Monday, November 11, 2024
More
    હોમપેજમિડિયા'વેલેન્ટાઈનમાં નહીં, નવરાત્રીમાં કરો સેટિંગ': નડિયાદના ગરબા કાર્યક્રમમાં અભિનેત્રી ઉર્વશી સોલંકીએ કર્યું...

    ‘વેલેન્ટાઈનમાં નહીં, નવરાત્રીમાં કરો સેટિંગ’: નડિયાદના ગરબા કાર્યક્રમમાં અભિનેત્રી ઉર્વશી સોલંકીએ કર્યું માતાના ઉત્સવનું અપમાન, નેટીઝન્સે ગણાવી ‘મૂર્ખ સ્ત્રી’; કરી માફીની માંગ

    ધવલ પ્રજાપતિ નામના યુઝરે આ અભિનેત્રી પાસે માફીની માંગ કરતા લખ્યું, "ઉર્વશી નામની એક ગુજરાતી અભિનેત્રી દ્વારા અમારા તહેવાર પર શરમજનક ટિપ્પણી કરી, અમે સનાતન ધર્મના અપમાન માટે તેની પાસે માફીની માંગ કરીએ છીએ."

    - Advertisement -

    હાલ ગુજરાતમાં માતાજીની આરાધના-ઉપાસના કરવાનો ઉત્સવ એટલે કે નવરાત્રી ચાલી રહ્યો છે. લોકો આખો દિવસ નોકરી, ધંધો કે અભ્યાસ કર્યા બાદ ગમે તેટલા થાકેલા હોય તો પણ સાંજ પડે એટલે સાંસ્કૃતિક વેશમાં તૈયાર થઈને જુદા જુદા મેદાન, પાર્ટીપ્લોટમાં ઉમટી પડે છે અને માતાને રીઝવવા હોંશભેર ગરબા કરે છે. તેવામાં નડિયાદ ખાતેથી એક વિડીયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં ગુજરાતી અભિનેત્રી ઉર્વશી સોલંકી હિંદુઓના આ પવિત્ર ઉત્સવને લાંછન લગાવતું નિવેદન આપતા હોય એમ જોઈ અને સાંભળી શકાય છે.

    વાઇરલ થઈ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે એક મહિલા ગરબાના એક સ્ટેજ પરથી માઈકમાં કાંઈ કહી રહ્યા છે. સામે મોટી સંખ્યામાં ગુજરાતીઓ ગરબા રમતા જોઈ શકાય છે.

    ગુજરાતમાં છોકરીને આઈ લવ યુ કહેવા વેલેન્ટાઇનની નહીં નવરાત્રીની રાહ જોઈએ છીએ

    આ મહિલાની ઓળખ એક ગુજરાતી અભિનેત્રી ઉર્વશી સોલંકી તરીકે થઈ છે. ઉર્વશી કહે છે કે, “ગુજરાતના ગરબા આખા વર્લ્ડમા ફેમસ છે. ગુજરાતમાં કોઇ છોકરીને આઈ લવ યુ કહેવું હોય તો આપણે વેલેન્ટાઇન નહીં પરંતુ નવરાત્રીની રાહ જોતા હોઈએ છીએ.”

    - Advertisement -

    જે બાદ વાતને પુરતું સમર્થન ના મળતા ઉર્વશી ભીડને પૂછે છે, “રાઈટને? આમાંથી કેટલા જણાએ કીધું આ 4 દિવસમાં?” છતાંય ભીડમાંથી પૂરતો રિસ્પોન્સ મળ્યો નહોતો.

    તે આગળ કહે છે કે, “9 દિવસ તમે ગરબા રમો અને છેલ્લા દિવસે પણ તમે સિંગલ હોવને તો પાક્કું તમે ગરબા જ રમ્યા છો. એવા બોઉ બધા હશે જેનું નવમાં દિવસે સેટિંગ નહીં થાય તે આવતી નવરાત્રીનું રાહ જોતા હશે.”

    સમર્પણ એજ્યુકેશન ટ્રસ્ટે આયોજીત કર્યા હતા આ ગરબા

    ઑપઇન્ડિયાની તપાસમાં જાણી શકાયું છે કે આ વિડીયો નડિયાદનો છે અને મા શક્તિ ગરબા ઉત્સવનો છે. આ ગરબાનું આયોજન સમર્પણ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.

    નવરાત્રી ઉત્સવને નડિયાદ ઉર્વશી
    નડિયાદમાં સમર્પણ એજ્યુકેશન ટ્રસ્ટ આયોજિત ગરબામાં અભિનેત્રી ઉર્વશી સોલંકી દ્વારા હિંદુ તહેવારનું અપમાન (ફોટો: Facebook/ @samarpan education trust)

    નેટીઝન્સ રોષમાં, અભિનેત્રીને ગણાવી ‘મૂર્ખ સ્ત્રી’ કરી માફીની માંગ

    આ વિડીયો વાઇરલ થયા બાદ હાલ નેટિઝન્સમાં ખાસો રોષ જોવા મળી રહ્યો છે. મોટા ભાગના લોકો આ અભિનેત્રી પાસે માફી મંગાવાની વાત કરી રહ્યા છે.

    @i_am_prapti નામના X એકાઉન્ટે પોસ્ટ કરીને લખ્યું કે, “આ ઉર્વશી સોલંકી એમ કે છે કે નવરાત્રી “સેટિંગ” કરવાનો ઉત્સવ છે. જો નવમે દિવસે પણ તમે સિંગલ છો,તો તમે ગરબા જ રમ્યા છો. આ બેન ને ખબર પણ છે કે આપણી હિંદુ દીકરીઓને ફસાવવા માટે પંચર પુત્રો “વેશ” ધારણ કરીને ગરબામાં પહોંચે છે, પછી શું થાય છે? મૂર્ખ સ્ત્રી છે.”

    @just_hu_ નામના યુઝરે લખ્યું કે, “નવરાત્રી માઁ જગત જનની શક્તિ અંબાજી ની આરાધના નું પર્વ છે ના કે લફરાબાજીનું આ મહિલા ની માનસિકતા પર ખરેખર દયા આવે છે,..”

    @DhavalP0673838 નામના યુઝરે આ અભિનેત્રી પાસે માફીની માંગ કરતા લખ્યું, “ઉર્વશી નામની એક ગુજરાતી અભિનેત્રી દ્વારા અમારા તહેવાર પર શરમજનક ટિપ્પણી કરી, અમે સનાતન ધર્મના અપમાન માટે તેની પાસે માફીની માંગ કરીએ છીએ.”

    અન્ય ઘણા લોકોની જેમ જ @bdholariyaa નામના યુઝરે આ કલાકાર પાસે માફી માંગાવાની વાત કરી, તેઓએ લખ્યું, “ખરેખર માફી મંગાવવી જોઈએ.”

    નોંધનીય છે કે રવિવાર (22 ઓક્ટોબર 2023) ના બપોરના 12 વાગ્યા સુધી ના આ અભિનેત્રી કે ના આયોજકોને હજુ માતાના આ પવિત્ર તહેવારના આવા અપમાન બાબતે માફી માંગી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં