Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહાઇકોર્ટ બાદ હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બંગાળ સરકાર પાસે હિંસા પર રીપોર્ટ...

    હાઇકોર્ટ બાદ હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બંગાળ સરકાર પાસે હિંસા પર રીપોર્ટ માંગ્યો: રામનવમી પર્વ દરમિયાન થઈ હતી હિંસા

    રાજ્ય સરકાર ભાજપના ધારાસભ્યો અને સાંસદોને હિંસા પ્રભાવિત વિસ્તારોમાં જતા રોકી રહી છે. તેમણે તેમ પણ કહ્યું કે ટીએમસીના નેતાઓ આ વિસ્તારોમાં મુક્તપણે ફરી રહ્યા હતા, પરંતુ તેમને પાંચ કિલોમીટર અગાઉથી જ રોકી દેવામાં આવ્યા હતા.

    - Advertisement -

    રામનવમી પર પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસા પર રાજકારણતો ચાલુ જ છે, પરંતુ મમતા સરકાર પર હાઇકોર્ટ કોર્ટ અને ગૃહ મંત્રાલય કડક વલણ અપનાવી રહ્યા છે. એક તરફ કોર્ટ બંગાળની મમતા બેનર્જી સરકારને ઠપકો આપી રહી છે, તો બીજી તરફ ગૃહ મંત્રાલયે બંગાળ સરકાર પાસે હિંસા પર વિસ્તૃત રિપોર્ટ માંગ્યા છે.

    પશ્ચિમ બંગાળના ભાજપ અધ્યક્ષ સુકંતા મજુમદારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે. આ પત્રમાં મજુમદારે હિંસા વિશે વિસ્તારથી લખ્યું છે. તેમણે લખ્યું છે કે કેવી રીતે રામનવમી પર ધાર્મિક કાર્યક્રમો, રામ ભક્તો અને હિંદુઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. થોડા દિવસ પહેલા ગૃહમંત્રી અમિત શાહે બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોસ સાથે વાત કરી હતી.

    તેવામાં હવે ગૃહ મંત્રાલયે બંગાળ સરકાર પાસે રીપોર્ટ માંગ્યા છે. સુકાંત મજુમદારે પોતાના પત્રમાં લખ્યું હતું કે, “ગઈકાલે સાંજે હુગલી જિલ્લાના રેલવે સ્ટેશનો પર ભારે પથ્થરમારો થયો હતો, જેના કારણે ટ્રેન સેવા સ્થગિત કરી દેવામાં આવી હતી. પશ્ચિમ બંગાળના શાસક પક્ષ એટલે કે ટીએમસી અને તેના ટોચના નેતૃત્વના સમર્થન વિના આ હિંસા ચાલુ રાખવી શક્ય નથી.”

    - Advertisement -

    “સૌથી દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે હાલના ડીજીપી મનોજ માલવિયાના નેતૃત્વ હેઠળ પોલીસની ભૂમિકા, જેણે તેની કરોડરજ્જુ અને નિષ્પક્ષતા સંપૂર્ણપણે ગુમાવી દીધી છે. સામાન્ય લોકો અને ખાસ કરીને અસરગ્રસ્ત હિંદુઓના જાનમાલની રક્ષા કરવાને બદલે લઘુમતી કોમના અસલી ગુનેગારો અને સામે આંખ આડા કાન કરી રહ્યા છે.”

    મજુમદારે પોતાના પત્રમાં આગળ લખ્યું છે કે, “અસલી ગુનેગારો વિશેના સીસીટીવી ફૂટેજ અને વીડિયો પહેલાથી જ ફેલાવવામાં આવી રહ્યા છે. તેમને સરળતાથી ઓળખી શકાય તેમ છે. જો કે, માત્ર મુખ્યમંત્રીને જ ખુશ કરવામાં આવી રહ્યા છે, જે લઘુમતી વોટબેંક માટે ગુનેગારો અને રાષ્ટ્રવિરોધી પરિબળોને ખુલ્લેઆમ છાવરી રહ્યા છે. “

    તેમણે આગળ લખ્યું કે, રાજ્ય સરકાર ભાજપના ધારાસભ્યો અને સાંસદોને હિંસા પ્રભાવિત વિસ્તારોમાં જતા રોકી રહી છે. તેમણે તેમ પણ કહ્યું કે ટીએમસીના નેતાઓ આ વિસ્તારોમાં મુક્તપણે ફરી રહ્યા હતા, પરંતુ તેમને પાંચ કિલોમીટર અગાઉથી જ રોકી દેવામાં આવ્યા હતા.

    રાજ્યમાં થયેલી હિંસાને લઈને ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ કલકત્તા હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. આ મામલાની સુનાવણી 3 એપ્રિલ, 2023 સોમવારના રોજ થઈ હતી. કોર્ટે આ હિંસા માટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી. કોર્ટે મમતાની સરકાર પાસે 5 એપ્રિલ 2023 સુધી રિપોર્ટ માંગ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં