ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બાગપત (Baghpat) જિલ્લામાં સરકારી હોસ્પિટલમાં (Government Hospital) કામ કરતા હિંદુ ડૉક્ટર અને તેમના પરિવારની હત્યાનું કાવતરું ઘડવાનો મામલો સામે આવ્યો છે. આ કાવતરામાં ડૉ.યશવીર સિંઘના ભોજનમાં ટીબીથી (ક્ષય) પીડિત દર્દીની લાળ અને કેટલાક જીવલેણ રસાયણો ભેળવવાની યોજના ઘડવામાં આવી હતી. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે ડૉ. યશવીર સિંઘે સોમવારે (7 ઑક્ટોબર 2024) પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ડૉ. યશવીરના જણાવ્યા અનુસાર, કોન્ટ્રાક્ટ વર્કર જબ્બાર ખાન અને તેમની હોસ્પિટલમાં કામ કરતા લેબ ટેકનિશિયન મુશીર અહેમદે સાથે મળીને આ ઘાતક કાવતરું ઘડ્યું હતું. તેમનો ઉદ્દેશ્ય ડૉક્ટર અને તેમના પરિવારને ટીબીના દર્દીની લાળ અને ઝેરી રસાયણો ખવડાવીને ધીમે ધીમે નુકસાન પહોંચાડવાનો હતો. આ યોજના લાંબા સમયથી ચાલી રહી હતી, પરંતુ સફાઈ કામદાર ટિંકુએ આ કાવતરામાં સાથ આપવાની ના પાડી ત્યારે આ ઘટના સામે આવી હતી.
#बागपत
— हिंदी दैनिक रियल न्यूज़ (@as6609536) October 8, 2024
डिप्टी CMO के परिवार को टीबी बैक्टीरिया से मारने की साजिश
जब्बार खान और मुशीर अहमद पर लगा आरोप
सोशल मीडिया पर वायरल हुआ ऑडियो
जिला क्षय रोग कार्यालय में दोनों हैं तैनात@brajeshpathakup @CMOfficeUP @DhsBaghpat #Baghpat pic.twitter.com/YRa4foYrZR
ડૉક્ટરની ફરિયાદ પર પોલીસે જબ્બાર ખાન અને મુશીર અહેમદ વિરુદ્ધ FIR નોંધી છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 61(2), 62 અને 105 હેઠળ FIR નોંધવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે આરોપીઓ સામે ગંભીર કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને મામલાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. OpIndia પાસે FIR નકલ છે. હિંદુ યુવા વાહિનીએ બંને મુસ્લિમ આરોપીઓના આ કૃત્યને જૈવિક જેહાદ ગણાવી કડક કાર્યવાહીની માંગ કરી છે. પોલીસે જણાવ્યું કે આ મામલે તપાસ અને અન્ય જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ડૉક્ટરને ખબર ન હતી કે બંનેને તકલીફ શું હતી?
OpIndiaએ આ બાબતે ડૉ. યશવીર સિંહ સાથે વાત કરી હતી. ડૉ. યશવીર સિંઘે અમને જણાવ્યું કે મુશીર અને જબ્બાર તેમને કેમ મારવા માગે છે તે તેઓ જાણતા ન હતા. ડૉક્ટર મુશીરને ક્યારેય મળ્યા નહોતા, જ્યારે જબ્બાર તેમને મહિનામાં માત્ર એક કે બે વાર મળ્યો હતો. જ્યારે ડૉક્ટરે બંને આરોપીઓને બોલાવીને આનું કારણ પૂછ્યું તો તેઓએ કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો અને એટલું જ કહ્યું કે, “સર, ભૂલ થઈ ગઈ”. યશવીરના કહેવા પ્રમાણે, પોલીસે એ તપાસ કરવી જોઈએ કે આ બંનેએ આવું શા માટે કર્યું?
ડૉક્ટરે કહ્યું કે માત્ર તેમને જ નહીં પરંતુ તેમના પરિવારની હત્યા કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. પ્રથમ ષડયંત્ર ડૉક્ટરને ઓફિસમાં પીરસવામાં આવતી ચા કે નાસ્તામાં ટીબીના દર્દીના કફ અને ઘાતક કેમિકલ ભેળવવાનું હતું. બીજું ષડ્યંત્ર ડૉક્ટરના બાળકો સાથે કરવામાં આવ્યું. તેમના માટે ઘરે મોકલવામાં આવેલા પિઝા વગેરેમાં પણ ટીબીના દર્દીના કફ અને ઘાતક કેમિકલ ભેળવાતું હતું. ડૉ. યશવીર પણ આશ્ચર્યચકિત છે કે જબ્બાર અને મુશીરને 7 વર્ષ અને 10 વર્ષના બાળકો સાથે શું સમસ્યા હતી.
હિંદુ સંગઠનોએ ઉત્તર પ્રદેશની આ ઘટનાને ‘જૈવિક જેહાદ’ નામ આપ્યું છે. તેમનું કહેવું છે કે આ એક સુનિયોજિત કાવતરું છે, જેમાં મુસ્લિમ આરોપીઓએ હિંદુ ડૉક્ટર અને તેના પરિવારને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. હિંદુ યુવા વાહિનીએ આ ઘટના અંગે કડક કાર્યવાહીની માંગ કરી છે અને વહીવટીતંત્રને ગુનેગારોને કડક સજા આપવા વિનંતી કરી છે. આ ઘટનાથી વિસ્તારમાં તંગદિલી સર્જાઈ છે, અને હવે તમામની નજર પોલીસ તપાસ અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી પર છે.