25 જૂનના રોજ ગુજરાત ATS દ્વારા કથિત એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડની મુંબઈ ખાતેથી ધરપકડ કરાઇ હતી. તેના પર 2002ના ગોધરા રમખાણોમાં ગુજરાતની છબી ખરાબ કરવાનો પણ આરોપ હતો. આ સિવાય તેમના એનજીઓને મળેલા વિદેશી ફંડની પણ તપાસ કરવામાં આવી હતી. આ જ તિસ્તા સેતલવાડ માટે આજે કોંગ્રેસ નેતા ઉદિત રાજ દ્વારા એક મોટી ટિપ્પણી કરવામાં આવી છે.
સમાચાર ચેનલ આજતક પરની એક ચર્ચા દરમિયાન જ્યારે એન્કર દ્વારા કોંગ્રેસ નેતા ઉદિત રાજને પુછવામાં આવ્યું કે જેના પર ખોટી રીતે ફંડ ઉઘરાવીને તેનો દુરુપયોગ કરવાનો આરોપ હતો તેવી વ્યક્તિ, તિસ્તા સેતલવાડ, ને કોંગ્રેસ સરકારે પદ્મશ્રી જેવો મોટો પુરસ્કાર કેમ આપ્યો હતો. તેના ઉત્તરમાં રાજે જે કહ્યું એ ખૂબ ચોંકાવનારું છે.
अहमद पटेल का नाम हम (बीजेपी) नहीं ले रहे: @PremShuklaBJP
— AajTak (@aajtak) July 16, 2022
तीस्ता सेतलवाड़ को पदमश्री क्यों दिया गया था? @Dr_Uditraj, कांग्रेस नेता ने दिया जवाब
#Dangal #TeestaSetalvad | @Shubhankrmishra pic.twitter.com/9e1OGmV2T4
કોંગ્રેસ નેતા ઉદય રાજ પોતાના જવાબમાં કહે છે કે કોંગ્રેસે તિસ્તાને પદ્મશ્રી આપ્યું એ તો ખૂબ ઓછું કહેવાય. ખરેખર તો તિસ્તાને તેનાથી પણ ઉચ્ચ સન્માન મળવું જોઈતું હતું, પદ્મ ભુષણ કે પદ્મ વિભુષણ મળવું જોઈતું હતું. એંકર જ્યારે પૂછે છે કે આવું કેમ તો રાજ જવાબ આપે છે છે કે તિસ્તાએ તો માનવ હકો માટે ઘણી લડાઇઓ લડી છે.
ઉદિત રાજ આટલે નથી અટકાતા અને આગળ કહે છે કે આ તો તિસ્તાને રાજ્યસભામાં નહોતા મોકલાયા નહીં તો તે તો મંત્રી બનાવવા લાયક હતી.
અન્ય પદ્મ ઍવોર્ડ મેળવેલ મહાનુભાવોનું કર્યું અપમાન
કોંગ્રેસ નેતા ઉદિત રાજ માત્ર તિસ્તા સેતલવાડનું મહિમામંડન કરીને નથી અટકાતા પરંતુ આગળ જતાં તેઓ અન્ય પદ્મ પુરસ્કૃત મહાનુભાવોનું અપમાન પણ કરે છે.
પોતાના વક્તવ્યમાં ઉદિત રાજ આગળ કહે છે કે, ‘અહિયાં તો ‘નાલાયકો’ ને પદ્મ ઍવોર્ડ મળતા હોય છે તો અમે તિસ્તાને આપ્યો એમાં ખોટું શું છે?’
તિસ્તા ઉપરાંત શ્રીકુમાર અને સંજીવ ભટ્ટની ધરપકડ
ઝાકિયા જાફરી કેસમાં થોડા દિવસો અગાઉ જ સુપ્રીમ કોર્ટે તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી અને હાલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતના 2002ના રમખાણોમાં ક્લીન ચીટ આપી હતી, પરંતુ સાથે સાથે તીસ્તા સેતલવાડ, આર બી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ વિરુદ્ધ કેટલાક અવલોકનો પણ કર્યા હતા.
In the Gujarat riots case, the Crime Branch has arrested one more person for embezzling funds and forging documents. Former IPS Sanjiv Bhatt has been arrested on a transfer warrant. Crime Branch has taken over Sanjiv Bhatt from Banaskantha jail.
— ANI (@ANI) July 12, 2022
આ અવલોકનમાં કોર્ટે નોંધ્યું હતું કે આ ત્રણેયે આ રમખાણો દરમ્યાન સમયાંતરે ખોટા પુરાવાઓ ઉભા કર્યા હતા. કોર્ટના અવલોકનો જાહેર થયાનાં તુરંત બાદ જ ગુજરાત પોલીસની ક્રાઈમ બ્રાન્ચે તીસ્તા સેતલવાડ અને આર બી શ્રીકુમારને અનુક્રમે મુંબઈ અને ગાંધીનગરથી પકડી લીધા હતા, જ્યારે 12 જુલાઈની મોડી રાત્રે કોર્ટના અવલોકનમાં જેમના પર ગંભીર આરોપ મુકવામાં આવ્યા છે તેવા સંજીવ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે.
સંજીવ ભટ્ટ હાલમાં બનાસકાંઠા જેલમાં જામનગરમાં તેમની ફરજ દરમ્યાન થયેલા કસ્ટોડિયલ ડેથ કેસ બાબતે સજા ભોગવી રહ્યા છે. ક્રાઈમ બ્રાન્ચે બનાસકાંઠા જેલમાંથી જ સંજીવ ભટ્ટની ઔપચારિક ધરપકડ કરી છે અને તેમને પુછપરછ માટે અમદાવાદ લવાયા છે.