Thursday, May 2, 2024
More
    હોમપેજદેશસનાતનનો નાશ કરવાની વાત કરનાર તમિલનાડુના મંત્રી સામે પોલીસ ફરિયાદ, FIR દાખલ...

    સનાતનનો નાશ કરવાની વાત કરનાર તમિલનાડુના મંત્રી સામે પોલીસ ફરિયાદ, FIR દાખલ કરવાની માંગ: હજુ પણ આપત્તિજનક નિવેદન પર અડગ ઉદયનિધિ સ્ટાલિન

    વકીલે ઉદયનિધિ સ્ટાલિન સામે IPCની કલમ 153A, B, 295A, 298 અને 505 હેઠળ ગુનો દાખલ કરવાની માંગ કરી છે. જોકે, આ અંગે FIR નોંધાઈ છે કે કેમ તે અંગે હજુ સુધી જાણકારી મળી શકી નથી.

    - Advertisement -

    સનાતન ધર્મ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિન સામે દિલ્હી પોલીસમાં ફરિયાદ આપવામાં આવી છે. બીજી તરફ, કરોડો હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચે તેવું નિવેદન આપનાર સ્ટાલિન હજુ પણ પોતાની વાત પર અડગ જણાઈ રહ્યા છે. 

    સુપ્રીમ કોર્ટમાં વકીલાત કરતા વિનીત જિંદલે આ ફરિયાદ નોંધાવી છે. તેમણે ઉદયનિધિ સામે ફરિયાદ કરતાં કહ્યું કે, સનાતન ધર્મ વિશેની તેમની ટિપ્પણીઓ ઉશ્કેરણીજનક, ભડકાઉ અને અપમાનજનક છે. તેમણે સનાતન વિશે જે શબ્દો વાપર્યા છે તેનાથી એક હિંદુ તરીકે તેમની લાગણી દુભાઈ છે. એમ પણ કહ્યું કે, એક મંત્રી તરીકે તેમણે તમામ ધર્મો-પંથોનું સન્માન કરવું જોઈએ, પરંતુ તેમણે તેમ કર્યું નથી.

    વકીલે ઉદયનિધિ સ્ટાલિન સામે IPCની કલમ 153A, B, 295A, 298 અને 505 હેઠળ ગુનો દાખલ કરવાની માંગ કરી છે. જોકે, આ અંગે FIR નોંધાઈ છે કે કેમ તે અંગે હજુ સુધી જાણકારી મળી શકી નથી.

    - Advertisement -

    કહ્યું હતું- સનાતનનો વિરોધ નહીં પણ નાશ થવો જોઈએ

    તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર અને દ્રવિડ મુનેત્ર કડગમ (DMK) સરકારમાં મંત્રી ઉદયનિધિ સ્ટાલિને શનિવારે (2 સપ્ટેમ્બર, 2023) એક કાર્યક્રમમાં કહ્યું હતું કે સનાતન ધર્મ મેલેરિયા અને ડેન્ગ્યુ જેવો છે અને તેનો ફક્ત વિરોધ નહીં, પણ તેને ખતમ કરી નાખવો જોઈએ. એટલું જ નહીં, ઉદયનિધિએ એ પણ કહ્યું કે આ મામલે જો કોઈ કાયદાકીય કાર્યવાહીની વાત કરે છે તો તે તેનાથી ડરતા નથી.

    ભાષણની એક વિડીયો ક્લિપમાં તેમને એમ કહેતા સાંભળી શકાય છે કે, “સનાતન ધર્મને ખતમ કરવા માટે મને આ કોન્ફરન્સમાં બોલવાની તક આપવા બદલ હું આયોજકોનો આભાર માનું છું. સંમેલનને ‘સનાતન ધર્મનો વિરોધ’ કરવાને બદલે ‘સનાતન ધર્મ નાબૂદ કરો’ કહેવા બદલ હું આયોજકોને અભિનંદન આપું છું.” ઉદયનિધિએ કહ્યું, “ઘણી વસ્તુઓ છે જેનો આપણે નાશ કરવાનો છે આપણે ફક્ત વિરોધ નથી કરવાનો. મચ્છર, ડેન્ગ્યુ, મેલેરિયા, કોરોના એ બધી એવી વસ્તુઓ છે જેનો આપણે વિરોધ કરી શકતા નથી, આપણે તેનો નાશ કરવો પડશે. સનાતન પણ એવો જ છે. વિરોધ કરવાની જગ્યાએ આપણું પહેલું કામ સનાતનને ખતમ કરવાનું હોવું જોઈએ.”

    તેમણે પ્રશ્નાર્થ લહેકામાં પૂછ્યું, “સનાતન શું છે? સનાતન નામ સંસ્કૃતમાંથી આવ્યું છે. સનાતન સમાનતા અને સામાજિક ન્યાયની વિરુદ્ધ છે. સનાતનનો અર્થ ‘સ્થાયિત્વ’ સિવાય બીજું કઈ નથી, જેને બદલી ના શકાય. કોઈ પ્રશ્ન ઉઠાવી શકે નહીં. આ સનાતનનો અર્થ છે.”

    કાર્યવાહી કરવા માટે સંસ્થાઓ આગળ આવી

    સોશિયલ મીડિયા સાઇટ પર તેની સામે કાર્યવાહીની સતત માંગ કરવામાં આવી રહી છે. આ દરમિયાન ‘લીગલ રાઇટ્સ ઓબ્ઝર્વેટરી-LRO’ નામના X હેન્ડલે ઉદયનિધિ સામે કાયદાકીય કાર્યવાહીની વાત કરી હતી. LRO હેન્ડલે લખ્યું હતું કે “અમે ચર્ચના આદેશ પર સનાતન ધર્મને બદનામ કરનારા ગંદા મચ્છરોને ખતમ કરવા માટે વિવિધ કાયદાકીય ઉપાયો શોધીશું! તમે સજામાંથી બચી શકશો નહીં ઉદય સ્ટાલિન.”

    તમિલનાડુમાં સત્તારુદ્ધ ડીએમકે સરકારમાં યુવા કલ્યાણ અને રમતગમત વિકાસ મંત્રી ઉદયનિધિ સ્ટાલિને LROની આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, “હું કોઇપણ કાયદાકીય પડકારોનો સામનો કરવા માટે તૈયાર છું. અમે આવી ભગવા ધમકીઓથી ડરવાના નથી. અમે પેરિયાર, અન્ના અને કલૈગ્નારના અનુયાયી છીએ. અમે માનનીય મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના કુશળ માર્ગદર્શનથી સામાજિક ન્યાય બનાવી રાખવા અને એક સમતાવાદી સમાજની સ્થાપના માટે હંમેશા લડતા રહીશું. હું આજે, કાલે અને હંમેશા આ જ કહીશ- દ્રવિડ ભૂમિમાંથી સનાતન ધર્મને રોકવાનો અમારો સંકલ્પ સહેજ પણ ઓછો નહીં થાય.”

    ડીએમકેના નેતાના આ આપત્તિજનક નિવેદનને લઈને તમિલનાડુ ભાજપના અધ્યક્ષ કે. અન્નામલાઈએ ઉદયનિધિ પર નિશાન સાધ્યું છે. અન્નામલાઈએ ઉદયનિધિની પોસ્ટનો જવાબ આપતા કહ્યું કે તમિલનાડુ અધ્યાત્મની ભૂમિ છે. તેમણે તેને ખ્રિસ્તી મિશનરીઓનો વિચાર ગણાવ્યો અને કહ્યું કે ઉદયનિધિ જેવા મંત્રીઓ આવા કાર્યક્રમમો આવીને દુર્ભાવના વધારી રહ્યા છે.

    કે. અન્નામલાઈએ વધુમાં જણાવ્યું કે, “ગોપાલપુરમ પરિવારનો એકમાત્ર સંકલ્પ એ છે કે રાજ્યની જીડીપી કરતાં વધુ સંપતિ એકઠી કરવી. તિરૂ ઉદયનિધિ સ્ટાલિન તમે, તમારા પિતા અથવા તેમના વિચારકો પાસે ખ્રિસ્તી મિશનરીઓ પાસેથી ખરીદેલા વિચાર છે અને તે મિશનરીઓનો વિચાર તેમની દૂષિત વિચારધારાને પ્રોત્સાહન આપવા માટે તમારા જેવા મૂર્ખ તૈયાર કરવાનો છે. તમિલનાડુ અધ્યાત્મની ભૂમિ છે. સૌથી સારું કામ જે તમે કરી શકો છો, તે એ છે કે આવા કાર્યક્રમમાં માઇક પકડીને પોતાની નિરાશા વ્યક્ત કરવી!”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં