Sunday, April 28, 2024
More
    હોમપેજદેશઅયોધ્યામાં મંદિર જ નહીં, પ્રભુ શ્રીરામના નામે અદ્યતન એરપોર્ટ પણ: ₹350 કરોડના...

    અયોધ્યામાં મંદિર જ નહીં, પ્રભુ શ્રીરામના નામે અદ્યતન એરપોર્ટ પણ: ₹350 કરોડના પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું PM મોદી કરશે લોકાર્પણ, CM યોગી-કેન્દ્રીય મંત્રી સિંધિયાએ કર્યું નિરીક્ષણ

    યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, "આપણે સૌ જાણીએ છીએ કે અયોધ્યામાં પહેલા એક નાનકડી હવાઈ પટ્ટી હતી. અહીં માત્ર 178 એકર જમીન ઉપલબ્ધ હતી, જેમાં એરપોર્ટ બનાવવું શક્ય ન હતું. વડાપ્રધાન મોદીના નિર્દેશથી ઉત્તર પ્રદેશ સરકારે કેન્દ્ર સરકારને પોતાનો પ્રસ્તાવ મોકલ્યો હતો. ભારત સરકારે તેને સંમતિ આપી હતી."

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામલલા જન્મભૂમિ પર મંદિર નિર્માણ પહેલા શ્રીરામ એરપોર્ટનું કામ પણ પૂર્ણ થઈ જશે. તેનું નિર્માણ કાર્ય 15 ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું.

    આશરે ₹350 કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલા આ એરપોર્ટની એક કલાકમાં 500 મુસાફરોને સંભાળવાની ક્ષમતા છે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનું કહેવું છે કે અહીંથી એક કલાકમાં 2-3 ફ્લાઇટ ઓપરેટ કરી શકાશે. એરપોર્ટમાં એરબસ એ A320 અને બોઇંગ 737 જેવા વિમાનો ઓપરેટ કરવાની ક્ષમતા હશે.

    અયોધ્યામાં શ્રીરામ એરપોર્ટનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે. એરપોર્ટ માટે રનવે અને ટર્મિનલ બિલ્ડિંગનું કામ ખતમ થઈ ગયું છે. બાકીનું કામ પણ ટૂંક સમયમાં પૂર્ણ થવાની આશા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું કહેવું છે કે, આ કામ પૂરું થતાં જ વડાપ્રધાન મોદી તેનું ઉદ્ઘાટન કરશે.

    - Advertisement -

    આ એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગને શ્રીરામ જન્મભૂમિ મંદિર જેવું જ ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે. આનાથી ભક્તોને અયોધ્યાની સંસ્કૃતિ અને વારસાને સમજવાની તક મળશે. આ એરપોર્ટની ક્ષમતા વધારવા માટે મંથન શરૂ કરી દેવામાં આવ્યું છે.

    તેને લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, “આપણે સૌ જાણીએ છીએ કે અયોધ્યામાં પહેલા એક નાનકડી હવાઈ પટ્ટી હતી. અહીં માત્ર 178 એકર જમીન ઉપલબ્ધ હતી, જેમાં એરપોર્ટ બનાવવું શક્ય ન હતું. વડાપ્રધાન મોદીના નિર્દેશથી ઉત્તર પ્રદેશ સરકારે કેન્દ્ર સરકારને પોતાનો પ્રસ્તાવ મોકલ્યો હતો. ભારત સરકારે તેને સંમતિ આપી હતી.”

    મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, “અહીં આપવામાં આવેલા પ્રેઝન્ટેશનના આધારે આ એરપોર્ટ 15 ડિસેમ્બર, 2023 સુધીમાં બનીને તૈયાર થઈ જશે. આ પછી, વડાપ્રધાન મોદી દ્વારા જે તારીખ આપવામાં આવશે તે દિવસે એરપોર્ટ અને પ્રભુ રામના મંદિર બન્યા બાદ નવી અયોધ્યાના લોકાર્પણ કાર્યક્રમમાં આપણે બધા સાથે જોડાઈશું.”

    કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ મામલે કહ્યું કે, “આ એરપોર્ટ વડાપ્રધાનના વિઝન પ્રમાણે બનાવવામાં આવ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ એરપોર્ટમાં પ્રવેશ કરે, ત્યારે તેને આ શહેરની સાંસ્કૃતિક ક્ષમતાની જાણકારી મળે. એટલા માટે અયોધ્યાનું એરપોર્ટ કોઈ સામાન્ય એરપોર્ટ નથી. અયોધ્યાના એરપોર્ટે અયોધ્યાની સાંસ્કૃતિક ક્ષમતાને પ્રતિબિંબિત કરવાનો પ્રયાસ કર્યો છે.” તેમણે એમ પણ કહ્યું હતું કે, ટૂંક સમયમાં જ આ એરપોર્ટનું વિસ્તરણ કરવામાં આવશે.

    ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ પર બની રહેલા મંદિરનું કામ પણ પૂર્ણ થવાનું છે અને 22 જાન્યુઆરી 2024ના રોજ અહીં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. આ પહેલા આ એરપોર્ટને કાર્યરત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં