Saturday, June 22, 2024
More
  હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિઅયોધ્યાને એરપોર્ટ, નવા રેલવે જંક્શન બાદ હવે વોટર મેટ્રોની ભેટ: સરયુ નદીમાં...

  અયોધ્યાને એરપોર્ટ, નવા રેલવે જંક્શન બાદ હવે વોટર મેટ્રોની ભેટ: સરયુ નદીમાં 50 સીટોની એરકંડીશનર બોટમાં પ્રવાસીઓ કરી શકશે જળવિહાર

  આ વોટર મેટ્રોનું નામ કૈટા મેરન વૈસેલ બોટ છે. જેમાં કુલ 50 સીટો છે. જેને ફાઈબરથી બનાવવામાં આવી છે. આ મેટ્રો સંપૂર્ણ રીતે એર કંડીશનર રાખવામાં આવી છે. જેથી ઋતુ પ્રમાણે યાત્રિકોની સુવિધામાં ઉપયોગમાં લઈ શકાય

  - Advertisement -

  અયોધ્યામાં બની રહેલા રામ મંદિરથી ફક્ત મંદિર પરિસરનો જ નહિ પરંતુ સમગ્ર અયોધ્યાનો અદ્ભુત વિકાસ થઇ રહ્યો છે. રાજ્ય સરકાર શહેરના વિકાસમાં કોઈ કમી રાખી રહી નથી. ત્યારે સમાચાર મળી રહ્યા છે કે, યોગી સરકારે અયોધ્યાને એક નવી યોજનાની ભેટ આપી છે. હવેથી પ્રભુ રામના દર્શેન આવતા ભક્તો અને પ્રવાસીઓ સરયુ નદીમાં વોટર મેટ્રોની મજા માણી શકશે.

  સરકાર દ્વારા અયોધ્યામાં પ્રવાસન ક્ષેત્રનો વિકાસ કરવા અને જળ પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે આ યોજનાં શરૂ કરવામાં આવશે. યોજના અંતર્ગત અયોધ્યાના સંત તુલસીદાસ ઘાટથી ગુપ્તાર ઘાટ સુધી વોટર મેટ્રોનું સંચાલન કરવામાં આવશે. આ માટે બંને જગ્યાએ ઈન્લેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલયે સરયુ નદીના ઘાટ પર જેટીની સ્થાપના કરી છે. જ્યાં વોટર મેટ્રોના ચાર્જીંગ પોઈન્ટ્સ બનાવવામાં આવ્યા છે. અને જ્યાંથી યાત્રીઓ વોટર મેટ્રોમાં સવારી કરી શકશે.

  આ અંગે મેટ્રો સંચાલન સાથે સંકળાયેલા અધિકારી અશોક સિંઘે જણાવ્યું કે, આધુનિક સુવિધાઓથી સજ્જ વોટર મેટ્રો સરયુ નદીના કિનારે સંત તુલસીદાસ ઘાટથી ગુપ્તાર ઘાટ સુધી અંદાજે 14 કિલોમીટરનું અંતર કાપશે. આ વોટર મેટ્રમાં એકસાથે 50 જેટલા યાત્રિકો જળવિહારની મજા માણી શકશે. આ યોજનામાં સરકારે પર્યાવરણનું પણ ધ્યાન રાખ્યું છે.

  - Advertisement -

  વોટર મેટ્રો વિશે જણાવતા કહ્યું કે, આ વોટર મેટ્રોનું નામ કૈટા મેરન વૈસેલ બોટ છે. જેમાં કુલ 50 સીટો છે. જેને ફાઈબરથી બનાવવામાં આવી છે. આ મેટ્રો સંપૂર્ણ રીતે એર કંડીશનર રાખવામાં આવી છે. જેથી ઋતુ પ્રમાણે યાત્રિકોની સુવિધામાં ઉપયોગમાં લઈ શકાય. મેટ્રોમાં ડિજીટલ ડિસ્પ્લે પણ લગાવવામાં આવી છે જેનાથી યાત્રિકોને જાણકારી મળતી રહે. બોટ પાઈલોટની કેબીન યાત્રિકોની કેબીનની આગળ અલગ બનાવવામાં આવી છે. આ મેટ્રો બોટ એક વખતના ચાર્જીંગમાં એક કલાકની યાત્રા કરવા માટે સક્ષમ છે. બોટમાં યાત્રિકોની સુરક્ષા લાઈફ સેવિંગ જેકેટ અને અન્ય ઉપકરણોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

  અયોધ્યાને મળ્યું છે વિશેષ એરપોર્ટ

  આ પહેંલા ઉત્તરપ્રદેશ સરકારે અયોધ્યાને નવા એરપોર્ટની ભેટ આપી હતી. જેનું નામ મહર્ષિ વાલ્મિકી ઇન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામ રાખવામાં આવ્યું છે. 30 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નવા એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ₹350 કરોડના ખર્ચે બનેલું એરપોર્ટ એક કલાકમાં 500 મુસાફરોને સંભાળવાની ક્ષમતા ધરાવે છે. આ એરપોર્ટના ટર્મિનલ બિલ્ડીંગનો આકાર રામ મંદિરના આર્કિટેક્ચરને દર્શાવે છે જ્યારે તેના આંતરિક ભાગો ભગવાન રામના જીવનને દર્શાવતી સ્થાનિક કલા, ચિત્રો અને ભીંતચિત્રોથી શણગારવામાં આવ્યા છે. ટર્મિનલ બિલ્ડિંગની છત વિવિધ ઊંચાઈના શિખરોથી શણગારેલી છે.

  અયોધ્યા રેલવે સ્ટેશનને પણ વિકસાવવામાં આવ્યું છે

  આ ઉપરાંત નવા રેલવે સ્ટેશનની પણ સોગાત આપી છે. જેમાં હાલ અયોધ્યા ધામ રેલવે સ્ટેશનના પુનર્નિર્માણનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ચૂક્યો છે અને તે પાછળ કુલ ₹240 કરોડનો ખર્ચ થયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ત્રણ માળના અત્યાધુનિક રેલવે સ્ટેશનમાં તમામ સુવિધાઓ હશે. જેમાં એલિવેટર્સ, એસ્કેલેટર્સ, ફૂડ પ્લાઝા, દુકાનો, ક્લોકરૂમ, આધુનિક વેઈટીંગ હોલ વગેરેનો સમાવેશ થાય છે. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં