Wednesday, November 13, 2024
More
    હોમપેજક્રાઈમઉદયપુરનો શરમજનક કિસ્સો: સગીર ભાઈઓએ જ 11 વર્ષીય બહેન પર ગુજાર્યો સામૂહિક...

    ઉદયપુરનો શરમજનક કિસ્સો: સગીર ભાઈઓએ જ 11 વર્ષીય બહેન પર ગુજાર્યો સામૂહિક બળાત્કાર, ઓપરેશન બાદ બચ્યો બાળકીનો જીવ

    પીડિતા ફોઈના ઘરે ટીવી જોઈ રહી હતી ત્યારે 13 અને 15 વર્ષના બે સગીર ભાઈઓએ મળીને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. સામૂહિક દુષ્કર્મ બાદ આરોપીઓએ પીડિતાને આ ઘટના વિશે કોઈને પણ જાણ ન કરવા માટે ધમકી આપી હતી તેથી પીડિતાએ કોઈને પણ એક શબ્દ કહ્યો ન હતો.

    - Advertisement -

    પડોશી રાજ્ય રાજસ્થાનમાં ભાઈ-બહેનના સંબંધોને લજવતો એક ભયાનક કિસ્સો સામે આવ્યો છે. રાજ્યના ઉદયપુરમાં સામૂહિક દુષ્કર્મ કરનારા પીડિતાના ભાઈઓ જ નીકળ્યા છે. 11 વર્ષીય બાળકીની એકલતાનો લાભ લઈને ફોઈના સગીર દીકરાઓએ તેના પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. પીડિતાની સ્થિતિ બગડ્યા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને ડોક્ટરોએ તેનો જીવ બચાવી લીધો હતો. આ ઘટના ગત મંગળવારે (13 જૂન, 2023) બની હતી.

    માતા દીકરીને ફોઈના ઘરે મૂકી હોસ્પિટલ ગઈ, બાળકીને ફોઈના દીકરાઓએ પીંખી નાખી

    મીડિયા અહેવાલ અનુસાર, આ મામલો ઉદયપુરના અંબામાતા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. પીડિતાની માતાનું ઓપરેશન થવાનું હતું એટલે મા બાળકીને ફોઈના ઘરે મૂકીને હોસ્પિટલ પહોંચી હતી. તો પીડિતાની મોટી બહેન પણ હોસ્પિટલમાં હતી. આ દરમિયાન બાળકી તેના ભાઈઓની હેવાનિયતનો ભોગ બની હતી. પીડિતા ફોઈના ઘરે ટીવી જોઈ રહી હતી ત્યારે 13 અને 15 વર્ષના બે સગીર ભાઈઓએ મળીને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. સામૂહિક દુષ્કર્મ બાદ આરોપીઓએ પીડિતાને આ ઘટના વિશે કોઈને પણ જાણ ન કરવા માટે ધમકી આપી હતી તેથી પીડિતાએ કોઈને પણ એક શબ્દ કહ્યો ન હતો.

    લોહીથી લથપથ જોઈને મોટી બહેન ડઘાઈ ગઈ, ઓપરેશન બાદ બચ્યો જીવ

    આ દરમિયાન પીડિતાની મોટી બહેન હોસ્પિટલથી ઘરે આવી તો તેણે નાની બહેનને લોહીથી લથપથ હાલતમાં જોઈ. એ પછી તરત જ પીડિતાને સારવાર માટે એમબી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બાળકીની કથળેલી હાલત જોઈને તેને જનાના હોસ્પિટલમાં રેફર કરવામાં આવી હતી, જ્યાં ઓપરશન બાદ તેનો જીવ બચાવી શકાયો હતો.

    - Advertisement -

    અંબામાતા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે FIR થઈ

    ડૉક્ટરોએ જ્યારે પીડિત છોકરી સાથે વાત કરી તો તેણે સમગ્ર ઘટના કહી હતી. આ સાંભળીને ડૉક્ટરોને પણ આઘાત લાગ્યો હતો. તેમણે ઓપરશન બાદ આ અંગે પીડિતાની મોટી બહેનને જણાવ્યું હતું. પીડિતાની બહેને અંબામાતા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે FIR દાખલ કરી છે. પોલીસ હાલ આરોપીઓની પૂછપરછ કરી રહી છે.

    ઉદયપુરમાં સામૂહિક દુષ્કર્મ મામલે તપાસ કરી રહેલા ડીસીપી ચેતના ભાટીનું કહેવું છે કે, પીડિત છોકરીનું ઓપરેશન થયું છે એટલે તે હાલ હોસ્પિટલમાં દાખલ છે. તેની હાલત સ્થિર થયા બાદ તેને કોર્ટમાં રજૂ કરીને તેનું નિવેદન નોંધવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં