ઉત્તર પ્રદેશ ATSએ શનિવારે પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતી કે, 30 ડિસેમ્બરના રોજ ઉત્તર પ્રદેશ ATSએ એક વ્યક્તિની ધરપકડ કરી છે જેના પર આતંકવાદી પ્રવૃત્તિઓ માટે યુવાનોને કટ્ટરપંથી બનાવવાની શંકા છે.
ઉત્તર પ્રદેશ પોલીસની એન્ટી ટેરર સ્ક્વોડ (ATS)એ 30 ડિસેમ્બરના રોજ સહારનપુરના વતની અઝહરુદ્દીનની ધરપકડ કરી હતી. આ ધરપકડ લુકમાનના ખુલાસા પર આધારિત હતી, જેને અગાઉ ભારતીય ઉપખંડમાં અલ-કાયદા અને જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ સાથે કથિત રીતે સંબંધ હોવાના આરોપમાં પકડવામાં આવ્યો હતો તેવું જણાવવામાં આવ્યું હતું.
UP ATS arrests Al Qaeda and JMB-linked terror suspect for radicalizing youth, waging jihad.
— Hindu Genocide Watch (@hgenocidewatch) January 1, 2023
‘Zero tolerance to terror in the state’: UP Dy CM Brajesh Pathak speaks to TIMES NOW. I’m
pic.twitter.com/yNfjaIUDQy
લખનૌમાં એટીએસ હેડક્વાર્ટરમાં વિગતવાર પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. અઝહરુદ્દીનના કબજામાંથી 2 સિમ સાથેનો એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. અઝહરુદ્દીન કથિત રીતે યુવાનોને કટ્ટરપંથી બનાવવાના પ્રયાસમાં ‘જેહાદી વિડિયો અને સાહિત્ય‘ બતાવતો હતો અને તેમને આતંકવાદી સંગઠનોની વિચારધારા સાથે જોડાવવા માટે સક્રિય રીતે કામ કરતો હતો.
આરોપી અઝહરુદ્દીન AQIS અને JMBના સક્રિય તત્વો મુદસ્સીર અને અબુ તલ્હા, એહસાન અને મુફક્કિર સાથે સંકળાયેલો હતો. તેઓ લોકોમાં જેહાદી વિચારધારાનો પ્રચાર કરતા હતા અને AQIS અને JMB સંગઠનની વિચારધારા સાથે લોકોને જોડીને દેશમાં શરિયા કાયદો સ્થાપિત કરવાનો પ્રચાર કરતા હતા.
આ પહેલા UP ATSએ લુકમાનની ધરપકડ કરી હતી
26 સપ્ટેમ્બરના રોજ, એટીએસે લુકમાનની ધરપકડ કરી હતી અને તેની પર ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ (UAPA) હેઠળ કેસ દાખલ કર્યો હતો. ATSએ અગાઉ આ કેસમાં મોહમ્મદ મુદસ્સીર અને અન્ય 10 લોકોની ધરપકડ કરી હતી.
હરિદ્વારના મૂળ મુદસ્સીરની પૂછપરછ દરમિયાન એવું બહાર આવ્યું હતું કે અઝહરુદ્દીન આ કેસમાં શંકાસ્પદ પૃષ્ઠભૂમિ ધરાવે છે જેથી તેને પૂછપરછ માટે લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ 30 ડિસેમ્બરે તેની ધરપકડ કરવામાં આવી હતી, એમ ATSએ જણાવ્યું હતું.
“આરોપી અઝહરુદ્દીન, બાંગ્લાદેશી આરોપીઓ અને AQIS (ભારતીય ઉપખંડમાં અલ-કાયદા) અને JMB (જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ)ના સક્રિય ગુનેગારો, જ્યારે મુદાસિર, અબુ તલ્હા, અહેસાન અને અન્ય લોકો સાથે હાથ મિલાવીને જેહાદી વિચારધારાનો પ્રચાર કરતા હતા. …,” ATSએ નિવેદનમાં જણાવ્યું હતું.