Tuesday, October 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'હું કલાઈનારનો પૌત્ર, માફી નહીં માંગું': સનાતન ધર્મને ડેંગ્યુ-મેલેરિયા ગણાવી તેને ખતમ...

    ‘હું કલાઈનારનો પૌત્ર, માફી નહીં માંગું’: સનાતન ધર્મને ડેંગ્યુ-મેલેરિયા ગણાવી તેને ખતમ કરવાની વાત કરનાર ઉદયનિધિ સ્ટાલિન પોતાના નિવેદન પર અડગ

    - Advertisement -

    તમિલનાડુના ડેપ્યુટી સીએમ ઉદયનિધિ સ્ટાલિને (Udhayanidhi Stalin) તેમના નિવેદન પર માફી માંગવાનો ઇનકાર કર્યો (Refusal to Apologize) છે, જેમાં તેમણે સનાતન ધર્મને ‘ખતમ’ કરવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે, તેમના નિવેદનનો હેતુ મહિલાઓ પ્રત્યે કથિત દમનકારી પ્રથાઓ પર પ્રશ્નો ઉઠાવવાનો હતો. DMK નેતાનું કહેવું છે કે, તેમના શબ્દોને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા હતા, જેના કારણે સપ્ટેમ્બર 2023માં વિવાદ થયો હતો.

    ઉદયનિધિ સ્ટાલિને કહ્યું છે કે, “મારા શબ્દોને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યા હતા. મારી વિરુદ્ધ માત્ર તમિલનાડુમાં જ નહીં, પરંતુ ભારતભરની ઘણી અદાલતોમાં કેસ દાખલ કરવામાં આવ્યા હતા. મને માફી માંગવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ હું મારા નિવેદન પર અડગ છું. હું કલાઈનારનો પૌત્ર છું, માફી નહીં માંગું . તેમણે કહ્યું કે તેઓ તમામ કાયદાકીય બાબતોનો સામનો કરશે.

    સનાતન ધર્મના અપમાન બાદ દેશભરમાં નોંધાઈ હતી FIR

    ઉલ્લેખનીય છે કે, ઉદયનિધિ સ્ટાલિને સપ્ટેમ્બર 2023માં તમિલનાડુ પ્રોગ્રેસિવ રાઈટર્સ આર્ટિસ્ટ એસોસિએશન દ્વારા આયોજિત કોન્ફરન્સમાં સનાતનની તુલના ડેન્ગ્યુ, મેલેરિયા અને કોરોના વાયરસ સાથે કરી હતી અને તેને ખતમ કરવાની અપીલ પણ કરવામાં આવી હતી. તેમના આવા અપમાનજનક અને વિવાદાસ્પદ નિવેદનનો દેશભરમાં વિરોધ થયો હતો અને ઘણી જગ્યાએ તેમની વિરુદ્ધ ફરિયાદો પણ દાખલ કરવામાં આવી હતી.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશ, કર્ણાટક, બિહાર, જમ્મુ-કાશ્મીર અને મહારાષ્ટ્રમાં ઉધયનિધિ સ્ટાલિન વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. તેમની સામે કાર્યવાહીથી બચવા માટે તેઓ સુપ્રીમ કોર્ટમાં પણ ગયા હતા અને તમામ FIRને એકસાથે જોડીને કેસની સુનાવણી કરવાની માંગ કરી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે તેમની માંગ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો . ઉધયનિધિના કેસમાં મદ્રાસ હાઈકોર્ટે કહ્યું હતું કે, તેમની ટિપ્પણી સમાજમાં વિભાજનકારી છે. આ પહેલાં કર્ણાટક હાઈકોર્ટે ઉધયનિધિના કેસની કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં