતા હશે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં